India vs Bangladesh (IND vs BAN) 1st Test Match Date, Time, Live Streaming, Telecast, Date, Pitch Report in Gujarati: ભારત સતત ત્રીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ફરી પોતાના અભિયાનની શરૂઆત કરશે. તેની શરૂઆત ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ વચ્ચે રમાનારી બે ટેસ્ટ મેચની શ્રેણીથી થશે. ભારત અને બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી ડબલ્યુટીસી 2023-25 ના ચક્રનો એક ભાગ છે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ગુરુવારે (19 સપ્ટેમ્બર) ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી અને અંતિમ ટેસ્ટ કાનપુરમાં રમાશે.
વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે લાંબા સમય બાદ રેડ બોલ ક્રિકેટમાં વાપસી કરી હતી. પસંદગીકારોએ તેને અને ફાસ્ટ બોલર યશ દયાલને રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતની 16 સભ્યોની ટીમમાં સામેલ કર્યા છે. ઋષભ પંત ઉપરાંત વિકેટકીપર ધ્રુવ જુરેલે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે કેએલ રાહુલ પણ ટીમમાં છે. કેએલ રાહુલ પણ ટેસ્ટ ટીમમાં છે.
યશ દયાલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશદીપ પેસ આક્રમણ સંભાળશે. સ્પિન આક્રમણમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને અક્ષર પટેલનો સમાવેશ થાય છે. બાકીની ટીમમાં બેટ્સમેન યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સરફરાઝ ખાન અને વિરાટ કોહલીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બીજી તરફ બાંગ્લાદેશે નઝમુલ હુસૈન શાંતોની આગેવાની હેઠળની 16 ખેલાડીઓની ટીમમાં અનકેપ્ડ વિકેટકીપર બેટ્સમેન ઝુકર અલી અનિકનો સમાવેશ કર્યો છે, જ્યારે ફાસ્ટ બોલર શોરફુલ ઇસ્લામ ઈજાના કારણે ટીમની બહાર છે. તાજેતરમાં ઈજાના કારણે પાકિસ્તાન સિરીઝ ગુમાવનારા મહમુદુલ હસન જોયની પણ ટીમમાં વાપસી થઈ છે. આ સિવાય ટીમમાં શાકિબ અલ હસન, મુશ્ફિકુર રહીમ, લિટન દાસ અને મેહિદી હસન મિરાઝ જેવા સિનિયર ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ચિદમ્બરમ સ્ટેડિયમ પિચ રિપોર્ટ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી ટેસ્ટ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ લાલ માટીથી બનેલી પીચ પર રમાશે. પીચ પર સારું એવું ઘાસ હતું, જેને મેદાનકર્મીઓએ ઢાંકી દીધું છે, જેથી તે તૂટી ન જાય.
પ્રથમ ટેસ્ટ હવામાન આગાહી
accuweather.com અનુસાર 19 અને 20 સપ્ટેમ્બરે ચેન્નઈમાં વરસાદની સંભાવના છે. આ કારણે મેચમાં વિઘ્ન આવી શકે છે. જોકે વરસાદ એટલો વધારે નહીં રહે જેનાથી વધારે રમત બગડે. વેબસાઈટના જણાવ્યા મુજબ 19 સપ્ટેમ્બરે એક કલાક અને 20 સપ્ટેમ્બરે લગભગ દોઢ કલાક વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો – ભારતીય ક્રિકેટ ટીમ કાર્યક્રમ : બાંગ્લાદેશ શ્રેણીથી ચેમ્પિયન્સ ટ્રોફી સુધી
ભારત વિ બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ 2024ની ટિકિટ કેવી રીતે બુક કરવી?
ચેન્નઈ ટેસ્ટ માટેની ટિકિટ ઇનસાઇડર વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા ઓનલાઇન ખરીદી માટે ઉપલબ્ધ છે. ચાહકો Insider.in વેબસાઇટ અથવા એપ્લિકેશનની મુલાકાત લઈ શકે છે અને સીટિંગ મેપ પસંદ કરી પોતાની ટિકિટ બુક કરી શકે છે. કાનપુર ટેસ્ટ ટિકિટ પણ ટૂંક સમયમાં લાઇવ થઈ શકે છે, પરંતુ હાલમાં આ વિશે કોઈ માહિતી નથી.
ભારત વિ બાંગ્લાદેશ ટેસ્ટ મેચની ટિકિટની કિંમત કેટલી છે?
ભારત વિ. બાંગ્લાદેશ ટેસ્ટ મેચની ટિકિટની કિંમત 1,000 રૂપિયાથી શરૂ થાય છે અને પછી તે વધીને 1250 રૂપિયા, 2000 રૂપિયા, 5000 રૂપિયા, 10,000 રૂપિયા અને 15,000 રૂપિયા સુધી છે. ઓફલાઇન ટિકિટ માટે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. ચેન્નઈમાં સ્થળના કાઉન્ટર પરથી પણ ટિકિટ લઈ શકાય છે.
ભારતમાં લાઇવ ટેલિકાસ્ટ ક્યાં જોવા મળશે?
જો ચાહકો ટેસ્ટ મેચની મજા માણવા માટે સ્ટેડિયમ સુધી પહોંચી શકતા નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. બંને ટેસ્ટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ ઉપલબ્ધ છે. ભારત વિ. બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણીની મેચનું લાઇવ ટેલિકાસ્ટ ભારતમાં વાયકોમ 18 નેટવર્ક (સ્પોર્ટ્સ 18-1 અને સ્પોર્ટ્સ 18-2 ચેનલ) પર કરવામાં આવશે.
ભારત વિ બાંગ્લાદેશનું લાઇવ સ્ટ્રીમિંગ ભારતમાં જિઓસિનેમા એપ્લિકેશન અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. બાંગ્લાદેશના ચાહકો ટી સ્પોર્ટ્સ એપ્લિકેશન અને વેબસાઇટ પર મફતમાં લાઇવ સ્ટ્રીમિંગની મજા માણી શકશે.
ભારત વિ. બાંગ્લાદેશ 2024 ટેસ્ટ ટીમ
ભારત ટેસ્ટ ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, જસપ્રીત બુમરાહ, યશ દયાલ.
બાંગ્લાદેશ ટેસ્ટ ટીમ : નજમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મહમુદુલ હસન જોય, ઝાકિર હસન, શાદમાન ઈસ્લામ, મોમીનુલ હક, મુશ્ફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન કુમાર દાસ, મેહદી હસન મિરાઝ, તાઇજુલ ઈસ્લામ, નઈમ હસન, નાહિદ રાણા, હસન મહમૂદ, તસ્કીન અહમદ, સૈયદ ખાલિદ અહમદ, જકર અલી અનિક.





