India (IND) vs England (ENG) 2nd ODI Live Score Online Today Match: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ODI શ્રેણીની બીજી મેચ રવિવારે (9 ફેબ્રુઆરી) કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 304 રન બનાવ્યા હતા. ભારતે કટકમાં 4 વિકેટે ઈંગ્લેન્ડને હરાવીને અજેય લીડ બનાવી છે. ભારતે 44.3 ઓવરમાં 6 વિકેટના નુક્સાને 308 રન બનાવ્યા. અક્ષર પટેલ 41 અને રવિન્દ્ર જાડેજા 11 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ મેચમાં રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી.
ઈંગ્લેન્ડની બેટિંગ શરૂ
ઈંગ્લેન્ડની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ફિલ સોલ્ટ અને બહેન ડકેટ ક્રીઝ ઉપર આવ્યા છે. મોહમ્મદ શામીએ બોલિંગની શરૂઆત કરી હતી. સોલ્ટે સિંગલથી ખાતું ખોલાવ્યું હતું. ડકેટે પણ સિંગલથી ખાતું ખોલાવ્યું હતં. સોલ્ટે છેલ્લા બોલમાં ફોર ફટકારી હતી.
રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ નાગપુરમાં રમાયેલી પ્રથમ વનડે જીતીને શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારતીય ટીમ બીજી વનડેમાં પ્લેઇંગ 11માં 2 ફેરફાર કરી શકે છે. યશસ્વી જયસ્વાલની જગ્યાએ વિરાટ કોહલી વાપસી કરી શકે છે. ઘૂંટણની સમસ્યાને કારણે કોહલી પ્રથમ મેચ રમ્યો ન હતો. આ સિવાય ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સામેલ અર્શદીપ સિંહને હર્ષિત રાણાના સ્થાને તક મળી શકે છે.
ઈંગ્લેન્ડની ટીમે પ્લેઈંગ 11ની જાહેરાત કરી નથી. બેટિંગ કોમ્બિનેશનમાં ફેરફારની શક્યતા ઓછી છે. જોસ બટલર સાકિબ મહમૂદની જગ્યાએ અનુભવી માર્ક વૂડને તક આપી શકે છે. આ મેચ ઈંગ્લેન્ડ માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. જો ટીમ મેચ હારી જશે તો તે ન માત્ર સીરીઝ હારી જશે પરંતુ તે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા સ્કેનર હેઠળ આવશે.
ભારતની ટીમ
યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર, વિરાટ કોહલી, અરશ પટેલ, અરવિંદ પંડ્યા.
ઈંગ્લેન્ડની ટીમ
ફિલિપ સોલ્ટ (wk), બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (c), જેકબ બેથેલ, લિયામ લિવિંગસ્ટોન, બ્રાઈડન કાર્સ, આદિલ રશીદ, જોફ્રા આર્ચર, સાકિબ મહમૂદ, ગુસ એટકિન્સન, માર્ક વુડ, જેમી ઓવરટોન, જેમી સ્મિથ.





