Ahmedabad Match Online Tickets Booking : ભારતે ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી 20 શ્રેણીમાં 4-1થી શાનદાર વિજય મેળવ્યો છે. હવે બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણી શરુ થશે. પ્રથમ વન-ડે 6 ફેબ્રુઆરીથી નાગપુરમાં રમાશે. તેમાંથી એક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ 12 ફેબ્રુઆરીએ રમાશે. જે ત્રીજી અને અંતિમ વન-ડે છે.
મેચની ટિકિટનું ઓનલાઇન બુકિંગ 4 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યાથી શરુ થશે
અમદાવાદમાં મેચને લઇને પ્રશંસકોમાં ઉત્સાહ છે. 12 ફેબ્રુઆરીએ રમાનાર મેચની ટિકિટનું વેચાણ ક્યારથી થશે તે તારીખની ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મેચની ટિકિટનું ઓનલાઇન બુકિંગ 4 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યાથી શરુ થશે. આ ટિકિટો બુક માય શો એપ્લિકેશન અને વેબસાઇટ ઉપર મળશે. ઓનલાઇન બુક કરાયેલ ટિકિટો હોમ ડિલિવરી દ્વારા પહોંચાડવામાં આવશે.
અમદાવાદમાં 12 ફેબ્રુઆરીએ વન-ડે મેચ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન-ડે મેચ રમાશે. આ શ્રેણીની ત્રીજી અને અંતિમ વન-ડે રહેશે. આ મેચ બપોરે 1.30 કલાકેથી શરુ થશે. ભારત છેલ્લે અહીં 2023માં વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યું હતું. જેમાં ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો.
આ પણ વાંચો – અભિષેક શર્માએ રચ્યો ઇતિહાસ, 54 બોલમાં 135 રનની ઇનિંગ્સમાં આટલા રેકોર્ડ તોડ્યો
ભારત વિ ઇંગ્લેન્ડ વન-ડે શ્રેણી
- પ્રથમ વન-ડે : 6 ફેબ્રુઆરી, નાગપુર
- બીજી વન-ડે : 9 ફેબ્રુઆરી, કટક
- ત્રીજી વન-ડે: 12 ફેબ્રુઆરી, અમદાવાદ
ઇંગ્લેન્ડ સામેની શ્રેણી માટે ભારતની વન ડે ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.





