India vs England 3rd Test Cricket Score Updates : યશસ્વી જયસ્વાલની અણનમ બેવડી સદી (214) પછી રવિન્દ્ર જાડેજાની ચુસ્ત બોલિંગની (5 વિકેટ)મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં 434 રને વિજય મેળવ્યો છે. ભારતે આપેલા 557 રનના પડકાર સામે ઇંગ્લેન્ડ ચોથા દિવસે 122 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધારે 33 રન માર્ક વુડે બનાવ્યા હતા. રનની દ્રષ્ટીએ ભારતનો સૌથી મોટો વિજય છે. આ પહેલા ભારતનો સૌથી મોટો વિજય 372 રનનો હતો. જે ન્યૂઝીલેન્ડ સામે 2021માં બનાવ્યો હતો.
આ જીત સાથે ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમા રમાશે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 5, કુલદીપ યાદવે 2, અશ્વિન અને બુમરાહે 1-1 વિકેટ ઝડપી હતી.

ઈંગ્લેન્ડને 557 રનનો ટાર્ગેટ મળ્યો હતો
ભારતે 98 ઓવરમાં 4 વિકેટે 430 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. તેની લીડ 556 રન સુધી પહોંચી હતી. ઈંગ્લેન્ડને 557 રનનો ટાર્ગેટ મળ્યો હતો. યશસ્વી જયસ્વાલ 214 અને સરફરાઝ ખાન 68 રન બનાવીને અણનમ રહ્યા હતા. બંનેએ 158 બોલમાં 172 રનની ભાગીદારી કરી હતી. શુભમન ગિલ 91 રન બનાવીને રનઆઉટ થયો હતો. કુલદીપ યાદવ 27 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્મા 19 અને રજત પાટીદાર ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા. જો રૂટ, ટોમ હાર્ટલી અને રેહાન અહેમદે 1-1 વિકેટ લીધી છે. રમત ગમતના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો