India vs England : ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચ ડ્રો કરી હતી. એક સમયે એવું લાગતું હતું કે શુભમન ગિલની ટીમ આ મેચ હારી જશે. ઈંગ્લેન્ડે જ્યારે પ્રથમ ઈનિંગમાં 311 રનની સરસાઈ મેળવી લીધી હતી અને બેન સ્ટોક્સના કેમ્પમાં ખુશી હતી કે અમે કદાચ આ મેચ ઈનિંગથી જીતી શકીશું. જોકે ગિલ, રાહુલ, જાડેજા અને વોશિંગ્ટન સુંદરની લડાયક બેટીંગે અંગ્રેજોની ખુશીને શોકમાં ફેરવી દીધી હતી.
ઈંગ્લેન્ડની ટીમ દયાને પાત્ર ન હતી
આ મેચ પૂરી થયા બાદ બેન સ્ટોક્સે કહ્યું કે જો ભારતીય ટીમે 10-15 રન વધુ બનાવી લીધો તો પછી તેનું શું થયું. આ તેની (સ્ટોક્સ)ની નબળી માનસિકતા દર્શાવે છે કે જો તમે બેકફૂટ પર છો તો રંગ બદલો અને પોતાનો બચાવ કરો. તે બિલકુલ યોગ્ય નથી. સ્ટોક્સને તેના બોલરોની ચિંતા હતી કે જેઓ બોલિંગ કરતી વખતે હાંફી રહ્યા હતા અને તેમને વિકેટ મળી રહી ન હતી. તેને લાગતું હતું કે જો તે વધુ બોલિંગ કરશે તો આગળ શું થશે તેની તેને ખબર નથી.
બેન સ્ટોક્સ ડ્રો કરવા વિનંતી કરતો જોવા મળ્યો
હવે વાત કરીએ ઇંગ્લેન્ડની જ્યારે તેમણે પ્રથમ ઇનિંગમાં 669 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં ભારતીય બોલરોએ 157.1 ઓવરો બોલિંગ કરી હતી અને તે વખતે દયા આવી ન હતી. જ્યાં સુધી બધા બેટ્સમેન આઉટ ન થઈ ગયા ત્યાં સુધી તે રમતા રહ્યા હતા. હવે બીજી ઈનિંગમાં જ્યારે તેમના બોલરોએ માત્ર 143 ઓવર જ નાંખી ત્યારે તેમને ભારે લાગ્યું હતું અને તે ભારત સામે ડ્રો ની વિનંતી કરવા લાગ્યો હતો.
આ પણ વાંચો – શુભમન ગિલે ડોન બ્રેડમેનના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી, ઇતિહાસ રચ્યો
ઇંગ્લેન્ડની વધારે પીટાઇ કરવાની જરુર હતી
અહીં ભારતીય ટીમે એક મોટી ભૂલ કરી હતી. ભારતીય ટીમે જે કરવું જોઈતું હતું તે એ હતું કે તેઓએ પાંચમા દિવસે પૂરા સમય માટે બેટિંગ કરવી જોઈતી હતી અને ઇંગ્લેન્ડની વધારે પીટાઇ કરવી જોઇતી હતી. તેમના બોલરો પાસેથી વધુ મહેનત કરાવવાની જરુર હતી જેથી પાંચમી ટેસ્ટ મેચ પહેલા તેમના કેટલાક બોલરો બોલિંગના નામથી ડરી જાય. ટીમ ઈન્ડિયાએ દયા દાખવીને મેચને ડ્રો ગણીને ઈનિંગનો અંત આણવો જોઈતો નહ તો. બેન સ્ટોક્સને પાઠ ભણાવવાની જરૂર હતી અને અંગ્રેજો દયાને બિલકુલ લાયક ન હતા.





