Ind vs Eng 2nd Test, India vs England Score Updates: શુભમન ગિલના અણનમ 114 અને યશસ્વી જયસ્વાલના 87 રનની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે પકડ મજબૂત બનાવી લીધી છે. પ્રથમ દિવસના અંતે ભારતે 85 ઓવરમાં 5 વિકેટે 310 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 114 અને રવિન્દ્ર જાડેજા 41 રને રમતમાં છે.
બીજી ટેસ્ટ મેચ માટે પ્લેઇંગ ઇલેવન
ભારત : કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટ કીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ઇંગ્લેન્ડ : ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર.





