India vs New Zealand, 2nd ODI Cricket Match Score: ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચે 3 મેચની વન ડે સિરીઝની બીજી ODI રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે ન્યુઝીલેન્ડને પ્રથમ બેટીંગ કરવા આમંત્રણ આપ્યું હતુ. ત્યારબાદ ન્યુઝીલેન્ડ ભારતીય બોલરના તરખાટ વચ્ચે 34.3 ઓવરમાં 108 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી, અને ભારત સામે મેચ જીતવા માટે 109 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તો સામે ભારતે 20.1 ઓવરમાં 02 વિકેટના નુકશાને 111 રન બનાવી 8 વિકેટે જીત પ્રાપ્ત કરી લીધી છે. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ટીમ ઈન્ડિયા પ્રથમ અને બીજી વનડે જીતીને શ્રેણીમાં 2-0થી આગળ છે. હવે સિરીઝ જીતીને ભારત સિરીઝમાં અજેય લીડ લેવા ઈચ્છશે.
ન્યુઝીલેન્ડ - કોણે કેટલા રન બનાવ્યા
- ફિન એલન 5 બોલમાં 0 રન બનાવી આઉટ થઈ ગયો
- ડેવોન કોનવે 16 બોલમાં 7 રન બનાવી આઉટ થઈ ગયો
- હેનરી નિકોલ્સ 20 બોલમાં 2 રન બનાવી આઉટ થઈ ગયો
- ડેરીલ મિશેલ 3 બોલમાં 1 રન બનાવી આઉટ થઈ ગયો
- ટોમ લેથમ 17 બોલમાં 1 રન બનાવી આઉટ થઈ ગયો
- ગ્લેન ફિલિપ્સ 52 બોલમાં 36 રન બનાવી આઉટ થઈ ગયો
- માઈકલ બ્રેસવેલ 30 બોલમાં 22 રન બનાવી આઉટ થઈ ગયો
- મિશેલ સેન્ટનર39 બોલમાં 27 રન બનાવી આઉટ થઈ ગયો
- હેનરી શિપલી 9 બોલમાં 2 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો
- લોકી ફર્ગ્યુસન 9 બોલમાં 1 બનાવી આઉટ થઈ ગયો
- બ્લેર ટિકનર 7 બોલમાં 2 રન બનાવી આઉટ થઈ ગયો
ભારત - કોણે કેટલી વિકેટ લીધી
- મોહમ્મદ શમીએ 6 ઓવરમાં 18 રન આપી 3 વિકેટ લીધી
- મોહમ્મદ સિરાજ 6 ઓવરમાં 10 રન આપી 1 વિકેટ લીધી
- શાર્દુલ ઠાકુર 6 ઓવરમાં 26 રન આપી 1 વિકેટ લીધી
- હાર્દિક પંડ્યા 6 ઓવરમાં 16 રન આપી 2 વિકેટ લીધી
- કુલદીપ યાદવ 7.3 ઓવરમાં 29 રન આપી 1 વિકેટ લીધી
- વોશિંગ્ટન સુંદર 3 ઓવરમાં 7 રન આપી 2 વિકેટ લીધી
ભારત - કોણે કેટલા રન બનાવ્યા
- રોહિત શર્માએ 50 બોલમાં 51 રન બનાવ્યા
- શુભમન ગિલ 53 બોલમાં 40 રન બનાવી અણનમ રહ્યો હતો
- વિરાટ કોહલી 09 બોલમાં 11 રન બનાવી આઉટ થઈ ગયો
- ઈશાન કિશન 09 બોલમાં 8 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો
ન્યુઝીલેન્ડ - કોણે કેટલી વિકેટ લીધી
- લોકી ફર્ગ્યુસને 05 ઓવરમાં 21 રન આપી એક પમ વિકેટ ન લીધી
- હેનરી શિપલી 05 ઓવરમાં 29 રન આપી 01 વિકેટ લીધી
- બ્લેર ટિકનર 04 ઓવરમાં 19 રન આપી એક પમ વિકેટ ન લીધી
- મિશેલ સેન્ટનર 4.1 ઓવરમાં 28 રન આપી 01 વિકેટ લીધી
- માઈકલ બ્રેસવેલ 02 ઓવરમાં 13 રન આપી એક પણ વિકેટ ન લીધી
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
ન્યુઝીલેન્ડ ટીમ
ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (c/wk), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, હેનરી શિપલી, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર.