IND vs NZ 3rd Test Pitch Report, Weather: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શુક્રવારને 1 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ન્યૂઝીલેન્ડની ટીમ બેંગલુરું અને પૂણે ટેસ્ટ જીતીને શ્રેણીમાં 2-0થી આગળ છે. બેંગલુરુંમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં વરસાદની અસર જોવા મળી હતી. મુંબઈમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં પણ વરસાદની અસર પડી શકે છે. વાનખેડેની પીચ સ્પિનરોને અનુકૂળ રહી છે. ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી ટેસ્ટમાં પણ આ જોવા મળી શકે છે. ભારતીય ટીમે રેન્ક ટર્નરની માંગ કરી છે.
ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી ટેસ્ટ મોસમ રિપોર્ટ
શુક્રવારે મુંબઈમાં ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે તડકો રહેશે. બપોર બાદ વાવાઝોડા અને વરસાદની સંભાવના છે. એટલે કે પહેલા દિવસે ખરાબ હવામાનથી મેચ પ્રભાવિત થઇ શકે છે. બીજા દિવસે શનિવાર અને ત્રીજા દિવસે રવિવારે હવામાન સાફ રહેશે. ચોથા દિવસે સોમવારે અને પાંચમા દિવસે મંગળવારે પણ હવામાન સાફ રહેવાની સંભાવના છે.
પીચ રિપોર્ટ
મુંબઈની લાલ માટીની પીચ સૂકી હશે અને જલ્દી તે ટર્ન લેશે. ટેસ્ટ જેમ જેમ આગળ વધશે તેમ તેમ તે તૂટશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે, પણ ફાસ્ટ બોલરો અને સ્પિનરો માટે સારો ઉછાળ જોવા મળશે. ભારતીય ટીમે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ) પાસે રેન્ક ટર્નરની માંગ કરી છે.
આ પણ વાંચો – ક્લાસેન રિટેન કરાયેલા પ્લેયરમાં સૌથી મોંઘો પ્લેયર, ભારતીય ખેલાડીઓમાં કોહલીને મળ્યા સૌથી વધારે રૂપિયા
વાનખેડે સ્ટેડિયમ સાથે જોડાયેલી ખાસ વાતો
વર્તમાન ખેલાડીઓમાં વાનખેડે સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે આઠ ઇનિંગ્સમાં 58.62ની એવરેજથી 469 રન નોંધાવ્યા છે. તેમાં ત્રણ અડધી સદી અને એક સદીનો સમાવેશ થાય છે. રોહિત શર્મા પોતાના હોમગ્રાઉન્ડ પર માત્ર એક જ ટેસ્ટ રમ્યો છે. વર્ષ 2013માં તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 111 રન ફટકાર્યા હતા.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ/કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ
ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ટોમ લાથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ટોમ બ્લન્ડેલ, ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર, મેટ હેનરી, એજાઝ પટેલ, વિલિયમ .