India vs New Zealand (IND vs NZ) Score, 3rd Test Day 2 Match Today : રવિન્દ્ર જાડેજા (4 વિકેટ) અને આર અશ્વિન (3 વિકેટ)ના તરખાટની મદદથી ભારતે ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ન્યૂઝીલેન્ડ પર પ્રભુત્વ મેળવી લીધું છે. બીજા દિવસના અંતે ન્યૂઝીલેન્ડે 9 વિકેટે 171 રન બનાવી લીધા છે. ન્યૂઝીલેન્ડને 143 રનની લીડ છે અને તેની 1 વિકેટ બાકી છે. આ પહેલા ભારત પ્રથમ દાવમાં 263 રનમાં ઓલઆઉટ થયું હતું અને 28 રનની લીડ મળી હતી.
વિલ યંગના 51 રન
બીજા દાવમાં ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ટોમ લથામ 1, ડેવોન કોનવે 22 અને રચિન રવિન્દ્ર 4 રને આઉટ થયા હતા. ન્યૂઝીલેન્ડે 44 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ડેરિલ મિચેલ 21, ટોમ બ્લન્ડલ 4 રને આઉટ થયા હતા. ગ્લેન ફિલિપ્સે 26 અને વિલ યંગે 51 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. ભારત તરફથી જાડેજાએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. અશ્વિનને 3 વિકેટ અને વોશિંગ્ટન સુંદર, આકાશ દીપને 1-1 વિકેટ મળી હતી.
ભારતીય ટીમ પ્રથમ દાવમાં 263 રનમાં ઓલઆઉટ
ભારતીય ટીમ પ્રથમ દાવમાં 59.4 ઓવરમાં 263 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતને 28 રનની નજીવી લીડ મળી હતી. ભારતે બીજા દિવસની શરૂઆત 4 વિકેટે 86 રનથી કરી હતી. ઋષભ પંત 60 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા 14 અને સરફરાઝ ખાન ખાતું ખોલાયા વિના આઉટ થયો હતો.
ભારત તરફથી શુભમન ગિલે સૌથી વધારે 90 રન બનાવ્યા હતા. રવિચંદ્રન અશ્વિને 6 રન બનાવ્યા હતા. આકાશદીપ રન આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદર 38 રન બનાવીને અણનમ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી એજાઝ પટેલે 5 વિકેટ જ્યારે મેટ હેનરી, ઈશ સોઢી અને ગ્લેન ફિલિપ્સે 1-1 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો – છેલ્લી 10 મિનિટ ઇન્ડિયાને ભારે ના પડી જાય
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.
ન્યૂઝીલેન્ડ : ટોમ લાથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ટોમ બ્લન્ડેલ, ગ્લેન ફિલિપ્સ, ઈશ સોઢી, મેટ હેનરી, એજાઝ પટેલ, વિલિયમ ઓરોર્કે.





