ભારત વિ પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન ટ્રોફીમાં અત્યાર સુધી છ મકાબલા થયા છે. ભારત કે પાકિસ્તાન કોણ વધુ મેચ જીત્યું? આવો જાણીએ હેડ ટુ હેડ રેકોર્ડ આંકડા. ચેમ્પિયન ટ્રોફીમાં ભારત પાકિસ્તાન વચ્ચે પહેલી મેચ 2004 માં રમાઇ હતી. રવિવારે દુબઇ ખાતે બંને વચ્ચે છઠ્ઠી મેચ રમાઇ હતી જેમાં ભારત જીત સાથે પાકિસ્તાન પર હાવી રહ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટોડિયમ ખાતે ચેમ્પિયન ટ્રોફી 2025 માં આમને સામને આવ્યા હતા. ટોસ જીતી પાકિસ્તાને બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલરોએ શરુઆતથી પાકિસ્તાની બેટ્સમેનોને કાબુમાં રાખ્યા હતા. 50 ઓવર પહેલા પાકિસ્તાની ખેલાડીઓ 49.4 ઓવરમાં 241 રન બનાવી પેવેલિયન ભેગા થયા હતા. અહીં જાણીએ કે ચેમ્પિયન ટ્રોફીમાં બંને ટીમોનો દેખાવ કેવો રહ્યો છે!
ભારત વિ પાકિસ્તાન ચેમ્પિયન ટ્રોફી ટક્કર
ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટમાં અત્યાર સુધી રવિવારે રમાયેલ ભારત વિ પાકિસ્તાન મેચ સાથે કુલ છ મુકાબલા થયા છે. આ એક જ ટુર્નામેન્ટ એવી છે કે જેમાં પાકિસ્તાનનું પલ્લુ ભારત કરતાં ભારે રહ્યું હતું. અગાઉની પાંચ મેચ પૈકી પાકિસ્તાનનો 3 મેચમાં વિજય થયો છે. જ્યારે ભારત 2 મેચ જીત્યું હતું. જોકે રવિવારે દુબઇ ખાતે રમાયેલી મેચમાં ભારત પાકિસ્તાન વિરુદ્ધ 6 વિકેટથી જીતી જતાં જીતનો મામલો 3-3 બરાબર થયો છે.
| મેચ | તારીખ | કોણ જીત્યું | જીત |
| 1 | 19 સપ્ટેમ્બર 2004 | પાકિસ્તાન | 3 વિકેટ |
| 2 | 26 સપ્ટેમ્બર 2009 | પાકિસ્તાન | 54 રન |
| 3 | 15 જૂન 2013 | ભારત | 8 વિકેટ |
| 4 | 4 જૂન 2017 | ભારત | 124 રન |
| 5 | 18 જૂન 2017 | પાકિસ્તાન | 180 રન |
| 6 | 23 ફેબ્રુઆરી 2025 | ભારત | 6 વિકેટ |
ચેમ્પિયન ટ્રોફીમાં ભારત પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ 2017 માં રમાઇ હતી. જેમાં ભારત પાકિસ્તાન સામે 180 રનની મોટી લીડથી હાર્યું હતું.
ભારત વિ પાકિસ્તાન ચેમ્પિયન ટ્રોફી 2025 લાઇવ સ્કોર જાણો
ભારત વિ પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન ટ્રોફી 2025 માટે રવિવારે દુબઇ ખાતે રસાકસીભર્યો મુકાબલો થયો હતો. ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી પછાડ્યું. વિરાટ કોહલી સદી ફટકારી ફરી એકવાર પાકિસ્તાન સામે ફોર્મમાં આવ્યો છે. વિરાટ કોહલીની શાનદાર ઇનિંગ માટે તમે શું કહેશો? આપનું મંતવ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.





