Asia Cup 2023, India vs Pakistan Live Score Updates : એશિયા કપ 2023 ની ત્રીજી સુપર-4 કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. પાકિસ્તાને ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લઈ ભારતને પ્રથમ બેટીંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારત 24.1 ઓવરમાં 2 વિકેટના નુકશાન પર 147 રન બનાવી રમી રહ્યું હતું, ત્યારે વરસાદ ચાલુ થઈ જતા મેચ રોકાઈ ગઈ હતી. થોડા સમય બાદ વરસાદ બંધ થઈ ગયો હતો, અને પીચનું અંતિમ નિરીક્ષણ થઈ રહ્યું હતું તેજ સમયે ફરી વરસાદ શરૂ થઈ જતા, અંતે મેચ આજે રમવાનું અશક્ય બન્યું. હવે ભારત પાકિસ્તાન મેચ આવતીકાલે સોમવારે બપોરે 3.15 કલાકે 24.1 ઓવરથી જ 50 ઓવર માટે રમવાનું શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે, બંને ટીમો વચ્ચેની આ પહેલાની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. કોલંબોમાં પણ વરસાદની સંભાવના છે. જો કે, આ મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. આ મેચમાં વરસાદ સિવાય તમામની નજર ટીમ ઈન્ડિયા પર છે. તમને જણાવી દઈએ કે, સુપર-4માં ભારતની આ પ્રથમ મેચ છે. જ્યારે પાકિસ્તાનની ટીમ એક મેચ રમી છે. પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવ્યું હતું. આ સિવાય શ્રીલંકાએ બાંગ્લાદેશને હરાવ્યું છે.





