India vs South Africa 1st ODI Score : વિરાટ કોહલીની સદી (135), કેએલ રાહુલ (60) અને રોહિત શર્માની અડધી સદી (57) બાદ કુલદીપ યાદવ (4 વિકેટ) અને હર્ષિત રાણા (3 વિકેટ)ની શાનદાર બોલિંગની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વન ડેમાં 17 રને વિજય મેળવ્યો છે.
ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 349 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 49.2 ઓવરમાં 332 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે 3 મેચની વન ડે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી વન ડે 3 ડિસેમ્બરે રાયપુરમાં રમાશે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, રુતુરાજ ગાયકવાડ, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
દક્ષિણ આફ્રિકા : એડન માર્કરામ, રેયાન રિકલ્ટન, ક્વિન્ટન ડી કોક, મેથ્યુ બ્રેટ્ઝકે, ટોની ડી જોર્ઝી, ડેવાલ્ડ બ્રેવિસ, માર્કો જાન્સેન, કોર્બીન બોશ, પ્રેનેલન સુબ્રાયન, નાન્દ્રે બર્ગર, ઓટ્ટનિલ બાર્ટમેન.





