Ind vs SA 1st Test : પ્રથમ ટેસ્ટ ત્રણ દિવસમાં જ ખતમ, ટીમ ઇન્ડિયાનો ઇનિંગ્સ અને 32 રને પરાજય

India vs South Africa 1st Test : ડીન એલ્ગર 287 બોલમાં 28 ફોર સાથે 185 રન, ભારત બીજી ઇનિંગ્સમાં 131 રનમાં ઓલઆઉટ, દક્ષિણ આફ્રિકાએ બે ટેસ્ટની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી

Written by Ashish Goyal
Updated : December 28, 2023 21:28 IST
Ind vs SA 1st Test : પ્રથમ ટેસ્ટ ત્રણ દિવસમાં જ ખતમ, ટીમ ઇન્ડિયાનો ઇનિંગ્સ અને 32 રને પરાજય
વિકેટની ઉજવણી કરતા દક્ષિણ આફ્રિકાના પ્લેયર્સ (Pics - @ProteasMenCSA)

India vs South Africa 1st Test : ડીન એલ્ગરની સદી (185)પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટમાં ભારત સામે ઇનિંગ્સ અને 32 રને વિજય મેળવ્યો છે. ભારત પ્રથમ ઇનિંગ્સમાં 245 અને બીજી ઇનિંગ્સમાં 131 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગ્સમાં 408 રન બનાવ્યા હતા. પ્રથમ ટેસ્ટ ત્રણ દિવસમાં જ ખતમ થઇ ગઇ છે. ત્રીજા દિવસે 15 વિકેટો પડી હતી. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ બે ટેસ્ટની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. બન્ને વચ્ચે બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી રમાશે.

ત્રીજા દિવસની અપડેટ્સ

-દક્ષિણ આફ્રિકા તરફથી બર્ગરે 4 વિકેટ, માર્કો જાન્સેને 3 અને રબાડાએ 2 વિકેટ ઝડપી.

-વિરાટ કોહલી 82 બોલમાં 12 ફોર 1 સિક્સર સાથે 76 રન બનાવી જાન્સેનની ઓવરમાં કેચ આઉટ થયો.

-મોહમ્મદ સિરાજ 4 રને બર્ગરનો શિકાર બન્યો.

-બુમરાહ 00 રને રન આઉટ થયો.

-શાર્દુલ ઠાકુર 2 રને રબાડાની ઓવરમાં કેચ આઉટ થયો.

-વિરાટ કોહલીએ 61 બોલમાં 8 ફોર 1 સિક્સર સાથે 50 રન પુરા કર્યા.

-અશ્વિન પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના બર્ગરનો શિકાર બન્યો.

-કેએલ રાહુલ 24 બોલમાં 4 રન બનાવી બર્ગરની ઓવરમાં કેચ આઉટ થયો.

-શ્રેયસ ઐયર 6 રને જાન્સેનની ઓવરમાં બોલ્ડ.

-શુભમન ગિલ 26 રને જાન્સેનની ઓવરમાં બોલ્ડ થયો.

-ભારતે 13.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-યશસ્વી જયસ્વાલ 5 રન બનાવી બર્ગરની ઓવરમાં કેચ આઉટ થયો.

-રોહિત શર્મા 8 બોલમાં ખાતું ખોલાયા વિના રબાડાની ઓવરમાં બોલ્ડ થયો.

-ભારત તરફથી બુમરાહે સૌથી વધારે 4 વિકેટ ઝડપી. સિરાજને 2, શાર્દુલ, કૃષ્ણા અને અશ્વિનને 1-1 વિકેટ મળી.

-દક્ષિણ આફ્રિકા 108.4 ઓવરમાં 408 રનમાં ઓલઆઉટ. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 163 રનની લીડ મેળવી.

-માર્કો જેન્સનના 147 બોલમાં 11 ફોર, 1 સિક્સર સાથે અણનમ 84 રન

-બર્ગર 00 રને બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો.

આ પણ વાંચો – પૂર્વ ક્રિકેટરે IPS ઓફિસર બનીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી, ઋષભ પંત પાસેથી 2 વર્ષમાં ઠગી લીધા 1.63 કરોડ

-કાગિસો રબાડા 1 રને રબાડાની ઓવરમાં બોલ્ડ થયો.

-ગેરાલ્ડ કોએત્ઝી 19 રને અશ્વિનનો શિકાર બન્યો.

-ડીન એલ્ગર 287 બોલમાં 28 ફોર સાથે 185 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં કેચ આઉટ થયો.

-માર્કો જેન્સને 87 બોલમાં 7 ફોર સાથે 50 રન ફટકાર્યા.

-દક્ષિણ આફ્રિકાએ 79 ઓવરમાં 300 રન પુરા કર્યા.

-એલ્ગરે 228 બોલમાં 24 ફોર સાથે 150 રન પુરા કર્યા.

-ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે 256 રનથી દિવસની શરૂઆત કરી હતી.

પ્રથમ ટેસ્ટ માટે બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

સાઉથ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોર્જી, ડીન એલ્ગર, એડન માર્કરામ, કાયલ વેરેન (વિકેટકિપર), કીગન પીટરસન, માર્કો જેન્સેન, ડેવિડ બેડિંગહામ, નાન્દ્રે બર્ગર, ગેરાલ્ડ કોએત્ઝી, કાગિસો રબાડા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ