IND vs SA 2nd ODI: દક્ષિણ આફ્રિકાએ બીજી વનડે જીતીને શ્રેણી 1-1 થી બરાબર કરી

IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની બીજી મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આફ્રિકન ટીમે એડન માર્કરામના 110 રનની મદદથી 49.2 ઓવરમાં 4 વિકેટે મેચ જીતી લીધી અને શ્રેણી હવે 1-1 થી બરાબર થઈ ગઈ છે.

Written by Haresh Suthar
Updated : December 03, 2025 22:17 IST
IND vs SA 2nd ODI: દક્ષિણ આફ્રિકાએ બીજી વનડે જીતીને શ્રેણી 1-1 થી બરાબર કરી
IND vs SA 2nd ODI: ભારત વિ દક્ષિણ આફ્રિકા બીજી વન ડે જીતવા રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ તૈયાર છે. (ફોટો ક્રેડિટ સોશિયલ)

IND vs SA 2nd ODI Live: IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની બીજી મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 358 રન બનાવ્યા હતા, જેમાં વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડના બેટમાંથી સદી જોવા મળી. આ પછી આફ્રિકન ટીમે એડન માર્કરામના 110 રનની મદદથી 49.2 ઓવરમાં 4 વિકેટે મેચ જીતી લીધી અને શ્રેણી હવે 1-1 થી બરાબર થઈ ગઈ છે.

રાયપુર સ્ટેડિયમ સંબંધિત મુખ્ય બાબતો

શહીદ વીર નારાયણ સિંઘ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં અત્યાર સુધી એક વન ડે રમાઈ છે. જેમાં ભારતીય ફાસ્ટ બોલરોએ ન્યૂઝીલેન્ડને માત્ર 118 રનના સ્કોર પર ઓલઆઉટ કર્યા હતા. ત્રણ વર્ષની પ્રતિક્ષા બાદ અહીં સ્પર્ધા યોજાવાની છે. આ સ્થળ પર છેલ્લી મેચ 2022 માં યોજાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને કોલકાતાના ઇડન ગાર્ડન્સ પછી તે ભારતનું ત્રીજું સૌથી મોટું મેદાન છે.

IND vs SA વન ડે શ્રેણી: ભારત 1-0 થી આગળ

દક્ષિણ આફ્રિકા ભારતના પ્રવાસે છે. ભારત વિ દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ, વન ડે અને ટી-20 ત્રણેય ફોર્મેટમાં મેચનું આયોજન થયું છે. ભારતને હરાવી દક્ષિણ આફ્રિકા 2-0 થી ટેસ્ટ શ્રેણી જીતી ગયું છે. ત્રણ મેચની વન ડે શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે. જો ભારત બીજી વન ડે જીતી જાય તો આ શ્રેણી જીતી ટેસ્ટની હારનો બદલો લઇ શકે છે. 9મી ડિસેમ્બરથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 શ્રેણી શરુ થશે.

શું વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને અગરકર વચ્ચે મતભેદ છે? BCCI એ હસ્તક્ષેપ કરવો જોઈએ

Read More
Live Updates

બીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાની જીત

દક્ષિણ આફ્રિકાએ બીજી વનડે મેચ જીતીને સિરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે. આફ્રિકી ટીમે 49.2 ઓવરમાં 362 રન બનાવીને આ મેચ જીતી લીધી છે.

દક્ષિણ આફ્રિકાને ત્રીજો ઝટકો

દક્ષિણ આફ્રિકાને ત્રીજો ઝટકો લાગ્યો છે. એડન માર્કરામ 110 રન બનાવીને આઉટ થયો છે. હાલમાં દક્ષિણ આફ્રિકાનો લાઈવ સ્કોર 31.4 ઓવરના અંતે ત્રણ વિકેટ ગુમાવીને 201 રન છે.

દક્ષિણ આફ્રિકાનો લાઈવ સ્કોર, 25 ઓવરના અંતે 153/2

દક્ષિણ આફ્રિકાએ 25 ઓવરમાં 2 વિકેટના નુકસાને 153 રન બનાવી લીધા છે. હવે તેઓને જીતવા માટે 25 ઓવરમાં 206 રનની જરૂર છે ત્યાં જ ટીમ ઈન્ડિયાને જીતવા માટે 8 વિકેટની જરૂર છે.

અર્શદિપ સિંહે ડી કોકને આઉટ કર્યો

ભારતીય બોલર અર્શદિપ સિંહે પોતાની ત્રીજી ઓવર ફેંકતાં છેલ્લા બોલ પર ક્વિંટન ડી કોકને વોશિંગ્ટન સુંદરના હાથમાં કેચ આઉટ કર્યો હતો. ડી કોક 11 બોલમાં 8 રન બનાવી આઉટ થયો છે. દક્ષિણ આફ્રિકાનો સ્કોર 8.3 ઓવરમાં 1 વિકેટ પર 42 રન છે. મારકમ અને બાવુમા હાલ બેટીંગ કરી રહ્યા છે.

હર્ષિત રાણા ધોવાયો, ઓવરમાં 13 રન આપ્યા

અર્શદિપ સિંહ બાદ બીજી ઓવર ફેંકવા આવેલ હર્ષિત રાણા ધોવાયો. એડન મારકમે 3 ચોગ્ગા ફટકારતાં રાણાની ઓવરમાં 13 રન લીધા. 2 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર વિના વિકેટ 18 રન થયો છે.

દક્ષિણ આફ્રિકા સ્કોર: 1 ઓવર, 5 રન

ભારતે આપેલા 359 રનનો ટારગેટ ચેઝ કરવા માટે દક્ષિણ આફ્રિકાની ઓપનિંગ જોડી એડન મારકમ અને ક્વિંટન ડી કોક મેદાનમાં ઉતરી છે. ભારતીય યુવા બોલર અર્શદિપ સિંહ પહેલી ઓવરમાં બોલિંગ નાંખવા આવ્યો હતો. 1 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર વિના વિકેટ 5 રન થયો છે.

ભારતે દક્ષિણ આફ્રિકાને આપ્યો 359 રનનો ટારગેટ

ભારતે પ્રથમ બેટીંગ કરતાં 50 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 358 રન બનાવ્યા છે. ઋતુરાજ ગાયકવાડ 105, વિરાટ કોહલી 102 રન, યશસ્વી જયસ્વાલ 22 રન, રોહિત શર્મા 14 રન, વોશિંગટન સુંદર 1 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે કેએલ રાહુલ 66 રન અને રવિન્દ્ર જાડેજા 24 રન બનાવી અણનમ રહ્યા.

45 ઓવરના અંતે સ્કોર 5 વિકેટ, 317 રન

ભારતનો સ્કોર 45 ઓવરના અંતે 5 વિકેટ પર 317 રન થયો છે. રાહુલ 43 રન પર અને રવિન્દ્ર જાડેજા 10 રન પર રમી રહ્યા છે.

વોશિંગ્ટન સુંદર 1 રને રન આઉટ

વોશિંગ્ટન સુંદર 8 બોલ રમી 1 રન બનાવી રન આઉટ થયો છે. ભારતનો સ્કોર 41 ઓવરના અંતે 5 વિકેટ પર 291 રન છે. કે એલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા બેટીંગ કરી રહ્યા છે.

ભારત વિ. દક્ષિણ આફ્રિકા બીજી વનડે: વિરાટ કોહલી 102 રન બનાવી આઉટ

વિરાટ કોહલીએ બેક ટુ બેક બીજી સદી ફટકારતાં ક્રિકેટ ફેન્સમાં ઉત્સાહની લહેર પ્રસરી છે. જોકે સદી બાદ 102 રનના વ્યક્તિગત સ્કોર પર તે નગીડીની બોલિંગમાં કેચ આઉટ થયો. તેણે 93 બોલમાં 7 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. ભારતનો સ્કોર 39.3 ઓવરમાં 4 વિકેટ પર 284 રન છે.

વિરાટ કોહલીની સતત બીજી સદી

ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ બીજી વન ડે મેચમાં સતત બીજી સદી ફટકારી છે. તેણે 90 બોલમાં 7 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 100 રન પુરા કર્યા. પ્રથમ વન ડે મેચમાં તેણે 122 બોલ 135 રન કર્યા હતા.

ઋતુરાજ ગાયકવાડ 105 રન બનાવી આઉટ

ઋતુરાજ ગાયકવાડ 105 રન બનાવી આઉટ થયો છે. માર્કો જેન્સનની 36મી ઓવરમાં ટોની ડી ઝોર્જીના હાથમાં કેચ થયો. ગાયકવાડે 83 બોલમાં 12 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 105 રન કર્યા. ભારતનો સ્કોર 36 ઓવરમાં 3 વિકેટ પર 257 રન છે. વિરાટ કોહલી 96 રને રમી રહ્યો છે. ગાયકવાડ આઉટ થતાં કે એલ રાહુલ મેદાનમાં આવ્યો છે.

IND vs SA 2nd ODI Live: ઋતુરાજ ગાયકવાડ સદી

ભારતીય બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે દક્ષિણ આફ્રિકા સામે બીજી વન ડે મેચમાં સદી ફટકારી છે. તેણે 77 બોલ રમી 12 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 100 રન પુરા કર્યા. વિરાટ કોહલી પણ સતત બીજી સદી તરફ આગળ વધી રહ્યો છે.

IND vs SA 2nd ODI Live: વિરાટ 64 અને ગાયકવાડ 87 રન પર રમતમાં

દક્ષિણ આફ્રિકા સામેની બીજી વન ડેમાં ભારત મજબૂત સ્થિતિમાં છે. 30 ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટ પર 207 રન છે. વિરાટ કોહલી 64 અને ઋતુરાજ ગાયકવાડ 87 રન પર રમતમાં છે.

IND vs SA 2nd ODI Live: વિરાટ અને ગાયકવાડની ફિફ્ટી

રોહિત અને જયસ્વાલની વિકેટ પડ્યા બાદ વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડે બાજી સંભાળી છે. વિરાટ કોહલી અને ગાયકવાડ બંનેએ ફિફ્ટી કરી છે. ગાયકવાડે 55 બોલમાં 4 ફોર અને 1 સિક્સ સાથે 51 રન જ્યારે વિરાટ 47 બોલમાં 3 ફોર અને 1 સિક્સ સાથે 50 રન પર રમતમાં છે. 25 ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટ પર 158 રન છે.

IND vs SA 2nd ODI Live: ભારત સ્કોર 96 રન 2 વિકેટ, 15 ઓવર

15 ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટ પર 96 રન છે. વિરાટ કોહલી 20 રન પર અને ગાયકવાડ 27 રન સાથે મેદાનમાં છે. વિરાટે 22 બોલમાં 1 ફોર અને 1 સિક્સ જ્યારે ઋતુરાજે 22 બોલમાં 3 ફોર અને 1 સિક્સ ફટકારી છે. દક્ષિણ આફ્રિકાએ 13 વાઇડ બોલ નાંખી 13 રન એકસ્ટ્રા આપ્યા છે.

IND vs SA 2nd ODI Live: ભારત 13 ઓવરના અંતે 2 વિકેટ પર 84 રન

ભારતે ઓપનર જોડી ગુમાવતાં વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડ મેદાનમાં છે. 13 ઓવરના અંતે વિરાટ કોહલી 17 રન પર અને ઋતુરાજ ગાયકવાડ 18 રન બનાવી રમી રહ્યા છે. ભારતનો સ્કોર 2 વિકેટ પર 84 રન છે.

IND vs SA 2nd ODI Live: રોહિત અને યશસ્વી આઉટ

ભારતીય ઓપનર રોહિત અને યશસ્વીએ શરુઆત સારી કરી હતી. જોકે 5મી ઓવરમાં રોહિત 14 રન બનાવી નંદ્રે બર્ગરની બોલિંગમાં કેચ આઉટ થયો. ત્યાર બાદ 10મી ઓવરમાં યશસ્વી જયસ્વાલ પણ 22 રન બનાવી માર્કો યેન્સનની બોલિંગમાં કેચ આઉટ થયો.

IND vs SA 2nd ODI Live: 1લી ઓવરમાં 14 રન

દક્ષિણ આફ્રિકાએ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટ પર 14 રન છે. પહેલી ઓવરમાં યશસ્વી જયસ્વાલે બે ચોગ્ગા ફટકાર્યા છે. પહેલી ઓવરના છ બોલ જયસ્વાલ રમ્યો હતો. પ્રથમ ઓવરમાં એકસ્ટ્રા 6 રન ભારતને મળ્યા છે.

IND vs SA 2nd ODI Live: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી બોલિંગ લીધી

રાયપુર ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વન ડે મેચ શરુ થઇ છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત તરફથી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ બેટીંગ કરવા મેદાનમાં ઉતર્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ