India vs South Africa 2nd Test Score : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસ બોલરોના નામે રહ્યો હતો. પ્રથમ દિવસે કુલ 23 વિકેટો પડી હતી. પ્રથમ દિવસના અંતે દક્ષિણ આફ્રિકાએ 17 ઓવરમાં 3 વિકેટે 62 રન બનાવી લીધા છે. આફ્રિકા હજુ 36 રન પાછળ છે અને તેની 7 વિકેટો બાકી છે. માર્કરામ 36 અને બેડિંગહામ 7 રને રમતમાં છે. આ પહેલા ભારત પ્રથમ દાવમાં 34.5 ઓવરમાં153 રનમાં ઓલઆઉટ થયું હતું. જ્યારે દક્ષિણ આફ્રિકા પ્રથમ ઇનિંગ્સમાં 23.2 ઓવરમાં 55 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. પ્રથમ દાવમાં ભારતને 98 રનની લીડ મળી હતી. પ્રથમ દિવસે ભારતને 10 વિકેટો અને દક્ષિણ આફ્રિકાની 13 વિકેટો પડી હતી.
દક્ષિણ આફ્રિકા બીજી ઇનિંગ્સ
-ભારત તરફથી મુકેશ કુમારે 2 અને બુમરાહે 1 વિકેટ ઝડપી.
-માર્કરામ 36 અને બેડિંગહામ 7 રને રમતમાં છે.
-સ્ટ્રબ્સ 1 રને બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો.
-ટોની જ્યોર્જી 1 રને મુકેશ કુમારનો બીજો શિકાર બન્યો.
-ડીન એલ્ગર 12 રને મુકેશ કુમારની ઓવરમાં કેચ આઉટ થયો.
ભારત ઇનિંગ્સ
-દક્ષિણ આફ્રિકા તરફથી રબાડા, એનગિડી અને બર્ગરે 3-3 વિકેટ ઝડપી.
-ભારત પ્રથમ ઇનિંગ્સમાં 34.5 ઓવરમાં153 રનમાં ઓલઆઉટ. પ્રથમ દાવમાં ભારતને 98 રનની લીડ મળી.
-પ્રસિદ્ધ કૃષ્ણા 00 રને રબાડાની ઓવરમાં કેચ આઉટ થયો.
-મોહમ્મદ સિરાજ 00 રને રન આઉટ.
-વિરાટ કોહલી 59 બોલમાં 6 ફઓર 1 સિક્સર સાથે 46 રન બનાવી રબાડાની ઓવરમાં કેચ આઉટ થયો.
-બુમરાહ ખાતું ખોલાયા વિના એનગિડીનો ત્રીજો શિકાર બન્યો. એનગિડીએ એક ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી.
-રવિન્દ્ર જાડેજા 2 બોલમાં ખાતું ખોલાયા વિના આઉટ થયો.
-કેએલ રાહુલ 33 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી આઉટ.
-ભારતે 32.4 ઓવરમા 150 રન પુરા કર્યા.
-શ્રેયસ ઐયર ખાતું ખોલાયા વિના આઉટ.
-શુભમન ગિલ 55 બોલમાં 5 ફોર સાથે 36 રન બનાવી બર્ગરનો શિકાર બન્યો.
-ભારતે 19.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-રોહિત શર્મા 50 બોલમાં 7 ફોર સાથે 39 રન બનાવી કેચ આઉટ થયો.
-ભારતે 7.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-યશસ્વી જયસ્વાલ 00 રને રબાડાની ઓવરમાં બોલ્ડ થયો.
આ પણ વાંચો – મોહમ્મદ સિરાજનો ઝંઝાવાત, ભારત સામે દક્ષિણ આફ્રિકા ટેસ્ટમાં લોએસ્ટ સ્કોર પર આઉટ
દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ
-ભારત સામે કોઇ ટીમનો આ લોએસ્ટ સ્કોર છે. આ પહેલા ન્યૂઝીલેન્ડનો 62 રન હતો.
-ભારત તરફથી મોહમ્મદ સિરાજે 6 વિકેટ, જ્યારે બુમરાહ, મુકેશ કુમારે 2-2 વિકેટ ઝડપી.
-કાગિસો રબાડા 5 રને મુકેશ કુમારની ઓવરમાં કેચ આઉટ.
-બર્ગર 4 રને બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો.
-દક્ષિણ આફ્રિકાએ 21 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-કેશવ મહારાજ 3 રને મુકેશ કુમારનો શિકાર બન્યો.
-કાયલ વેરેન 1 ફોર સાથે 15 રન બનાવી સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો.
-માર્કો જાન્સેસ 00 રને સિરાજનો પાંચમો શિકાર બન્યો.
-બેડિંગહામ 17 બોલમાં 2 ફોર સાથે 12 રને સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો.
-ટોની જ્યોર્જી 2 રને સિરાજનો શિકાર બન્યો.
-સ્ટબ્સ 3 રને બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો.
-ડીન એલ્ગર 4 રને સિરાજની ઓવરમાં બોલ્ડ થયો.
-એડન માર્કરામ 2 રને સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો.
-દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
બીજી ટેસ્ટ માટે બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, મુકેશ કુમાર.
સાઉથ આફ્રિકા: ટોની ડી જોર્જી, ડીન એલ્ગર (કેપ્ટન), એડન માર્કરામ, ટ્રિસ્ટન સ્ટ્રબ્સ, કાયલ વેરેન (વિકેટકિપર), માર્કો જેન્સેન, ડેવિડ બેડિંગહામ, કેશવ મહારાજ, નાન્દ્રે બર્ગર, કાગિસો રબાડા, લુંગી એનગિડી.





