scorecardresearch

India vs Sri Lanka T-20 : ભારતે 2-1થી T20 સિરીઝ જીતી, શ્રીલંકાની 91 રને હાર, અક્ષર પટેલ પ્લેયર ઓફ ધ સિરીઝ

India vs Sri Lanka 3rd T20 Cricket Match 2023 : ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી20 મેચ ગુજરાતના સરાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ, જેમાં ભારત જીતની નજીક

India vs Sri Lanka T-20 : ભારતે 2-1થી T20 સિરીઝ જીતી, શ્રીલંકાની 91 રને હાર, અક્ષર પટેલ પ્લેયર ઓફ ધ સિરીઝ
ભારતે ત્રીજી ટી20 સિરીઝમાં શ્રીલંકાને 91 રને હરાવ્યું

India vs Sri Lanka 3rd T20 Cricket Match 2023: ભારત અને શ્રીલંકા વચ્ચેની 3 મેચની ટી20 સિરીઝમાં ભારતની 91 રને જીત થઈ છે. આ સાથે ભારતે 2-1થી સિરીઝ પર કબજો કરી લીધો છે. ત્રીજી T20 મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. શ્રીલંકા 16.4 ઓવરમાં 137માં જ ઓલઆઉટ થઈ ગઈ. જ્યારે, ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 228 રન બનાવ્યા હતા.

સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 112 રન અને અક્ષર પટેલે 9 બોલમાં 21 રન બનાવ્યા બાદ અણનમ રહ્યા હતા. આ પહેલા હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારત આ મેચમાં કોઈ ફેરફાર કર્યા વગર ઉતર્યું છે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ કહ્યું કે, તેમણે પણ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હોત. શ્રીલંકા ટીમમાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભાનુકા રાજપક્ષના સ્થાને અવિશકા ફર્નાન્ડો આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ત્રણ T20 મેચોની આ સિરીઝ હવે 1-1 થી બરાબર છે. ભારતીય ક્રિકેટ ટીમે મુંબઈમાં રમાયેલી પ્રથમ T20 મેચ 2 રને જીતી હતી, જ્યારે શ્રીલંકાએ પુણેમાં ભારતીય ક્રિકેટ ટીમને 16 રને હરાવ્યું હતું.

પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની સિરીઝમાં અક્ષર પટેલનું શાનદાર પ્રદર્શન રહ્યું, જેને બદલે તેને પ્લેયર ઓફ ધ સિરીજ તરીકો ખિતાબ મળ્યો તો, ત્રીજી ટી20 મેચમાં સૂર્યકુમાર યાદવે 112 રન બનાવી ભારતી જીત આસાન બનાવી દેતા તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામા આવ્યો.

ભારત – કોણે કેટલા રન બનાવ્યા

ઈશાન કિશન – 2 બોલમાં 1 રન બનાવી આઉટ થયો હતો
શુભમન ગીલ – 36 બોલમાં 46 રન બનાવી આઉટ થયો હતો
ત્રિપાઠી – 16 બોલમાં 35 રન બનાવી આઉટ થયો હતો
સૂર્યકુમાર યાદવ – 51 બોલમાં 112 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો
હાર્દિક પંડ્યા 4 બોલમાં 4 રન બનાવી આઉટ થયો હતો
દિપક હુડા 4 બોલમાં 2 રન બનાવી આઉટ થઈ ગયો હતો
અક્ષર પટેલ – 9 બોલમાં 21 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો

શ્રીલંકા – કોણે કેટલી વિકેટ લીધી

દિલશાન – 4 ઓવરમાં 55 રન આપી 2 વિકેટ લીધી
રજીથા – 4 ઓવરમાં 1 વિકેટ લેવામાં સફળ રહ્યો
એમ. થિક્સાના – પણ 4 ઓવરમાં એક પણ વિકેટ ન લઈ શક્યો
સી. કરૂણારત્ન – 4 ઓવરમાં 1 વિકેટ લેવામાં સફળ રહ્યો
ડબલ્યુ – હસરંગા – 4 ઓવરમાં 1 વિકેટ લેવામાં સફળ રહ્યો

શ્રીલંકા – કોણે કેટલા રન બનાવ્યા

પથુમ નિશાન્કા – 17 બોલમાં 15 રન બનાવી આઉટ
કુશાલ મેન્ડિસ – 15 બોલમાં 23 રન બનાવી આઉટ
અવિશ્કા ફર્નાન્ડો – 3 બોલમાં 1 રન બનાવી આઉટ
ધનંજય ડીસિલ્વા – 14 બોલમાં 22 રન બનાવી આઉટ
ચારિથ અસલંકા – 14 બોલમાં 19 રન બનાવી આઉટ
દાશુન શાનાકા – 17 બોલમાં 23 રન બનાવી આઉટ
વાનિન્દુ હસરંગા – 8 બોલમાં 9 રન બનાવી આઉટ
ચામિકા કરુણારત્ન – 2 બોલમાં એક પણ રન બનાવ્યા વગર આઉટ થયો
મહિસ થિક્શાના – 5 બોલમાં 2 રન બનાવી આઉટ
કશુન રજીથા – 4 બોલમાં 9 રન બનાવી નોટ આઉટ રહ્યો
દિલશાન મદુશન્કા – 02 બોલમાં 1 રન બનાવી આઉટ

ભારત – કોણે કેટલી વિકેટ લીધી

હાર્દિક પંડ્યા – 4 ઓવરમાં 30 રન આપી 2 વિકેટ લીધી
અર્શદિપ સિંગ – 2.4 ઓવરમાં 20 રન આપી 3 વિકેટ લીધી
શિવમ માવી – 1 ઓવરમાં 6 રન આપ્યા, તેણે એક પણ વિકેટ નથી લીધી
અક્ષર પટેલ – 3 ઓવરમાં 19 રન આપી 1 વિકેટ લીધી
ઉરમાન મલિક – 3 ઓવરમાં 31 રન આપી 2 વિકેટ લીધી
યજુવેન્દ્ર ચહલ – 3 ઓવરમાં 30 રન આપી 2 વિકેટ લીધી

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા સામેની બીજી T20 મેચમાં યુવા ઝડપી બોલરોનું ખરાબ પ્રદર્શન ભારતની હારનું મુખ્ય કારણ હતું. જો કે, ઉમરાન મલિક અને શિવમ માવી જાણે છે કે તેઓએ આમાંથી ઘણું શીખવાનું છે. શ્રીલંકાના બેટ્સમેનોએ તેની નબળી લાઇન અને લેન્થનો ફાયદો ઉઠાવ્યો હતો. ઈજામાંથી સાજા થઈને ટીમમાં પરત ફરેલા ડાબા હાથના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પોતાની બે ઓવરમાં પાંચ નો-બોલ ફેંક્યા હતા. તેની પ્રથમ ઓવરમાં બોલ ત્રણ વખત ક્રિઝની બહાર ગયો હતો અને T20માં નો બોલની હેટ્રિક મારનાર પ્રથમ ભારતીય બોલર બન્યો હતો.

પ્રથમ મેચમાં પ્રભાવશાળી ડેબ્યૂ કરનાર શિવમ માવી અને અર્શદીપ સિંહ બંનેએ ઘણા નો-બોલ ફેંક્યા હતા. આવી સ્થિતિમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ સ્પિનરો પર નિર્ભર રહેવું પડ્યું હતું. જો કે, માત્ર એક મેચમાં ખરાબ પ્રદર્શન ખેલાડીઓના મનોબળ પર કોઈ અસર નહીં કરે, કારણ કે તેમને હજુ અનુભવની જરૂર છે.

Web Title: India vs sri lanka 3rd t20 cricket match 2023 in rajkot live score updates