IND vs USA T20 World Cup Live: ભારત વિ યુએસએ વચ્ચે આજે સુપર 8 માટે ટક્કર, વરસાદ અને લાઇવ સ્ટ્રીમિંગ અપડેટ

T20 World Cup 2024 India vs USA Match Live Streaming: ભારત વિ યુએસએ વચ્ચે આજે અમેરિકામાં ટી20 વર્લ્ડ કપ 2024 માટે જંગ ખેલાશે. Nassau Stadium ખાતે રમાનાર આ મેચ પૂર્વે વરસાદ થવાની સંભાવના છે. જાણો પીચ રિપોર્ટ અને Live Streaming ક્યાં જોઇ શકશો એ વિગત.

Written by Haresh Suthar
Updated : June 12, 2024 13:23 IST
IND vs USA T20 World Cup Live: ભારત વિ યુએસએ વચ્ચે આજે સુપર 8 માટે ટક્કર, વરસાદ અને લાઇવ સ્ટ્રીમિંગ અપડેટ
IND vs USA T202 World Cup 2024: ભારત વિ અમેરિકા વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2024 સુપર 8 માટે ખરાખરીનો જંગ

ભારત અને અમેરિકા વચ્ચે આજે ટી20 વિશ્વ કપ 204 માટે બુધવારે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિટમ ખાતે મેચ રમાશે. ભારતીય સમય અનુસાર રાતે 8 વાગે મેચ શરુ થશે. ડિઝની હોટ સ્ટાર અને ડીડી સ્પોર્ટ્સ પર તમે આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકશે. ભારત વિ અમેરિકા વચ્ચેની આ મેચ પૂર્વે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, મેચ શરુ થવાના ચારેક કલાક પહેલા વરસાદ પડી શકે છે.

ભારત વિ પાકિસ્તાન મેચમાં ભારે રસાકસી બાદ ભારત 6 રનથી મેચ જીતી ગયું હતું. ટી 20 વર્લ્ડ કપ 2024 ગ્રુપ એમાં ભારત અત્યાર સુધી 2 મેચ રમ્યું છે અને બંને મેચ જીત્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ) પણ ગ્રુપ એ માં 2 મેચ રમ્યું છે અને બંને મેચ જીત્યું છે. યુએસએ પાકિસ્તાન સામે પણ મેચ જીત્યું હતું. ગ્રુપ એમાં હાલમાં ટોચ પર રહેલી ભારત અને યુએસએ વચ્ચે આજે ભારે ટક્કર છે.

રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા હાલ મજબૂત સ્થિતિમાં છે. ઇન ફોર્મ ચાલી રહેલ ટીમ ઇન્ડિયા 2 મેચ જીતી 4 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે. આજે અમેરિકાને હરાવીને ભારત સુપર 8 માટે પોતાનું સ્થાન પાક્કુ કરી શકે એમ છે. ભારત પાસે જસપ્રીત બુમરાહ ઘાતક હથિયાર સમાન છે જે યુએસએ ખેલાડી સામે ધાર્યું નિશાન પાર પાડી શકે એમ છે.

ટી20 વર્લ્ડ કપ 2024 પોઇન્ટ ટેબલ જાણો

ભારત સામે યુએસએ ટીમ પણ એટલી જ મજબૂત છે. યુએસએ ટીમની વાત કરીએ તો એ પણ ગ્રુપ એમાં 2 મેચ રમી 4 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ભારત પછી બીજા સ્થાને છે. ભારત સહિત એશિયાના ખેલાડી સાથે યુએસએ ટીમ મજબૂત છે. ભારતને હરાવી યુએસએ પણ સુપર 8 માટે પોતાનું સ્થાન પાક્કુ કરવા માટે પ્રબળ દાવેદાર છે.

ભારત વિ અમેરિકા નાસાઉ સ્ટેડિયમ પીચ રિપોર્ટ

ભારત વિ યુએસએ મેચ ન્યૂયોર્ક સ્થિત નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાવાની છે. ટી20 વર્લ્ડ કપ 2024 સિઝનમાં અત્યાર સુધી આ પીચ ઘણે અંશે અસમાન રહી છે. આ પીચ પર બેટીંગ કરવી અઘરી છે. પીચ પર બોલના ઉછાળ અને ગતિમાં અસમાન ફેરફાર જોવા મળતાં આ પીચ બેટ્સમેનો માટે કપરી પરીક્ષા કરે એમ છે. આ પીચ લો સ્કોર કરાવે છે.

IND vs USA મેચ ન્યૂયોર્ક નાસાઉ હવામાન

ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટીમાં 12 જૂને મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્શિયસ અને લઘુતમ તાપમાન 13 ડિગ્રી રહેવાની સંભાવના છે. સાથોસાથ મેચ પૂર્વે અહીં વરસાદ થવાની પણ સંભાવના જોવાઇ રહી છે. જો વરસાદ થાય તો પીચ પર વધુ અસમાનતાની શક્યતાઓ છે.

INDIA vs UNITED STATES TEAM SQUADS : ભારત વિ અમેરિકા ટીમ સ્ક્વોડ

ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટ કિપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યુજવેન્દ્ર ચહલ, સંજૂ સૈમસન, કુલદીપ યાદવ અને યશસ્વી જયસ્વાલ

અમેરિકા ટીમ : મોનાર્ક પટેલ (કેપ્ટન, વિકેટ કિપર), સ્ટીવન ટેલર, એન્ડ્રીઢ ગૌસ, એરોન જોન્સ, નિતીશ કુમાર, કોરી એન્ડરસન, હરમીત સિંહ, જસદીપ સિંહ, મોસ્તુશ કેંજીંગ, સૌરભ નેત્રવલકર, અલી ખાન, નિસર્ગ પટેલ, શાયન જહાંગીર, મિલિંદ કુમાર, શૈડલી વેન શલ્કવિક

Read More

ICC Men's T20 World Cup, 2024Nassau County International Cricket Stadium, New York

Match Ended

USA 110/8 (20.0)

vs

India 111/3 (18.2)

Match Ended ( Match 25 )

India beat USA by 7 wickets

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ