india vs west indies 1st t20 2023 live score: ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં બહુ જ શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20 મેચો 3 ઓગસ્ટ, ગુરુવારે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાય હતી. આ મેચમાં ભારતને માત્ર 4 રનથી હરાવી વેસ્ટ ઈન્ડિઝે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ જીત સાથે યજમાન ટીમે સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી અને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-1થી જીત મેળવી હતી.
આ પણ વાંચો | વિરાટ કોહલી સાથે રણજી ટ્રોફી રમનાર પુનીત બિષ્ટે સંન્યાસ લીધો; કહ્યું – હવે ક્રિકેટમાં હાંસલ કરવા કંઇ બચ્યું નથી
ટીમ ઇન્ડિયા 150 રન પણ બનાવી શકી નહીં
આજની મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઇન્ડિઝે 6 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા. આટલા ઓછા સ્કોર વચ્ચે પણ ટીમ ઇન્ડિયા મેચ જીતવામાં નિષ્ફળ રહી હતી. ટીમ ઇન્ડિયાની શરૂઆત જ બહુ નિરાશાજનક રહી હતી. 150 રનના ટાર્ગેટ સામે ટીમ ઇન્ડિયા 9 વિકેટમાં માત્ર 145 રન બનાવી શકી હતી. ટીમ ઇન્ડિયા તરફથી ગિલે 3, ઇશાને 6, સૂર્યકુમાર યાદવે 21, તિલક વર્માએ 39, હાર્દિક પંડ્યાએ 19, સંજૂ સેમસને 12 અને અક્ષર પટેલે 13 રન બનાવ્યા હતા.





