India vs West Indies 1st Test : કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ અને જાડેજાની સદી, ભારત જંગી સ્કોર ભણી

Ind vs WI Cricket Score | India vs West Indies 1st Test Day 2 Updates: કેએલ રાહુલ (100), ધ્રુવ જુરેલ (125) અને રવિન્દ્ર જાડેજાની (104 અણનમ) સદી. ભારતે બીજા દિવસના અંતે 286 રનની લીડ મેળવી

Written by Ankit Patel
Updated : October 03, 2025 17:02 IST
India vs West Indies 1st Test  : કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ અને જાડેજાની સદી, ભારત જંગી સ્કોર ભણી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ મેચ - photo- jansatta

IND vs WI 1st Test Day 2 Cricket Score, India vs West Indies 1st Test Live Score: કેએલ રાહુલ (100), ધ્રુવ જુરેલ (125) અને રવિન્દ્ર જાડેજાની (104 અણનમ) સદીની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે પકડ મજબૂત બનાવી લીધી છે. વેસ્ટ ઇન્ડીઝના 162 રનના જવાબમાં ભારતે બીજા દિવસના અંતે 128 ઓવરમાં 5 વિકેટે 448 રન બનાવી લીધા છે. ભારતે 286 રનની લીડ મેળવી લીધી છે અને હજુ તેની 5 વિકેટો બાકી છે. દિવસના અંતે રવિન્દ્ર જાડેજા 104 અને વોશિંગ્ટન સુંદર 9 રને રમતમાં છે.

Read More
Live Updates

Ind vs WI Live Score : બીજા દિવસના અંતે ભારતના 5 વિકેટે 448 રન

કેએલ રાહુલ (100), ધ્રુવ જુરેલ (125) અને રવિન્દ્ર જાડેજાની (104 અણનમ) સદીની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે પકડ મજબૂત બનાવી લીધી છે. વેસ્ટ ઇન્ડીઝના 162 રનના જવાબમાં ભારતે બીજા દિવસના અંતે 128 ઓવરમાં 5 વિકેટે 448 રન બનાવી લીધા છે. ભારતે 286 રનની લીડ મેળવી લીધી છે અને હજુ તેની 5 વિકેટો બાકી છે. દિવસના અંતે રવિન્દ્ર જાડેજા 104 અને વોશિંગ્ટન સુંદર 9 રને રમતમાં છે.

Ind vs WI Live Score : ધ્રુવ જુરેલ 125 રને આઉટ

ધ્રુવ જુરેલ 210 બોલમાં 15 ફોર અને 3 સિક્સર સાથે 125 રને પિરેનો શિકાર બન્યો. ભારતે 424 રને પાંચમી વિકેટ ગુમાવી.

Ind vs WI Live Score : જાડેજાની સદી

રવિન્દ્ર જાડેજાએ 168 બોલમાં 6 ફોર અને 5 સિક્સર સાથે સદી ફટકારી.

Ind vs WI Live Score : ધ્રુવ જુરેલની સદી

ધ્રુવ જુરેલે 190 બોલમાં 12 ફોર અને 2 સિક્સર સાથે સદી ફટકારી. ધ્રુવે કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે.

Ind vs WI Live Score : ભારતના 300રન પુરા થયા

ભારતીય ટીમે 87 ઓવરમાં 300 રન પૂરા કર્યા છે. ઘ્રુવ જુરેલ શાનદાર બેટિંગ કરી રહ્યો છે 60 રન બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજા પણ 32 રન પર ક્રીઝ પર છે. ભારતની કુલ બઢત 138 રનનીથઈ ચુકી છે.

1લી ટેસ્ટ 1લું સેશન - ભારત સ્કોર 4 વિકેટ 219 રન

ભારત વિ. વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની અમદાવાદ ખાતે રમાઇ રહેલી 1લી ટેસ્ટમાં બીજા દિવસના પહેલા સેશનના અંતે ભારતનો સ્કોર 4 વિકેટ પર 219 રન છે. ધ્રુવ ઝુરેલ 14 રન અને રવિન્દ્ર જાડેજા 1 રન બનાવી રમતમાં છે. જ્યારે કે.એલ રાહુલ 100, શુભમન ગીલ 50, યશસ્વી જયસ્વાલ 36 અને સુદર્શન 7 રન બનાવી આઉટ થયા છે.

ભારત વિ. વેસ્ટ ઇન્ડિઝ 1લી ટેસ્ટ: રાહુલ 100 રન બનાવી આઉટ

1લી ટેસ્ટ મેચના બીજા દિવસની રમતમાં શાનદાર બેટીંગ કરતાં કે એલ રાહુલે સદી ફટકારી છે. જોકે તે 100 રન બનાવી જોમલ વેરિકનની બોલિંગમાં જસ્ટિનના હાથમાં કેચ પકડાયો હતો. રાહલે 197 બોલમાં 12 ચોગ્ગા સાથે 100 રન કર્યા. જ્યારે શુભમન ગીલ 50 રન બનાવી આઉટ થયો હતો.

Ind vs WI Live Score : કેવું રહેશે અમદાવાદમાં હવામાન?

અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલા દિવસે વરસાદના કારણે 22 મિનિટ સુધી મેચ સ્થગિત કરવામાં આવી હતી. જોકે, આજે બીજા દિવસે મોસમની વાત કરીએ વાદળો છવાયેલા રહેશે. જોકે, પહેલા દિવસની તુલનાએ બીજા દિવસ વરસાદની શક્યતાઓ એકદમ ઓછી વર્તાઈ રહી છે. એટલે કે 90 ઓવરો રમાઈ શકે છે.

Ind vs WI Live Score : ભારતના બોલરોએ પ્રથમ દિવસે શાનદાર પ્રદર્શન

ભારતના બોલરોએ પ્રથમ દિવસે શાનદાર પ્રદર્શન કર્યું. મોહમ્મદ સિરાજે ચાર અને જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ લીધી. કેએલ રાહુલે બેટિંગમાં પોતાનું પ્રભાવશાળી ફોર્મ ચાલુ રાખ્યું, પોતાની 20મી ટેસ્ટ અડધી સદી ફટકારી.

Ind vs WI Live Score : ભારત વિ. વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ, બીજા દિવસે શદી ફટકારવા પર રહેશે રાહુલની નજર

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ગુરુવારથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. શ્રેણીની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. મેચના પહેલા દિવસે વેસ્ટ ઇન્ડીઝ 162 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, જ્યારે ભારતીય ટીમે દિવસના અંત સુધીમાં બે વિકેટ ગુમાવીને 121 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ (53) અને કેપ્ટન શુભમન ગિલ (18) ક્રીઝ પર છે અને બીજા દિવસે ભારતની ઇનિંગની શરૂઆત કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ