યશસ્વી જયસ્વાલ પિતાને વીડિયો કોલ કરી રડી પડ્યો હતો, પૂછ્યો ફક્ત આ સવાલ

Yashasvi Jaiswal : પાણીપુરી વેચવાથી લઈને ક્રિકેટની પીચ સુધીની સફર ખેડનાર યશસ્વીએ કારકિર્દીની ડેબ્યૂ ટેસ્ટમાં જ 171 રન ફટકાર્યા. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 20 જુલાઈથી બીજી ટેસ્ટ મેચ રમાશે

Written by Ashish Goyal
Updated : November 28, 2023 14:03 IST
યશસ્વી જયસ્વાલ પિતાને વીડિયો કોલ કરી રડી પડ્યો હતો, પૂછ્યો ફક્ત આ સવાલ
યશસ્વી જયસ્વાલે કારકિર્દીની ડેબ્યૂ ટેસ્ટમાં જ 171 રન ફટકાર્યા (તસવીર - યશસ્વી જયસ્વાલ ટ્વિટર)

India vs West Indies Test : ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં એવા ઘણા ક્રિકેટરો રહ્યા છે જેમણે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો અને પછી ભારતીય ટીમમાં સ્થાન બનાવવામાં સફળતા મેળવી છે. આ યાદીમાં વધુ એક નામ જોડાઇ ગયું છે અને તે યશસ્વી જયસ્વાલ છે. તેના જીવનની કહાની પણ એવી જ છે. સખત મહેનત અને ક્રિકેટ પ્રત્યેના લગાવને કારણે તે હવે ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો બની ગયો છે અને તેણે વેસ્ટ ઈન્ડીઝ સામેની ટેસ્ટમાં ડ્રીમ ડેબ્યુ કર્યું હતુ. પાણીપુરી વેચવાથી લઈને ક્રિકેટની પીચ સુધીની સફર ખેડનાર યશસ્વીએ કારકિર્દીની ડેબ્યૂ ટેસ્ટમાં જ 171 રન ફટકાર્યા હતા. યશસ્વીની આ ઇનિંગ્સ એટલા માટે પણ વધુ મહત્વની છે કારણ કે તેણે મુશ્કેલ પીચ પર આ કમાલ કરી બતાવી હતી.

સવારે 4.30 વાગ્યે પિતાને વીડિયો કોલ કરી યશસ્વી જયસ્વાલ રડી પડ્યો

યશસ્વી જયસ્વાલના પિતા ભૂપેન્દ્ર જયસ્વાલે એચટીને જણાવ્યું હતું કે ડોમિનિકા ટેસ્ટ મેચના બીજા દિવસે જ્યારે તેણે પોતાની સદી પૂરી કરી હતી, ત્યારે તેણે સવારે 4.30 વાગ્યે વીડિયો કોલ કર્યો હતો. આ પછી તે પોતાની જાતને રોકી ન શક્યો અને રડી પડ્યો હતો. સાથે હું પણ રડી રહ્યો હતો. તે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી. તે ખૂબ જ થાકેલો હતો અને લાંબા સમય સુધી મારી સાથે વાત કરી શક્યો નહીં. તેણે મને ફક્ત એટલું જ પૂછ્યું કે પિતાજી તમે ખુશ છો? યશસ્વીના પિતા બદોહી (યુપી)માં એક નાનકડી પેઇન્ટ શોપ ધરાવે છે.

આ પણ વાંચો – યશસ્વી જયસ્વાલ ડેબ્યૂ ટેસ્ટમાં બેવડી ચુક્યો, પણ વિદેશી ધરતી પર બનાવ્યો મોટો રેકોર્ડ

ડેબ્યૂ ટેસ્ટ મેચમાં ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનાર ચોથો સૌથી યુવા પ્લેયર બન્યો

ઉલ્લેખનીય છે કે ભારત તરફથી ડેબ્યૂ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનારો શિખર ધવન અને રોહિત શર્મા બાદ યશસ્વી જયસ્વાલ ત્રીજો ખેવાડી બન્યો છે. ડેબ્યૂ ટેસ્ટ મેચમાં ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનાર ચોથો સૌથી યુવા પ્લેયર પણ બન્યો છે. આ ઉપરાંત યશસ્વી જયસ્વાલે રોહિત શર્મા સાથે પ્રથમ ટેસ્ટ મેચમાં 221 રનની ભાગીદારી કરી હતી, જ્યારે વિરાટ કોહલી સાથે પણ શતકીય ભાગીદારી કરી ટીમના સ્કોરને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યો હતો.

આ સાથે જ તે ટેસ્ટ ડેબ્યૂમાં ભારત તરફથી સૌથી વધુ બોલ રમનાર ખેલાડી બની ગયો છે. યશસ્વીને તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 20 જુલાઈથી બીજી ટેસ્ટ મેચ રમાશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ