IND vs WI 2nd Test Day 4 Cricket Score, India vs West Indies 2nd Test Score : બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ જીતથી 58 રન દૂર છે. બીજા દાવમાં વેસ્ટ ઇન્ડીઝ 118.5 ઓવરમાં 390 રનમાં ઓલઆઉટ થતા ભારતને જીતવા માટે 121 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ચોથા દિવસના અંતે ભારતે 18 ઓવરમાં 1 વિકેટે 63 રન બનાવી લીધા છે. દિવસના અંતે કેએલ રાહુલ 25 અને સાઇ સુદર્શન 30 રને રમતમાં છે. પાંચમાં અને અંતિમ દિવસે ભારત જીતથી 58 રન દૂર છે અને વેસ્ટ ઇન્ડીઝને જીત માટે 9 વિકેટની જરુર છે.
બીજા દાવમાં વેસ્ટ ઇન્ડીઝ 390 રનમાં ઓલઆઉટ
બીજી ટેસ્ટના બીજા દાવમાં વેસ્ટ ઇન્ડીઝ 118.5 ઓવરમાં 390 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ભારતને જીતવા માટે 121 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ તરફથી જોન કેમ્પબેલ (115) અને શાઇ હોપે (103) સદી ફટકારી હતી. ભારત તરફથી કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહે સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી હતી. સિરાજને 2 વિકેટ, જ્યારે જાડેજા અને વોશિંગ્ટન સુંદરને 1 વિકેટ મળી હતી.