India Womens World Cup Champion Deepti Sharma Journey : આગ્રાના તાજમહેલથી લગભગ નવ કિલોમીટર દૂર શાહગંજમાં અવધપુરી કોલોની આવેલી છે. આ કોલોનીમાં પહોંચતાની સાથે જ તમને ગેટની ઉપર તમને લખેલું જોવા મળશે કે – અર્જુન એવોર્ડ ક્રિકેટર દીપ્તિ શર્મા માર્ગ: સર્વજન વિકાસ સમિતિ અવધપુરી તમારું હાર્દિક સ્વાગત કરે છે.
અહીં જ ભારતની લેજન્ડરી ઓલરાઉન્ડર દીપ્તિ શર્માનો ઉછેર થયો છે, જેણે રવિવારે (2 નવેમ્બર) ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહી હતી. ભારતીય ટીમમાં દીપ્તિ શર્માની સફર આસાન રહી નથી. તેના પરિવારને સંબંધીઓ અને પડોશીઓ તરફથી ઘણા ટોણા સાંભળવા મળ્યા હતા.
દીપ્તિના ભાઈ સુમિતે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આ તે જગ્યા છે જ્યાં અમે બધા મોટા થયા છીએ. પરંતુ દીપ્તિને અર્જુન એવોર્ડ મળ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે અમારે ઘરની આસપાસના રસ્તાઓ ઠીક કરવા પડશે, પહેલા તે એટલા સારા ન હતા તે દીપ્તિ શર્મા માર્ગ બની ગયો. ત્યારે કોલોનીએ નક્કી કર્યું કે આ અમારા માટે ખૂબ જ સન્માનની વાત છે, તેથી અમે આ કોલોનીનું નામ દીપ્તિના નામ પર રાખીશું.
સુમિત શર્મા કહે છે કે તે હવે અમારા માટે ગર્વની વાત છે. અહીંના લોકો હવે તેનો ઉપયોગ એક લેન્ડમાર્ક તરીકે કરે છે. કહે છે કે તમે ક્યાં રહો છો? અમે અવધપુરીમાં રહીએ છીએ. જ્યાં દિપ્તી શર્મા રહે છે? ઓહ, અમારું ઘર તેમના ઘરથી ચોથું ઘર છે, વગેરે વગેરે. આ બધા માટે એક લેન્ડમાર્ક છે.

દીપ્તિ શર્માની ક્રિકેટર બનવાની સફર થ્રો થી શરૂ થઈ હતી
દિપ્તિએ બોલ અને બેટ ઉપરાંત ફિલ્ડિંગથી પણ ભારતને ચેમ્પિયન બનવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાન સામેની મેચમાં તેણે મુનીબા અલીને રનઆઉટ કરી હતી. આ રન આઉટની ખૂબ ચર્ચા થઈ હતી. યોગાનુયોગે દીપ્તિની ક્રિકેટ સફર આવા જ એક થ્રો થી શરુ થઈ હતી. એક દિવસ જ્યારે તે તેના ભાઈને ટ્રેનિંગ આપતી જોઈ રહી હતી, જ્યારે બોલ તેની તરફ આવ્યો ત્યારે તેણે તેને ઉપાડ્યો અને થ્રો કર્યો હતો. તેના પર તરત જ એકલવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ટ્રેનિંગ લઈ રહેલી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હેમલતા કાલાનું ધ્યાન ગયું હતું.
આ પણ વાંચો – મહિલા વર્લ્ડ કપ 2025 પ્રાઇઝ મની : ચેમ્પિયન બનનાર ટીમ પર પૈસાનો વરસાદ, રનર્સ અપ પણ માલામાલ
દિપ્તી ક્યારે આવી રહી છે? અમારે તેની સાથે ફોટો પડાવવો છે
ભારતીય રેલવેમાંથી નિવૃત્ત થયેલા દીપ્તિના પિતા ભગવાન શર્મા કહે છે કે, દીપ્તિ તેને જોઇને ક્રિકેટ રમી હતી, સુમિત ઉત્તર પ્રદેશમાં એજ ગ્રુપ લેવલ ક્રિકેટ રમી ચૂક્યો છે. તે સમયે દીપ્તિ લગભગ 8 વર્ષની હતી, જ્યારે તે તેની સાથે સ્ટેડિયમમાં જવા લાગી હતી. અમારા પડોશીઓ અને અમારા સંબંધીઓ કહેતા હતા કે તમે આવી છોકરીને ક્યાં મોકલો છો? તેને ડોક્ટર કે એન્જિનિયર બનવાનું છે, તેને અભ્યાસ કરવાનો છે, તે પુરુષોની રમત છે. અમે ક્યારેય આવી બાબતો પર ધ્યાન આપ્યું નથી. આજે તેઓ પૂછે છે કે દિપ્તી ક્યારે આવે છે? અમારે તેની સાથે ફોટો પડાવવો છે.





