Asian Games 2023 : એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની જાહેરાત, ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન, રિંકૂ સિંહ સહિત આ ખેલાડીઓને ટીમમાં મળી જગ્યા

Indian Cricket team for Asian Games 2023 : 19માં એશિયન ગેમ્સ 2023માં ક્રિકેટ પ્રતિયોગિતાનું આયોજન 28 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે. જે ટી 20 ફોરમેટમાં રમાશે. 15 સભ્યોની કોર ટીમ ઉપરાંત પાંચ ખેલાડીઓને સ્ટેન્ડબાય રખાયા છે.

Written by Ankit Patel
July 15, 2023 10:59 IST
Asian Games 2023 : એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની જાહેરાત, ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન, રિંકૂ સિંહ સહિત આ ખેલાડીઓને ટીમમાં મળી જગ્યા
ઋતુરાજ ગાયકવાડ ફાઇલ તસવીર

Team India for Asian Games 2023 : એશિયન ગેમ્સ 2023 માટે ભારતીય ક્રિકેટ કંટ્રેલ બોર્ડે 15 સભ્યોની ભારતીય પુરુષ ટીમ અને મહિલાની જાહેરાત કરી છે. પુરુષ ટીમની કેપ્ટન તરીકે ઋતુરાજ ગાયકવાડને પસંદ કરવામાં આવ્યો છે. આ ટીમમાં અનેક યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે જેમ કે રિંકૂ સિંહ, તિલક વર્મા, યશસ્વી જયસ્વાલનો સમાવેશ થાય છે.

19માં એશિયન ગેમ્સ 2023માં ક્રિકેટ પ્રતિયોગિતાનું આયોજન 28 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે. જે ટી 20 ફોરમેટમાં રમાશે. 15 સભ્યોની કોર ટીમ ઉપરાંત પાંચ ખેલાડીઓને સ્ટેન્ડબાય રખાયા છે.

રિંકૂ સિંહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો

આઇપીએસ 2023માં કેકેઆર માટે શાનદાર પ્રદર્શન કરનાર રિંકૂ સિંહને આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટી20માં જગ્યા બનાવી છે. આ ઉપરાંત ચેન્નઇ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર શિવમ દૂબેએ પણ આ ટીમમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. ફાસ્ટ બોલર મુકેશ કુમાર પણ આ ટીમમાં સામેલ છે. આઈપીએલ 2023માં મુંબઈ ઇન્ડિયન્સ માટે સારું પ્રદર્શન કરનાર તિલક વર્મા પણ ટીમનો ભાગ છે.

આ ટીમમાં વોશિંગટન સુંદર, શાહબાઝ અહમદ, સ્પિનર રવિ બિશ્નોઈ, ફાસ્ટ બોલર ઓવેશ ખાન અને અર્શદીપ સિંહએ જગ્યા બનાવી છે. ટીમમાં બે વિકેટકીપરને પસંદ કરવામાં આવ્યા છે. જેમાં જિતેશ શર્મા અને પ્રભસિમરન સિંહ હાજર છે. બંને વિકેટકિપરની સાથે સાથે સારા બેસ્ટમેન પણ છે. અત્યારના દિવસોમાં બંને સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ ટૂર્નામેન્ટમાં પાંચ ખેલાડીઓને સ્ટેન્ડબાયના રૂપમાં પસંદ કરવાાં આવ્યા છે જેમાં યશ ઠાકુર, સાઈ કિશોર, વેંકેટશ અય્યર, દીપક હુડ્ડા અને સાઈ સુદર્શનનો સમાવેશ થાય છે. એશિયન ગેમ્સ માટે એક સંતુલિત ટીમને પસંદ કરવાામાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે.

એશિયન ગેમ્સ 2023 માટે ભારતીય પુરુષ ટીમ

ઋુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જયસવાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જિતેશ શર્મા, વોશિંગટન સુંદર, શાહબાદ અહમદ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શિમવ માવી, શિવમ દૂબે, પ્રભસિમરન સિંહ.

મહિલા ટીમમાં તિતાસ સાધુને મળ્યો મોકો

ભારતીય મહિલા ટીમની વાત કરીએ તો હરમનપ્રીત કોરની આગેવાની હેઠળ યુવા ફાસ્ટ બોલર તિતાસ સાધુને મોકો મળ્યો છે. તેમણે દક્ષિણ આફ્રાકમાં અંડર 19 મહિલા વિશ્વકપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. 18 વર્ષીય ખેલાડી વર્તમાનમાં બાંગ્લાદેશમાં ભારતીય ટીમનો ભાગ છે. બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન ટીમનો ભાગ રેલી સ્પિનર મિન્નુ મણિ અને અનુષા બરેડ્ડીને તક મળી છે. ફિટનેશના કારણે ઋચા ઘોષ બાંગ્લાદેશ પ્રવાસની બહાર છે.

એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંઘાના (વિકેટકિપર), શૈફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, ઋષા ઘોષ (વિકેટકીપર), અમનજોત કૌર, દેવિકા વૈદ્ય, અંજલિ સરવાની, તિતાસ સાધુ રાજેશ્વીર ગાયકવાડ, મિન્નુ મણિ, કનિકા આહૂજા, ઉમા છેત્રી, અનુપા બરેડ્ડી

સ્ટેન્ડબાય ખેલાડી – હરલીન દેયોલ, કાશવી ગૌતમ, સ્નેહ રાણા, સાયકા ઈશાક, પૂજા વસ્રાકર.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ