Lionel Messi: લિયોનેલ મેસ્સી ઇન્ટર મિયામી ક્લબ માટે બન્યો જીતનો બાજીગર, ગોલનો વીડિયો થયો વાયરલ

Inter Miami Lionel Messi: આર્જેન્ટિના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી ઇન્ટર મિયામી ક્લબ તરફથી શાનદાર રમત બતાવી રહ્યો છે. ઓર્લાન્ડો સિટી વિરૂધ્ધ રમતાં બે ગોલ કરી ટીમને જીત અપાવી હતી.

Written by Haresh Suthar
August 03, 2023 19:20 IST
Lionel Messi: લિયોનેલ મેસ્સી ઇન્ટર મિયામી ક્લબ માટે બન્યો જીતનો બાજીગર, ગોલનો વીડિયો થયો વાયરલ
Lionel Messi: આર્જેન્ટિના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી ઇન્ટર મિયામી ક્લબમાં જોડાયા બાદ શાનદાર રમત બતાવી રહ્યો છે. (ક્રેડિટ - સ્ક્રિનગ્રેબ)

Inter Miami Lionel Messi News updates: ઇન્ટર મિયામી એફસીમાં જોડાયા બાદ લિયોનેલ મેસ્સી જોરદાર પ્રદર્શન બતાવી રહ્યો છે. લિયોનેલ મેસ્સી એ મિયામી માટે પોતાની ત્રીજી મેચ બુધવારે રાતે ઓર્લાન્ડો સિટી વિરૂધ્ધ રમી અને રમતની પ્રારંભની જ કેટલીક મિનિટોમાં એક ગોલ કર્યો હતો. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. લિયોનેલ મેસ્સીના બે ગોલની મદદથી ઇન્ટર મિયામી એફસીએ ઓર્લાન્ડો સિટીને 3-1 થી પરાજય આપ્યો હતો.

આર્જેન્ટિના સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસ્સીએ ઇન્ટર મિયામી માટે સતત બીજી મેચમાં બે ગોલ કર્યા હતા. જોકે ઓર્લાન્ડો સિટી વિરૂધ્ધ લિગ્સ કપની મેચમાં વરસાદે રમત બગાડી હતી. મેસ્સીએ સાતમી અને 72 મી મિનિટમાં ગોલ કર્યો હતો. ખરાબ હવામાનને કારણે મેચ 95 મિનિટ મોડી શરૂ કરવામાં આવી હતી.

ઓર્લાન્ડો સિટી સામે લીગ્સ કપની મેચ ખરાબ હવામાનને કારણે દોઢ કલાક મોડી શરૂ થયા બાદ લિયોનેલ મેસીએ ઇન્ટર મિયામી માટે તેની ત્રીજી સીધી રમતમાં ગોલ કર્યો હતો. ફરી એકવાર, ટેલર અને મેસ્સીની ભાગીદારીએ મિયામીને સાતમી મિનિટે ઓર્લાન્ડો સિટી પર પ્રારંભિક લીડ લેવામાં મદદ કરી મેચ પર પકડ બનાવી હતી.

પ્રથમ હાફના અંત તરફ, મેસ્સી ફરી એક ગર્જનાત્મક ફ્રી-કિક વડે ગોલ કરવાની નજીક આવ્યો હતો પરંતુ ઓર્લાન્ડો સિટીના ગોલકીપર પેડ્રો ગેલેસે મેસ્સી દ્વારા કિક મરાયેલ બોલને ગોલ પોસ્ટમાં આવતો રોક્યો હતો અને પોતાની ટીમ માટે ગોલ બચાવ્યો હતો.

મેસ્સીએ શરૂઆતથી મેચમાં પકડ બનાવી લીધી હતી. પરંતુ હરીફ ખેલાડીને અડચણરૂપ બનતાં મેચ દરમિયાન મેસ્સીને પીળું કાર્ડ અપાયું હતું. જોકે મેસ્સીએ 72 મી મિનિટમાં ટીમ માટે વધુ એક ગોલ ફટકાર્યો હતો અને ટીમને જીત માટે મજબૂત બનાવી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ