scorecardresearch

LSG vs DC, IPL 2023 : લખનૌની જીત, કેએલ રાહુલે બાજી મારી, ડેવિડ વોર્નરની ટીમ દિલ્હી કેપિટલ્સને મળી હાર

LSG vs DC Match Score, IPL 2023: દિલ્હી કેપિટલ્સ (delhi capitals) અને લખનૌ સુપર જાયન્ટ્સ (lakhnau super giants) વચ્ચે આઈપીએલ (IPL) ની ત્રીજી મેચ રમાઈ રહી છે. તો જોઈએ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન.

LSG vs DC Match Score, IPL 2023
દિલ્હી કેપિટલ્સ (delhi capitals) અને લખનૌ સુપર જાયન્ટ્સ

IPL 2023, LSG vs DC Cricket Score and Match Update: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની ત્રીજી લીગ મેચમાં, દિલ્હી કેપિટલ્સનો મુકાબલો લખનૌના એકાના સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સાથે હતો. આ મેચમાં લખનૌના કેપ્ટન કેએલ રાહુલે ડેવિડ વોર્નરને તેના હોમ ગ્રાઉન્ડ પર દોડવા ન દીધા અને તેની લખનૌ ટીમે જીત સાથે સિઝનની શરૂઆત કરી હતી.

આ મેચમાં દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 193 રન બનાવ્યા અને દિલ્હીને જીતવા માટે 194 રનનો ટાર્ગેટ આપ્યો છે. લખનૌ તરફથી કાયલ મેયર્સે સૌથી મોટી 73 રનની ઇનિંગ રમી હતી. દિલ્હીની ટીમે બીજા દાવમાં 20 ઓવરમાં 9 વિકેટે 143 રન બનાવ્યા હતા અને 50 રનથી હાર મળી.

લખનૌની ટીમે પહેલા બેટિંગ કરીને મોટો સ્કોર બનાવ્યો અને ત્યારબાદ આ ટીમના બોલરોએ વિરોધી ટીમના બેટ્સમેનોના છક્કા છોડાવી દીધા. આ મેચમાં ડેવિડ વોર્નરની ટીમ વેરવિખેર જોવા મળી હતી અને ટીમમાં તાલમેલનો અભાવ જોવા મળ્યો હતો. લખનૌની ટીમે આ જીત સાથે બે પોઈન્ટ મેળવ્યા છે, જ્યારે દિલ્હીના પોઈન્ટ્સનું ખાતું પણ ખોલી શકાયું નથી.

લખનૌઉ સુપર જાયન્ટ્સ – કોણે કેટલા રન બનાવ્યા

કે એલ રાહુલ 12 બોલમાં 08 રન બનાવી આઉટ

કાયલ મેયર્સ 38 બોલમાં 73 રન બનાવી આઉટ

દીપક હુડ્ડા 18 બોલમાં 17 રન બનાવી આઉટ

માર્કસ સ્ટોઈનિસ 10 બોલમાં 12 રન બનાવી આઉટ

નિકોલસ પૂરન 21 બોલમાં 36 રન બનાવી આઉટ

આયુષ બદોની 07 બોલમાં 18 રન બનાવી આઉટ

કૃણાલ પંડ્યા 13 બોલમાં 15 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા

કે ગૌતમ 01 બોલમાં 06 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા

દિલ્હી કેપિટલ્સ – કોણે કેટલી વિકેટ લીધી

ખલીલ અહેમદ 04 ઓવરમાં 02 વિકેટ લીધી

મુકેશ કુમાર 04 ઓવરમાં એક પણ વિકેટ ન લીધી

ચેતન સાકરિયા 04 ઓવરમાં 02 વિકેટ લીધી

અક્ષર પટેલ 04 ઓવરમાં 01 વિકેટ લીધી

કુલદીપ યાદવ 04 ઓવરમાં 01 વિકેટ લીધી

દિલ્હી કેપિટલ્સ – કોણે કેટલા રન બનાવ્યા

પૃથ્વી શો 09 બોલમાં 12 રન બનાવી આઉટ થયા

ડેવિડ વોર્નર 48 બોલમાં 56 રન બનાવી આઉટ થયા

મિશેલ માર્શ એક પણ રન બનાવ્યા વગર આઉટ

સરફરાજ ખાન 09 બોલમાં 04 રન બનાવી આઉટ

રિલે રોસોઉ 20 બોલમા 30 રન બનાવી આઉટ

રોવમેન પોવેલ 03 બોલમાં 01 રન બનાવી આઉટ

અમન હાકિમ ખાને 05 બોલમાં 04 રન બનાવી આઉટ

અક્ષર પટેલે 11 બોલમાં 16 રન બનાવી આઉટ

ચેતન સાકરિયા 4 બોલમાં 4 રન બનાવી આઉટ થયો

કુલદીપ યાદવ 06 રન અને મુકેશ કુમાર નોટ આઉટ રહ્યા

લખનૌઉ સુપર જાયન્ટ્સ – કોણે કેટલી વિકેટ લીધી

કાયલ મેયર્સે 01 ઓવરમાં 7 રન આપી એક પણ વિકેટ ન લીધી

જયદેવ ઉનડકટે 03 ઓવરમાં 39 રન આપી એક પણ વિકેટ ન લીધી

ક્રિષ્નપ્પા ગૌતમે 04 ઓવરમાં 23 રન આપી એક પણ વિકેટ ન લીધી

અવેશ ખાને 04 ઓવરમાં 29 રન આપી 02 વિકેટ લીધી

માર્ક વૂડે 04 ઓવરમાં 14 રન બનાવી 05 વિકેટ લીધી

રવિ બિશ્નોઈએ 04 ઓવરમાં 31 રન આપી 02 વિકેટ લીધી

લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઇંગ ઇલેવન

કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટકીપર), આયુષ બદોની, માર્ક વૂડ, જયદેવ ઉનડકટ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન.

આ પણ વાંચોPBKS vs KKR : વરસાદના વિઘ્ન બાદ પંજાબે ડકવર્થ લુઈસ પદ્ધતીથી કોલકત્તાને 7 રને હરાવ્યું

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન

ડેવિડ વોર્નર (c), પૃથ્વી શો, મિશેલ માર્શ, ફિલિપ સોલ્ટ (wk), સરફરાઝ ખાન, રોવમેન પોવેલ, અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, કુલદીપ યાદવ, ચેતન સાકરિયા, ખલીલ અહેમદ, ઈશાંત શર્મા, મનીષ પાંડે, પ્રવીણ દુબે, મુકેશ કુમાર, કમલેશ નાગરકોટી, લલિત યાદવ, રિલે રોસોઉ, રિપલ પટેલ, યશ ધૂલ, વિકી ઓસ્તવાલ, અભિષેક પોરેલ.

Web Title: Ipl 2023 delhi capitals lakhnau super giants lsg vs dc cricket score match update

Best of Express