IPL 2023 Delhi Capitals vs Mumbai Indians Score: રોહિત શર્માની અડધી સદી (65) અને તિલક વર્માના 41 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2023માં દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. દિલ્હી 19.4 ઓવરમાં 172 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. મુંબઈએ આ સિઝનમાં પ્રથમ જીત મેળવી છે. બીજી તરફ દિલ્હીનો સતત ચોથો પરાજય થયો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
દિલ્હી કેપિટલ્સ – ડેવિડ વોર્નર (c), પૃથ્વી શો, મનિષ પાંડે, યશ ધુલ, રોવમન પોવેલ, અક્ષર પટેલ, લલિત યાદવ, અભિષેક પોરેલ, કુલદીપ યાદવ, અર્નિચ નોર્જે, મુશ્તફિઝુર રહમાન.
મુંબઈ ઇન્ડિયન્સ – રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરન ગ્રીન, તિલક વર્મા, નેહલ વઠેરા, ઋત્વિક શૌકીન, પીયુષ ચાવલા, જેસોન બેહરેનડોર્ફ, રિલે મેરેડીથ, અરશદ ખાન.





