IPL 2023 Final: MS ધોની 14 વર્ષમાં 8મા કેપ્ટન સામે રમશે ફાઈનલ, CSK સામે શું GT ડિફેન્સ કરી શકશે ટાઈટલ?

IPL 2023 Final CSK vs GT : આઈપીએલ 2023ની ફાઈનલ મેચ ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે આવતીકાલ રવિવારે રમવામાં આવશે. મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) 8મા કેપ્ટન સામે ફાઈનલ મેચ રમશે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) સતત બીજી વખત ચેમ્પિયન બનવા મેદાનમાં ઉતરશે.

Written by Kiran Mehta
Updated : May 27, 2023 22:25 IST
IPL 2023 Final: MS ધોની 14 વર્ષમાં 8મા કેપ્ટન સામે રમશે ફાઈનલ, CSK સામે  શું GT ડિફેન્સ કરી શકશે ટાઈટલ?
આઈપીએલ 2023 : રવિવારે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલ મેચ

IPL 2023 Final CSK vs GT : વિશ્વની સૌથી મોટી T20 લીગ એટલે કે IPLની ફાઇનલ મેચ 28 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકથી રમાશે. આ સિઝનમાં 70 લીગ મેચો, બે ક્વોલિફાયર અને એક એલિમિનેટર રમ્યા બાદ, CSK અને ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં પહોંચી છે. હવે વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર એમએસ ધોની અને હાર્દિક પંડ્યા પર ટકેલી છે કે, કોણ પોતાની ટીમને ચેમ્પિયન બનાવવામાં સફળ રહેશે.

એમએસ ધોની માટે આ સિઝન વધુ ખાસ છે, કારણ કે જો તે જીતશે તો તે પોતાની ટીમને સૌથી વધુ વખત ચેમ્પિયન બનાવનાર કપ્તાન બની જશે અને રોહિત શર્માની બરાબરી કરી લેશે. બીજી તરફ, હાર્દિક પંડ્યાની ટીમ વર્તમાન ચેમ્પિયન છે અને તે CSK સામે પોતાનું ટાઇટલ બચાવવાનો પ્રયાસ કરશે.

એમએસ ધોની 8મા કેપ્ટન સામે ફાઈનલ મેચ રમશે

એમએસ ધોની આ લીગમાં 2008થી એટલે કે IPLની પ્રથમ સિઝનથી રમી રહ્યા છે અને 16 સિઝનમાંથી 14 સિઝનમાં તે CSKનો કેપ્ટન રહ્યા છે. 14 સીઝનમાં CSKની ટીમ 10 વખત ફાઇનલમાં પહોંચી છે અને દરેક વખતે આ ટીમ ધોનીની કેપ્ટન્સીમાં ફાઇનલમાં રમી છે. એમએસ ધોનીની નજર હવે ફાઇનલમાં 8મા કેપ્ટન સામે ટાઈટલ જીતવા પર રહેશે.

હાર્દિક પંડ્યા પહેલા ધોની આઈપીએલ ફાઈનલમાં શેન વોર્ન, સચિન તેંડુલકર, ડેનિયલ વેટોરી, ગૌતમ ગંભીર, રોહિત શર્મા, કેન વિલિયમસન, ઈયોન મોર્ગન જેવા કેપ્ટનો સામે ટાઈટલ જીતી ચૂક્યો છે. હાર્દિક પંડ્યા આઠમો કેપ્ટન હશે જેની સામે ધોની ફાઈનલ રમશે. IPLમાં ધોની ત્રણ વખત કેપ્ટન તરીકે રોહિત શર્મા સામે રમ્યો છે.

આઈપીએલ ફાઇનલમાં એમએસ ધોનીના વિપક્ષી કેપ્ટન

2008માં શેન વોર્ન2010માં સચિન તેંડુલકર2011માં ડેનિયલ વેટોરી2012માં ગૌતમ ગંભીર2013માં રોહિત શર્મા2015માં રોહિત શર્મા2018 માં કેન વિલિયમસન2019 માં રોહિત શર્મા2021માં ઈયોન મોર્ગન2023માં હાર્દિક પંડ્યા

આ પણ વાંચોવિરાટ કોહલી આઈપીએલમાં સૌથી વધારે સદી ફટકારનાર ખેલાડી બન્યો, ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડ્યો

શું ગુજરાત IPL ટાઇટલ બચાવી શકશે?

ગુજરાતની ટીમ શાનદાર રમત બતાવી રહી છે, પરંતુ હાર્દિક પંડ્યાની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાવાની હોવાથી, શું આ વખતે પોતાનું ટાઈટલ બચાવી શકશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. CSKએ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાતને હરાવ્યું હતું અને ગુજરાતને ફાઇનલમાં પહોંચવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે બીજી ક્વોલિફાયર રમવી પડી હતી. જો કે, જો ગુજરાત આ સિઝનમાં પણ ટાઈટલ જીતે છે, તો તે CSK અને મુંબઈ પછી સતત બીજી વખત ટાઈટલ જીતનારી IPLની ત્રીજી ટીમ બની જશે. અગાઉ, CSKએ વર્ષ 2010-11માં જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે 2019-20માં સતત બે વખત ખિતાબ જીત્યો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ