IPL 2023 GT vs CSK Final Updates: ડેવોન કોનવેમા 47, શિવમ દુબેના 32 અને રવિન્દ્ર જાડેજાના આક્રમક 15 રનની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ 2023ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 5 વિકેટે વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. વરસાદ પડતા ચેન્નઇને 15 ઓવરમાં 171 રનનો પડકાર મળ્યો હતો. જે 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવી વટાવી લીધો હતો. ચેન્નઇને જીત માટે અંતિમ ઓવરમાં 13 રન અને અંતિમ 2 બોલમાં 10 રનની જરૂર હતી. જાડેજાએ અંતિમ બે બોલમાં સિક્સર અને ફોર ફટકારી ટીમને જીત અપાવી હતી.
ચેન્નઇ સુપર કિંગ્સ પાંચમી વખત આઈપીએલમાં ચેમ્પિયન
ચેન્નઇ સુપર કિંગ્સ પાંચમી વખત આઈપીએલમાં ચેમ્પિયન બન્યું છે. આ પહેલા 2021, 2018, 2011 અને 2010માં ટ્રોફી જીતી ચુક્યું છે. ધોનીએ પાંચમી વખત ટ્રોફી જીતી રોહિત શર્માની પાંચ વખત ટ્રોફી જીતવાની બરાબરી કરી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ચેન્નઈ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), દીપક ચાહર, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષણા, મથીશા પાથિરાણા.
ગુજરાત ટાઇટન્સ : ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, સાઇ સુદર્શન, વિજય શંકર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, નૂર અહમદ.