IPL 2023 Final : રિઝર્વ ડે પર પણ વરસાદ, ચેન્નઇ સુપર કિંગ બન્યું ચેમ્પિયન અને રવિચંદ્રન અશ્વિનની ભવિષ્યવાણી સાચી પડી

ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ફાઇનલ વરસાદના કારણે રવિવારે સ્થગિત કરવામાં આવી હતી. 29 મે સોમવારના રિઝર્વ ડે પર ગુજરાત ટાઇટન્સની આખી ઇનિંગ પુરી થયા બાદ વરસાદે ફરી વિઘ્ન ઊભું કર્યું હતું. ગુજરાતે પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ પર 214 રન બનાવ્યા હતા. ચેન્નઈને 3 બોલ પર […]

Written by Ankit Patel
Updated : May 30, 2023 11:37 IST
IPL 2023 Final : રિઝર્વ ડે પર પણ વરસાદ, ચેન્નઇ સુપર કિંગ બન્યું ચેમ્પિયન અને રવિચંદ્રન અશ્વિનની ભવિષ્યવાણી સાચી પડી
ચેન્નઇ અને ગુજરાત વચ્ચેની ફાઇલ મેચ, Express photo

ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ફાઇનલ વરસાદના કારણે રવિવારે સ્થગિત કરવામાં આવી હતી. 29 મે સોમવારના રિઝર્વ ડે પર ગુજરાત ટાઇટન્સની આખી ઇનિંગ પુરી થયા બાદ વરસાદે ફરી વિઘ્ન ઊભું કર્યું હતું. ગુજરાતે પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ પર 214 રન બનાવ્યા હતા. ચેન્નઈને 3 બોલ પર 4 રન બનાવવાના હતા. વરસાદ આવ્યો અને મેચ રોકવી પડી હતી. વરસાદ રોકાઈ પરંતુ પ્રેક્ટિસ પિચ પલળી જવાના કારણે 29 મે રાત્રે 12 વાગ્યે મેચ શરુ થઈ શકી નહીં.

જો ઓવર કપાશે તો ચેન્નઇને શું ટાર્ગેટ મળશે? આ આ અંગે દરેકના મનમાં એક પ્રશ્ન ઊભો થયો હતો. આ વચ્ચે ટીમ ઇન્ડિયા અને રાજસ્થાન રોયલ્સના સ્પિનર રવિન્દ્રન અશ્વિને વિજેતાની ભવિષ્યવાણી કરી હતી. રવિચંદ્રન અશ્વિને ટ્વીટ કરતા લખ્યું હતું કે ઓવર્સમાં કાપ મુકાશે તો ચેન્નઇ સુપર કિંગ્સની પાસે બધી વિકેટ છે. બોલ પલળેલો હશે અને પીચ લપસી જવાય એવી હશે. સીએસકેના નામે 5 પોઇન્ટ હશે. તેમની આ ભવિષ્યવાણી સાચી પડી હતી.

ચેન્નઇને જીત માટે અંતિમ ઓવરમાં 13 રન અને અંતિમ 2 બોલમાં 10 રનની જરૂર હતી

ડેવોન કોનવેના 47, શિવમ દુબેના 32 અને રવિન્દ્ર જાડેજાના આક્રમક 15 રનની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ 2023ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 5 વિકેટે વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા.

વરસાદ પડતા ચેન્નઇને 15 ઓવરમાં 171 રનનો પડકાર મળ્યો હતો. જે 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવી વટાવી લીધો હતો. ચેન્નઇને જીત માટે અંતિમ ઓવરમાં 13 રન અને અંતિમ 2 બોલમાં 10 રનની જરૂર હતી. જાડેજાએ અંતિમ બે બોલમાં સિક્સર અને ફોર ફટકારી ટીમને જીત અપાવી હતી.

ચેન્નઇ સુપર કિંગ્સ પાંચમી વખત આઈપીએલમાં ચેમ્પિયન

ચેન્નઇ સુપર કિંગ્સ પાંચમી વખત આઈપીએલમાં ચેમ્પિયન બન્યું છે. આ પહેલા 2021, 2018, 2011 અને 2010માં ટ્રોફી જીતી ચુક્યું છે. ધોનીએ પાંચમી વખત ટ્રોફી જીતી રોહિત શર્માની પાંચ વખત ટ્રોફી જીતવાની બરાબરી કરી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ