IPL 2023 LSG vs RCB Cricket Score : ફાફ ડુ પ્લેસિસના 44 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ 2023માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 18 રને વિજય મેળવ્યો છે. બેંગલોરે 20 ઓવરમાં 9 વિકેટે 126 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉ 19.5 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. કેએલ રાહુલને ઇજા થતા 11માં ક્રમાંકે બેટિંગ માટે આવ્યો હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રોયલ ચેલેન્જર્સ બેંગલોર : ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી , અનુજ રાવત, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઇ, વાનિંદુ હસરંગા ડી સિલ્વા, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ, કર્ણ શર્મા.
લખનઉ સુપર જાયન્ટ્સ : કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, કૃણાલ પંડ્યા, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, કે ગૌથમ, નવીન ઉલ હક, રવિ બિશ્નોઈ, અમિત મિશ્રા, યશ ઠાકુર.





