IPL 2023 Auction : આઈપીએલ 2023ને લઇને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 23 ડિસેમ્બર 2022ના રોજ કોચ્ચીમાં ખેલાડીઓની મિની હરાજી થશે. આ હરાજીમાં બધી ફ્રેન્ચાઇઝીઓ પોતાનું ટીમ કોમ્બિનેશન પુરું કરશે. આ હરાજીમાં ઘણા સ્ટાર ખેલાડીઓની બોલી લાગવાની છે. IPLની મિની હરાજીમાં કુલ 405 ખેલાડીઓની બોલી લાગશે. શોર્ટલિસ્ટ કરાયેલા 405 ક્રિકેટર્સમાંથી 273 ભારતીય ખેલાડી છે. જ્યારે 132 વિદેશી ક્રિકેટર્સ છે. 132 વિદેશી ખેલાડીઓમાંથી 4 ખેલાડી એસોસિયેટ દેશના છે. તેમાં કુલ 119 કેપ્ડ એટલે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર અને 282 અનકેપ્ડ ખેલાડીઓ છે.
19 ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા
ઓક્શનમાં 2 કરોડની બેઝ પ્રાઇઝ સૌથી વધારે છે. આ બેઝ પ્રાઇઝમાં 19 ખેલાડી છે અને બધા વિદેશી છે. જેમાં કેન વિલિયમ્સન, રાઇલી રુસો, સેમ કરન, બેન સ્ટોક્સ, રાસી વાન ડાર ડસેન, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, ક્રિસ લિન, ટોમ બેન્ટન, સેમ કુરન, ક્રિસ જોર્ડન, જેમી ઓવરટોન, ક્રેગ ઓવરટોન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, એડમ મિલ્ને, જિમી નીશમ, નિકોલસ પૂરન, જેસન હોલ્ડરનો સમાવેશ થાય છે.
1.5 કરોડની બેઝ પ્રાઇઝવાળા ખેલાડીઓ
11 પ્લેયર્સની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ રૂપિયા છે. જેમાં સીન એબોટ, નાથન કૂલ્ટર નાઇલ, જાય રિચર્ડસન, શાકિબ અલ હસન, હૈરી બ્રુક, ટાઇમલ મિલ્સ, જેસન રોય, રાઇલી મેરિડિથ, શેર્ફન રદરફોર્ડ, ડેવિડ મલાન, વિલ જેક્સ અને એડમ ઝમ્પાનો સમાવેશ થાય છે.
1 કરોડની બેઝ પ્રાઇઝવાળા ખેલાડીઓ
20 પ્લેયર્સની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા છે. જેમાં મનીષ પાંડે, મયંક અગ્રવાલ, જો રુટ, હેનરિક ક્લાસેન, અકીલ હોસૈન, મુજીબ ઉર રહમાન, તબ્રેજ શમસી, ડેરિલ મિચેલ, મોહમ્મદ નબી, કાઇલ જેમિસન, એન્ડ્રયુ ટાય, લ્યૂક વુડ, ડેવિડ વીસે, મોજેજ હેનરિક્સ, મૈટ હેનરી, રોસ્ટન ચેઝ, રકહીમ કોર્નવોલ, શાઇ હોપ, ટોમ લેથમ અને માઇકલ બૈસવેલનો સમાવેશ થાય છે.
ટીમો પાસે બચેલા રૂપિયા
સનરાઇઝર્સ હૈદરાબાદ – 42.25 કરોડ રૂપિયા
પંજાબ કિંગ્સ – 32.2 કરોડ રૂપિયા
લખનઉ સુપર જાયન્ટ્સ – 23.35 કરોડ રૂપિયા
મુંબઈ ઇન્ડિયન્સ – 20.55 કરોડ રૂપિયા
ચેન્નઇ સુપરકિંગ્સ – 20.45 કરોડ રૂપિયા
દિલ્હી કેપિટલ્સ – 19.45 કરોડ રૂપિયા
ગુજરાત ટાઇટન્સ – 19.25 કરોડ રૂપિયા
રાજસ્થાન રોયલ્સ – 13.2 કરોડ રૂપિયા
રોયલ ચેલેન્જર્સ બેંગલોર – 8.75 કરોડ રૂપિયા
કોલકાતા નાઇટ રાઇડર્સ – 7.05 કરોડ રૂપિયા