ipl 2023 records : આઈપીએલનો સૌથી મોંઘો રન 1 કરોડ, 8 લાખ રૂપિયામાં પડ્યો, હેરી બ્રુકનો 1 રન 6 લાખ 97 હજારમાં પડ્યો

ipl 2023 records : આઈપીએલ 2023માં કેટલાક એવા સ્ટાર પ્લેયર્સ પણ છે જેમને હરાજીમાં કરોડો રૂપિયા ખર્ચીને ટીમમાં લીધા હતા પણ તે સાવ ફ્લોપ સાબિત થયા છે. ફ્રેન્ચાઇઝીને તેમના પર કરેલો ખર્ચ માથે પડ્યો છે

Written by Ashish Goyal
May 31, 2023 16:07 IST
ipl 2023 records : આઈપીએલનો સૌથી મોંઘો રન 1 કરોડ, 8 લાખ રૂપિયામાં પડ્યો, હેરી બ્રુકનો 1 રન 6 લાખ 97 હજારમાં પડ્યો
આઈપીએલ 2023માં ચેન્નઇ સુપર કિંગ્સ ચેમ્પિયન બન્યું છે (Express photo by Nirmal Harindran)

ipl 2023 records : આઈપીએલ 2023 સમાપ્ત થઇ ગઇ છે. આ સિઝનમાં કેટલાક એવા યુવા પ્લેયર્સ સામે આવ્યા છે જેમને અત્યાર સુધી ઘણા ઓછા લોકો જાણતા હતા પણ શાનદાર પ્રદર્શન કરી ઘર ઘરમાં જાણીતા બન્યા છે. બીજી તરફ કેટલાક એવા સ્ટાર પ્લેયર્સ પણ છે જેમને હરાજીમાં કરોડો રૂપિયા ખર્ચીને ટીમમાં લીધા હતા પણ તે સાવ ફ્લોપ સાબિત થયા છે. ફ્રેન્ચાઇઝીને તેમના પર કરેલો ખર્ચ માથે પડ્યો છે. આઈપીએલ 2022ની હરાજીમાં સૌથી મોંઘા વેચાયેલા 10 ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છે. તેમાં કોણ ફ્લોપ રહ્યું છે અને કોણ હીટ.

સેમ કરન, પંજાબ કિંગ્સ, 18.50 કરોડ રૂપિયા

આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી સેમ કરન સામ ફ્લોપ સાબિત થયો છે. પંજાબ કિંગ્સે ઓલરાઉન્ડર સેમ કરનને આઈપીએલ 2022ની હરાજીમાં 18 કરોડ 50 લાખ રૂપિયામાં ખરીદીને પોતાના ટીમમાં સામેલ કર્યો હતો. ટીમની તેની પાસે ઘણી આશા હતી. જોકે તે 14 મેચમાં 276 રન જ બનાવી શક્યો હતો અને 10 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે. કરન ફ્લોપ રહેતા પંજાબ કિંગ્સ પ્લેઓફમાં પહોંચી શકી ન હતી. સેમ કરનનો 1 રન ફ્રેન્ચાઇઝીને 6 લાખ 70 હજાર રૂપિયામાં પડ્યો છે.

કેમરૂન ગ્રીન, મુંબઈ ઇન્ડિયન્સ, 17.50 કરોડ રૂપિયા

કેમરૂન ગ્રીનને મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2022ની હરાજીમાં 17.50 કરોડમાં ખરીદ્યો હતો. તે શરૂઆતમાં ફ્લોપ રહ્યો હતો પણ પછી લયમાં જોવા મળ્યો હતો. તેનું પ્રદર્શન સારું રહ્યું છે. ગ્રીને 16 મેચમાં 50.22ની એવરેજથી 454 રન બનાવ્યા છે અને 6 વિકેટ ઝડપી છે.

બેન સ્ટોક્સ, ચેન્નઇ સુપરકિંગ્સ, 16.25 કરોડ રૂપિયા

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ચેન્નઇ સુપર કિંગ્સે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે તે ઇજાના કારણે ફક્ત બે મેચ જ રમ્ચો હતો. 2 મેચમાં તેણે 15 રન બનાવ્યા હતા. કોઇ વિકેટ ઝડપી શક્યો ન હતો. બેન સ્ટોક્સના રન પ્રમાણે રૂપિયાની ગણતરી કરવામાં આવે તો તેનો 1 રન સીએસકેની ફ્રેન્ચાઇઝીને 1 કરોડ 8 લાખ રૂપિયામાં પડ્યો છે.

નિકોલસ પૂરન, લખનઉ સુપરજાયન્ટ્સ, 16 કરોડ રૂપિયા

વેસ્ટ ઇન્ડીઝના નિકોલસ પૂરને આ સિઝનમાં પૈસા વસુલ બેટિંગ કરે છે. તેણે આઈપીએલ 2023માં 15 મેચમાં 358 રન કર્યા છે. તે ના રન ભલે ઓછા લાગતા હોય પણ તેણે આક્રમક બેટિંગ કરીને લખનઉને ઘણી મેચો જીતાડી છે. લખનઉને પ્લેઓફમાં પહોંચાડવામાં તેનો મોટો ફાળો છે.

હેરી બ્રુક, સનરાઇઝર્સ હૈદરાબાદ, 13.25 કરોડ રૂપિયા

યુવા ખેલાડી હેરી બ્રુક પાસે ટીમને ઘણી આશા હતી. તેને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે બ્રુક 11 મેચમાં ફક્ત 190 રન જ બનાવી શક્યો હતો. તેમાં પણ એક સદી સામેલ છે. જો તે સદી કાઢી નાખવામાં આવે તો તે સાવ ફ્લોપ રહ્યો છે. હેરી બ્રુકનો 1 રન હૈદરાબાદને 6 લાખ 97 હજાર રૂપિયામાં પડ્યો છે.

આ પણ વાંચો – રિઝર્વ ડે પર ફાઇનલ જ નહીં, આઈપીએલના 16 વર્ષના ઇતિહાસમાં આ 10 બાબતો પ્રથમ વખત જોવા મળી

મયંક અગ્રવાલ, સનરાઇઝર્સ હૈદરાબાદ, 8.25 કરોડ રૂપિયા

મયંક અગ્રવાલે પણ આ સિઝનમાં ટીમને નિરાશ કર્યા છે. મયંકને હરાજીમાં 8.25 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને ખરીદ્યો હતો. જોકે તે 10 મેચમાં ફક્ત 270 રન બનાવી શક્યો છે. એક-બે મેચને બાદ કરતા તે સાવ ફ્લોપ રહ્યો છે.

શિવમ માવી, ગુજરાત ટાઇટન્સ, 6 કરોડ રૂપિયા

યુવા બોલર શિવમ માવીને ગુજરાત ટાઇટન્સે 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે તેને એકપણ મેચમાં રમવાની તક મળી નથી.

જેસન હોલ્ડર, રાજસ્થાન રોયલ્સ, 5.75 કરોડ રૂપિયા

વેસ્ટ ઇન્ડીઝના આ ઓલરાઉન્ડર પાછળ રાજસ્થાન રોયલ્સે 5.75 કરોડ રૂપિયા ખર્ચા હતા. જોકે તે પ્રમાણે તે પ્રદર્શન કરી શક્યો નથી. ટીમ માટે મોંઘો સાબિત થયો છે. 8 મેચમાં તે ફક્ત 4 વિકેટ ઝડપી શક્યો છે અને 12 રન જ બનાવી શક્યો છે. બેટિંગ અને બોલિંગ બન્નેમાં ફ્લોપ રહ્યો છે.

મુકેશ કુમાર, દિલ્હી કેપિટલ્સ, 5.50 કરોડ રૂપિયા

ભારતીય ફાસ્ટ બોલર મુકેશ કુમારને દિલ્હી કેપિટલ્સે 5.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની કિંમત પ્રમાણે તે પ્રદર્શન કરી શક્યો નથી. તે 10 મેચમાં 7 વિકેટ ઝડપી શક્યો છે.

હેનરિચ ક્લાસેન, સનરાઇઝર્સ હૈદરાબાદ, 5.25 કરોડ રૂપિયા

હેનરિચ ક્લાસેને પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે. ક્લાસેનને સનરાઇઝર્સ હૈદરાબાદે 5.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે આ સિઝનમાં 12 મેચમાં 49.78ની એવરેજથી 448 રન બનાવ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ