IPL Flashback CSK vs PBKS : આઈપીએલ 2024ની 49મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 1 મે ના રોજ સાંજે 7.30 કલાકે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.ચેન્નાઇની ટીમ આ સિઝનમાં 9 મેચ રમી છે, જેમાં 5 મેચમાં વિજય થયો છે જ્યારે 4 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ પંજાબની ટીમનો 9 મેચમાંથી 3 માં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં ચેન્નાઇ અને પંજાબ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો ચેન્નાઇને નજીવી સરસાઇ છે.
ચેન્નાઇ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં ચેન્નાઇ અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 28 મુકાબલા થયા છે. જેમાં 15 મેચમાં ચેન્નાઇનો વિજય થયો છે. જ્યારે 13 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ચેન્નાઇનો હાઈએસ્ટ સ્કોર 240 અને લોએસ્ટ સ્કોર 120 રન છે. જ્યારે પંજાબનો હાઇએસ્ટ સ્કોર 231 અને લોએસ્ટ સ્કોર 92 રન છે. આ સિઝનમાં બન્ને પ્રથમ વખત ટકરાશે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે 1 મેચ રમાઇ હતી. જેમાં પંજાબનો વિજય થયો હતો.
આ પણ વાંચો – આઈપીએલ 2024, કોલકાતાનો આસાન વિજય, વરુણ ચક્રવર્તી અને ફિલ સોલ્ટ ઝળક્યા
હોમગ્રાઉન્ડમાં ચેન્નાઇ અને પંજાબનો રેકોર્ડ
ચેન્નાઇના હોમગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં બન્ને વચ્ચે 7 મેચ રમાઇ છે. જેમાં ચેન્નાઇનો 4 મેચમાં વિજય થયો છે અને પંજાબનો 3 મેચમાં વિજય થયો છે. બીજી તરફ પંજાબના હોમગ્રાઉન્ડ પીસીએ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 6 મેચ રમાઇ છે. જેમાં 3 મેચમાં ચેન્નાઇનો અને 3 મેચમાં પંજાબનો વિજય થયો છે.
હોમગ્રાઉન્ડ સિવાય તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 15 મેચો રમાઇ છે. જેમાં 8 મેચમાં ચેન્નાઇનો વિજય થયો છે. જ્યારે 7 મેચમાં પંજાબનો વિજય થયો છે.





