CSK vs LSG Pitch Report, IPL 2024: ચેન્નઈ અને લખનઉ વચ્ચે મેચ, એમએ ચિદંબરમ સ્ટેડિયમની પીચ અને મેસમનો મિજાજ કેવો રહેશે?

Chennai Pitch Report Weather Updates: CSK vs LSG IPL 2024 : CSK ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં LSGના હાથે 8-વિકેટથી મળેલી હારનો બદલો લેવા આતુર હશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અત્યારે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.

Written by Ankit Patel
April 23, 2024 14:39 IST
CSK vs LSG Pitch Report, IPL 2024: ચેન્નઈ અને લખનઉ વચ્ચે મેચ, એમએ ચિદંબરમ સ્ટેડિયમની પીચ અને મેસમનો મિજાજ કેવો રહેશે?
CSK vs LSG Playing 11, ચેન્નઈ વિ. લખનઉ, આઈપીએલ 2024ની 39મી મેચ, Photo - X, @ChennaiIPL, @LucknowIPL

CSK vs LSG, Chennai Weather and Pitch Report: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની 39મી મેચ ચેન્નાઈ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 23 એપ્રિલ, મંગળવારના રોજ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ સિઝનમાં બીજી વખત લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે ટકરાશે ત્યારે બદલો લેવાનું વિચારશે.

CSK ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં LSGના હાથે 8-વિકેટથી મળેલી હારનો બદલો લેવા આતુર હશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અત્યારે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. તેમની છેલ્લી 5 મેચમાંથી 3 હાર્યા હોવા છતાં, તેઓ 7 મેચમાંથી કુલ 4 જીત્યા છે.

બીજી તરફ, લખનઉ સુપર જાયન્ટ્સ 7 મેચમાંથી 4 જીત સાથે પાંચમા સ્થાને છે. લખનઉ સુપર જાયન્ટ્સે અત્યાર સુધી તેની 7 મેચમાંથી 4માં જીત મેળવી છે. IPL 2024ના પોઈન્ટ ટેબલમાં તે 5માં નંબર પર છે. LSG (લખનઉ સુપર જાયન્ટ્સ) એ તેમની છેલ્લી 5 મેચમાંથી 3 જીતી છે. અહીં આપણે બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ, એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પિચ અને ચેન્નાઈની હવામાન સ્થિતિ વિશે જાણીશું.

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ પિચ રિપોર્ટ

ચેન્નાઈની પીચ સામાન્ય રીતે બેટ્સમેનો માટે મદદરૂપ હોય છે, પરંતુ સ્પિનરો પણ અહીંની સ્થિતિનો ઘણો ફાયદો ઉઠાવતા જોવા મળ્યા છે. તેથી, આ મેદાન પર દર વખતે હાઈ સ્કોરિંગ મેચ હશે તે નિશ્ચિત નથી. ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2024 માં અહીં રમાયેલી તેમની પ્રથમ મેચમાં 22 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 176 રનનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. પછી તેઓએ ગુજરાત ટાઇટન્સ સામે 206 રનનો બચાવ કર્યો, તેઓએ 18મી ઓવરમાં કોલકાતા નાઇટ રાઇડર્સના 137 રનનો પીછો પણ કર્યો.

Chennai super kings vs Luknow Super Giants 11 Prediction: ચેન્નઈ વિ. લખનઉ, આઈપીએલ 2024ની 39મી મેચ
CSK vs LSG Playing 11, ચેન્નઈ વિ. લખનઉ, આઈપીએલ 2024ની 39મી મેચ, Photo – X, @ChennaiIPL, @LucknowIPL

આજની મેચ માટે ચેન્નઈ હવામાન આગાહી

Accuweather.com અનુસાર, 23 એપ્રિલે ચેન્નઈમાં દિવસનું તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે. જે મેચના સમયે લગભગ 30 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જશે. જો કે, ખેલાડીઓ વધુ ગરમ અનુભવશે કારણ કે ભેજ લગભગ 80% રહેશે. ચેન્નાઈમાં 23 એપ્રિલે વરસાદની કોઈ શક્યતા નથી. જોકે, મંગળવારે સાંજે રમત શરૂ થશે ત્યારે આકાશ વાદળછાયું રહેવાની ધારણા છે. મેચ દરમિયાન લગભગ 16 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

આ પણ વાંચોઃ- World Candidates Championship: 17 વર્ષની ઉંમરે ડી ગુકેશએ રચ્યો ઇતિહાસ, ટૂર્નામેન્ટનો સૌથી યુવા ચેમ્પિયન બન્યો

આ સિઝનમાં છેલ્લી વખત બંને ટીમો 19 એપ્રિલે સામસામે આવી હતી. તેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. લખનઉએ 19 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો અને મેચ 8 વિકેટે જીતી લીધી. તે મેચમાં કેએલ રાહુલ 53 બોલમાં 82 રન બનાવીને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

આ પણ વાંચોઃ- આઈપીએલ 2024 : 8 મેચમાંથી 7 હાર, હવે RCB કેવી રીતે કરી પહોંચી શકે પ્લેઓફમાં?

ચેન્નઈ સુપર કિંગ્સ વિ લખનઉ સુપર જાયન્ટ્સ હેડ 2 હેડ રેકોર્ડ્સ

ચેન્નાઈ અને લખનઉ અત્યાર સુધીમાં એકબીજા સામે 4 આઈપીએલ મેચ રમી ચૂક્યા છે. CSKએ 1 મેચ જીતી છે અને LSGએ 2 મેચ જીતી છે, જ્યારે 1 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. એલએસજી સામે ચેન્નાઈનો સર્વોચ્ચ સ્કોર 217 રન છે. CSK સામે લખનઉનો સર્વોચ્ચ સ્કોર 211 રન છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ