GT vs SRH IPL 2024 Pitch Report, Weather: અમદાવાદમાં પ્રથમ બેટિંગ કરવી ફાયદાકારક, વાંચો ગુજરાત ટાયટન્સ – હૈદરાબાદ મેચનો પિચ અને વેધર રિપોર્ટ

GT vs SRH IPL 2024 Narendra Modi Stadium Pitch Report And Weather Forecast Today Match In Gujarati : આઈપીએલ 2024 માં રવિવારે (31 માર્ચ) બે મેચ રમાશે. આ દિવસની પ્રથમ મેચ ગુજરાતના ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ રિપોર્ટ અને હવામાનની માહિતી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

Written by Ajay Saroya
March 31, 2024 09:44 IST
GT vs SRH IPL 2024 Pitch Report, Weather: અમદાવાદમાં પ્રથમ બેટિંગ કરવી ફાયદાકારક, વાંચો ગુજરાત ટાયટન્સ – હૈદરાબાદ મેચનો પિચ અને વેધર રિપોર્ટ
Shubman Gill | Pat Cummins | Ahmedabad Narendra Modi Stadium | IPL 2024 Match | gt vs srh match | gujarat titans team | sunrisers hyderabad team

GT vs SRH IPL 2024 Narendra Modi Ahmedabad Stadium Pitch Report And Weather Forecast Today Match : આઈપીએલ 2024 (ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024) ની બીજી જીત હાંસલ કરવા માટે ગુજરાત ટાઇટન્સ (જીટી) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) વચ્ચે 31 માર્ચ, 2024 રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો થશે. જીટી એ ટુર્નામેન્ટની શરુઆત મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ) સામે જીત સાથે કરી હતી પણ તેના બીજા મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સે (જીટી) તેને હરાવ્યું હતુ, જેના કારણે તેના નેટ રનરેટ પર પણ અસર પડી હતી.

સનરાઇઝર્સની વાત કરીએ તો પેટ કમિન્સની આગેવાની હેઠળની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ સામે રેકોર્ડ બ્રેકિંગ મેચ બાદ મેદાનમાં ઉતરશે. ટીમે હૈદરાબાદમાં 277 રન બનાવીને આઇપીએલનો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો હતો. તે મેચ પહેલા ટીમને ટૂર્નામેન્ટની પોતાની પહેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ મેચ ગુજરાત ટાઇટન્સ ના ઘર આંગણે આવેલા અમદાવાદ મેદાનમાં રમાશે. આઈપીએલ 2024માં આ મેદાન પર અત્યાર સુધી 1 મેચ થઈ ચૂકી છે. ગુજરાત અને મુંબઈ વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો. ચાલો જાણીયે આવી સ્થિતિમાં અમદાવાદમાં સિઝનની બીજી મેચમાં પીચ કેવી રહેવાની શક્યતા છે, ગુજરાત અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં કેવું રહેશે હવામાન?

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પીચ રિપોર્ટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેટ અને બોલ વચ્ચે સંતુલિત મુકાબલો જોવા મળશે. ટી-20માં આ સ્થળે પ્રથમ ઈનિંગનો સરેરાશ સ્કોર 160 છે, જ્યારે બીજી ઈનિંગનો સરેરાશ સ્કોર 137નો છે. અહી રમાયેલી આઇપીએલ ની છેલ્લી મેચમાં બંને ઈનિંગમાં આ સ્કોર જોવા મળ્યો હતો. જીટી એ 168 રન બનાવ્યા હતા. એક સમયે મજબુત સ્થિતિમાં દેખાતી મુંબઈની ટીમને છ રનથી હારનો સામનો કરવો પડયો.

IPL 2024 | Gujarat Titans new Captain Shubman Gill
આઈપીએલ 2024 – ગુજરાત ટાઈટન્સ નવો કપ્તાન શુભમન ગિલ (ફોટો – આઈપીએલ ટ્વીટર)

પ્રથમ બેટિંગ કરનારી ટીમનો હાથ ઉપર રહેશે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 10 ટી-20 મેચ રમાઇ છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમે 6 મેચમાં જીત મેળવી છે, જ્યારે બીજી બેટિંગ કરનાર ટીમે 4 મેચ જીતી છે. એટલે કે પહેલા બેટિંગ કરનારી ટીમ ફાયદામાં રહી છે. શુભમન ગિલનું બેટ અહીં ચાલે છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન પર ચાંપતી નજર રહેશે. છેલ્લી બે મેચમાં તે કંઈ ખાસ કરી શક્યો નથી.

આ પણ વાંચો | આઈપીએલ 2024 : વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર એકબીજાને ભેટી પડ્યા, જૂના વિવાદને ભૂલાવી દીધો

અમદાવાદમાં હવામાન કેવું રહેશે?

અમદાવાદમાં મેચ દરમિયાન તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. વરસાદની કોઈ સંભાવના નથી અને આકાશ સ્પષ્ટ રહેશે. ભેજનું પ્રમાણ પણ ઓછું રહેશે. ઓછામાં ઓછું હવામાનની દૃષ્ટિએ જોઈએ તો બંને ટીમોના ખેલાડીઓ માટે પરિસ્થિતિ ઘણી આરામદાયક રહેવાની અપેક્ષા છે. દર્શકોને 40 ઓવરની મેચ જોવા મળશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ