આઈપીએલ 2024 : એમએસ ધોનીએ ચેન્નઇ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડી, ઋતુરાજ ગાયકવાડ નવો કેપ્ટન

IPL 2024 : રૂતુરાજ ગાયકવાડ આઈપીએલમાં સીએસકેનો ચોથો કેપ્ટન બન્યો છે. આ પહેલા ધોની, સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજા આ ટીમની કેપ્ટનશિપ કરી ચૂક્યા છે

Written by Ashish Goyal
Updated : March 21, 2024 16:52 IST
આઈપીએલ 2024 : એમએસ ધોનીએ ચેન્નઇ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડી, ઋતુરાજ ગાયકવાડ નવો કેપ્ટન
ધોનીના સ્થાને ઋતુરાજ ગાયકવાડની ચેન્નઇ સુપર કિંગ્સ નવા કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી (PHOTOS via CSK, IPL X)

MS Dhoni steps down as captain of CSK : આઈપીએલ 2024ની શરૂઆત થાય તે પહેલા જ ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી છે. ધોનીના સ્થાને હવે ઋતુરાજ ગાયકવાડની નવા કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે. આઈપીએલમાં કેપ્ટનના ફોટો શૂટ દરમિયાન ધોનીના સ્થાને ટ્રોફી સાથે ઋતુરાજ ગાયકવાડ જોવા મળ્યો હતો. આ પછી આઈપીએલના ટ્વિટર હેન્ડલથી જાહેરાત કરાઇ કે ઋતુરાજ ગાયકવાડ ચેન્નઇ સુપર કિંગ્સનો નવો કેપ્ટન છે. રૂતુરાજ ગાયકવાડ આઈપીએલમાં સીએસકેનો ચોથો કેપ્ટન બન્યો છે. આ પહેલા ધોની, સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજા આ ટીમની કેપ્ટનશિપ કરી ચૂક્યા છે.

ધોની હટ્યો, રુતુરાજ ગાયકવાડને આપી જવાબદારી

વર્ષ 2022માં એમએસ ધોનીએ આઈપીએલની કેપ્ટનશિપ છોડી દીધી હતી અને તે પછી રવિન્દ્ર જાડેજાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ ટીમના ખરાબ પ્રદર્શન બાદ ધોનીએ ફરીથી ટીમની કેપ્ટનશિપ સંભાળી લીધી હતી. જોકે તે સિઝનમાં સીએસકેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. પરંતુ વર્ષ 2023માં ઘૂંટણની ઈજાથી સંઘર્ષ કરી રહેલા ધોનીએ આ ટીમને પાંચમી વખત ચેમ્પિયન બનાવી હતી. એવું માનવામાં આવી રહ્યું હતું કે આ વખતે પણ સીએસકે પોતાની કેપ્ટનશિપમાં મોટો ધમાકો કરી શકે છે, પરંતુ આ લીગની શરૂઆત પહેલા જ ધોનીએ એક મોટું પગલું ભર્યું અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને રુતુરાજને ટીમની કમાન સોંપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ધોનીએ સોશિયલ મીડિયા પર એક સંદેશ આપ્યો હતો અને લખ્યું હતું કે આ વખતે તમે તેને નવી ભૂમિકામાં જોઈ શકો છો અને તેણે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. હવે તેણે ટીમની કેપ્ટનશિપ છોડી દીધી છે. આ વખતે ધોની હવે સીએસકે માટે વિકેટકીપર બેટ્સમેન તરીકે રમતો જોવા મળશે અને તેની દેખરેખમાં રુતુરાજ આ જવાબદારી સંભાળશે. ધોનીના આ મોટા નિર્ણય બાદ આઇપીએલમાં તેના યુગનો અંત આવ્યો છે, કારણ કે 42 વર્ષીય ધોની ફરી કેપ્ટન બને તેવી શક્યતા નહિવત્ છે.

આ પણ વાંચો – આઈપીએલ ઓપનિંગ સેરેમનીમાં અક્ષય કુમાર સહિત આ સ્ટાર્સ કરશે પર્ફોમન્સ

આઈપીએલમાં ધોનીની કેપ્ટન તરીકેની સફર

આઈપીએલમાં ધોનીના કેપ્ટન તરીકેની સફરની વાત કરીએ તો તેણે આ લીગમાં કુલ 226 મેચોમાં કેપ્ટનશિપ કરી છે અને આમાંથી તેણે 133 મેચમાં જીત મેળવી છે. જ્યારે 91 મેચમાં પરાજય થયો છે. ધોની મેચ જીતવાના મામલે આઈપીએલનો સૌથી સફળ કેપ્ટન છે. ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં 2010, 2011, 2018, 2021, 2023માં સીએસકેની ટીમને ચેમ્પિયન બનાવી હતી અને તે રોહિત શર્માની સાથે આ લીગમાં સૌથી સફળ કેપ્ટન છે. આઇપીએલમાં ધોનીની કેપ્ટન્સી જોહનિસબર્ગમાં શરુ થઈ હતી અને તે આ લીગમાં ભારતીય કેપ્ટન તરીકે ટાઈટલ જીતનારો સૌપ્રથમ ખેલાડી હતો.

આઈપીએલમાં કેપ્ટન તરીકે ધોનીની ખાસ સિદ્ધિ

5 આઈપીએલ ટ્રોફી જીતી.2 સીએલટીટી20 ટ્રોફી જીતી.આઈપીએલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ જીત.આઈપીએલમાં કેપ્ટન તરીકે શ્રેષ્ઠ જીતની ટકાવારી.કેપ્ટન તરીકે સૌથી વધુ ફાઇનલ.કેપ્ટન તરીકે સૌથી વધારે પ્લેઓફ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ