આઈપીએલ 2024 પ્લેઓફ : કેકેઆરનો પ્લેઓફમાં 62% સક્સેસ રેટ, જુઓ કેવો છે છેલ્લા 13 વર્ષનો રેકોર્ડ

IPL Playoffs KKR vs SRH Qualifier 1 : કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમ 8મી વખત આઇપીએલ પ્લેઓફ કે નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચી છે. મંગળવારે (21 મે) ક્વોલિફાયર 1 મેચમાં તેનો મુકાબલો બીજા સ્થાને રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે

Written by Ashish Goyal
May 20, 2024 19:06 IST
આઈપીએલ 2024 પ્લેઓફ : કેકેઆરનો પ્લેઓફમાં 62% સક્સેસ રેટ, જુઓ કેવો છે છેલ્લા 13 વર્ષનો રેકોર્ડ
કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમ 8મી વખત આઇપીએલ પ્લેઓફ કે નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચી છે (તસવીર - કેકેઆર ટ્વિટર)

KKR vs SRH Qualifier 1, KKR in IPL Playoffs : આઈપીએલ 2024 તેના અંતિમ પડાવ પર છે. લીગ સ્ટેજમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહી હતી. ટીમ 2021 બાદ પ્રથમ વખત પ્લેઓફમાં પહોંચી છે. શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. લીગ સ્ટેજમાં પ્રભુત્વ જોવા મળ્યું છે. આ ટીમ 8મી વખત આઇપીએલ પ્લેઓફ કે નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચી છે.

કેકેઆર છેલ્લે 2021ની ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે આઈપીએલ પ્લેઓફ મેચ રમ્યું હતું, જ્યાં તેનો 27 રનથી પરાજય થયો હતો. કેકેઆરનો આ સિઝનમાં ગ્રુપ સ્ટેજમાં નેટ રનરેટ +1.428 હતો. આ કોઈ પણ સિઝનમાં કોઈ પણ ટીમ માટે સૌથી વધુ નેટ રનરેટ છે. મંગળવારે (21 મે) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર 1 મેચમાં તેનો મુકાબલો બીજા સ્થાને રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. પ્લે ઓફમાં કોલકાતાનો સક્સેસ રેટ 62 ટકા છે. તે ક્વોલિફાયર-1 રમીને તે ચેમ્પિયન બની છે.

આઈપીએલ પ્લેઓફ અને નોકઆઉટમાં કેકેઆરની જીત/હારનો રેકોર્ડ

  • મેચ: 13, જીત : 8, હાર : 5
  • પ્રથમ બેટિંગ કરતા જીત મેળવીઃ 3.
  • બીજા બેટિંગ કરતા જીત મળી : 5.
  • હાઈએસ્ટ સ્કોરઃ આઈપીએલ 2014ની ફાઈનલમાં પંજાબ કિંગ્સ સામે 7 વિકેટે 200 રન.
  • લોએસ્ટ સ્કોરઃ 2017માં ક્વોલિફાયર 2 માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 107 રન.
  • હાઈએસ્ટ સફળ રન ચેઝ : 2014ની ફાઈનલમાં પંજાબ કિંગ્સ સામે 19.3 ઓવરમાં 7 વિકેટે 200 રન.

આ પણ વાંચો – આઈપીએલ 2024, ક્વોલિફાયર 1 માં કોલકાતા વિ. હૈદરાબાદ ટક્કર, કેવો છે બન્નેનો રેકોર્ડ

આઈપીએલ પ્લેઓફ અને નોકઆઉટમાં કેકેઆરનું પ્રદર્શન

  • 2011 – એલિમિનેટર – મુંબઈ ઈન્ડિયન્સ સામે ચાર વિકેટે પરાજય.
  • 2012 – ક્વોલિફાયર 1 – દિલ્હી ડેરડેવિલ્સ સામે 18 રનથી વિજય.
  • 2012 – ફાઇનલ – ચેન્નાઇ સુપર કિંગ્સ સામે પાંચ વિકેટે વિજય.
  • 2014 – ક્વોલિફાયર 1 – કિંગ્સ ઇલેવન પંજાબ સામે 28 રનથી જીત.
  • 2014 – ફાઈનલ – કિંગ્સ ઈલેવને પંજાબ સામે ત્રણ વિકેટથી જીત.
  • 2016 – એલિમિનેટર – સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 22 રને પરાજય.
  • 2017 – એલિમિનેટર – સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સાત વિકેટે વિજય.
  • 2017 – ક્વોલિફાયર 2 – મુંબઈ ઈન્ડિયન્સ સામે છ વિકેટે પરાજય.
  • 2018 – એલિમિનેટર – રાજસ્થાન રોયલ્સ સામે 25 રને વિજય.
  • 2018 – ક્વોલિફાયર 2 – સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 14 રને હાર.
  • 2021 – એલિમિનેટર – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચાર વિકેટે વિજય.
  • 2021 – ક્વોલિફાયર 2 – દિલ્હી કેપિટલ્સ સામે ત્રણ વિકેટે વિજય.
  • 2021 – ફાઇનલ – ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 27 રનથી પરાજય.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ