IPL Flashback RCB vs PBKS : આઈપીએલ 2024ની 58મી મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 9 મે ના રોજ સાંજે 7.30 કલાકે ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોરે આ સિઝનમાં 11 મેચમાંથી 4 મેચમાં વિજય મેળવ્યો છે અને 7 મેચમાં પરાજય થયો છે. જ્યારે પંજાબ કિંગ્સનો 11 મેચમાંથી 4 માં વિજય થયો છે અને 7 માં પરાજય થયો છે. આઈપીએલમાં બેંગલોર અને પંજાબ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે પંજાબની સ્થિતિ થોડી સારી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં આરસીબી અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 32 મુકાબલા થયા છે. જેમાં 17 મેચમાં પંજાબ કિંગ્સનો વિજય થયો છે. જ્યારે 15 મેચમાં આરસીબીનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં પંજાબનો હાઈએસ્ટ સ્કોર 232 અને લોએસ્ટ સ્કોર 88 રન છે. જ્યારે આરસીબીનો હાઇએસ્ટ સ્કોર 226 અને લોએસ્ટ સ્કોર 84 રન છે. 2024ની સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં બન્ને ટકરાયા ત્યારે આરસીબીએ ચાર વિકેટે વિજય મેળવ્યો હતો.
આ પણ વાંચો – આઈપીએલ 2024, હૈદરાબાદે 166 રનનો પડકાર 9.4 ઓવરમાં જ મેળવી લીધો
હોમગ્રાઉન્ડમાં આરસીબી અને પંજાબ કિંગ્સનો રેકોર્ડ
બેંગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 12 મેચો રમાઇ છે. જેમાં 7 મેચમાં આરસીબીનો વિજય થયો છે અને 5 મેચમાં પંજાબ કિંગ્સનો વિજય થયો છે. પંજાબના હોમગ્રાઉન્ડ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 8 મેચો રમાઇ છે. જેમાં 3 મેચમાં પંજાબનો અને 5 મેચમાં આરસીબીનો વિજય થયો છે.
તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 12 મેચો રમાઇ છે. જેમાં આરસીબીનો 3 મેચમાં અને પંજાબ કિંગ્સનો 9 મેચમાં વિજય થયો છે.





