આઈપીએલ 2024 : કોણ પહોંચશે પ્લેઓફમાં, ચેન્નાઈ કે બેંગ્લોર, આવું છે સમીકરણ

IPL 2024 RCB vs CSK Playoffs Scenario : આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્દસ હૈદરાબાદની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઇ છે. ચોથા સ્થાન માટે સીએસકે અને આરસીબી વચ્ચે ટક્કર છે

Written by Ashish Goyal
May 17, 2024 16:21 IST
આઈપીએલ 2024 : કોણ પહોંચશે પ્લેઓફમાં, ચેન્નાઈ કે બેંગ્લોર, આવું છે સમીકરણ
આઈપીએલ 2024ની પ્લેઓફની રેસ રસપ્રદ બની ગઇ છે (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2024 RCB vs CSK Playoffs Qualification Scenario : આઈપીએલ 2024માં ત્રણ ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે. પહેલી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ અને બીજી ટીમ રાજસ્થાન રોયલ્સ છે. આ બંને બાદ હૈદરાબાદ પ્લે ઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની હતી. હવે પ્લેઓફ માટે એક સ્થાન બાકી છે અને આ માટે બે ટીમો વચ્ચે આકરી સ્પર્ધા છે. જેમાં પ્રથમ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને બીજી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની છે. આ બન્નેમાંથી કોઈ પણ એક ટીમ હવે પ્લેઓફમાં પહોંચી શકે છે.

સીએસકે પર પ્લેઓફની રેસમાંથી બહાર થવાનો ખતરો

શનિવારે 18 મે ના રોજ સીએસકે અને આરસીબી વચ્ચે મેચ રમાવાની છે અને આ મેચમાં બંને ટીમોની જીત જરૂરી છે. જો સીએસકે જીતશે તો આરસીબીની રમત પૂરી રીતે ખતમ થઈ જશે અને તે પ્લેઓફ સુધી નહીં પહોંચી શકે. પરંતુ બીજી તરફ આરસીબી માટે ફક્ત જીત જરૂરી નથી તેણે રનરેટ ઉપર પણ ધ્યાન રાખવો પડશે. તો જ તે સીએસકેથી આગળ નીકળી શકે છે.

આવું છે સમીકરણ

હાલની સ્થિતિ પર નજર કરીએ તો સીએસકે અત્યાર સુધી 13 મેચ રમી ચૂકી છે, જેમાં આ ટીમે 7 મેચ જીતી છે અને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 7 જીત સાથે સીએસકેના 14 પોઇન્ટ છે અને માત્ર એક જીત તેમને પ્લેઓફમાં લઈ જશે. પરંતુ આરસીબીની વાત કરીએ તો આ ટીમે 13 માંથી 6 મેચ જીતી છે અને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આરસીબીના 12 પોઇન્ટ છે અને આ ટીમ પાસે પ્લેઓફમાં પહોંચવાની શાનદાર તક છે.

આ પણ વાંચો – અમદાવાદમાં વરસાદના કારણે મેચ થઇ હતી રદ, જાણો પ્રશંસકો ટિકિટના પૈસા કેવી રીતે પાછા મેળવી શકશે

સીઅસકે અને આરસીબીની રનરેટ કેવી છે

સીએસકેની રનરેટ હાલમાં +0.528 છે, જ્યારે આરસીબીની રન રેટ +0.387 છે. હવે આ સ્થિતિમાં જો આરસીબી સીએસકેને સારા રન માર્જિનથી હરાવશે તો તેના પણ 14 પોઇન્ટ થઇ જશે અને તેનો રનરેટ સીએસકે કરતા સારો થઇ શકે છે. જો જીત બાદ આરસીબીની રનરેટ સીએસકે કરતા સારી હશે તો આરસીબી માટે તક હશે અને સીએસકેને પ્લેઓફની રેસમાંથી બહાર થવું પડશે.

માની લો કે જો આરસીબી આ મેચમાં પહેલા બેટિંગ કરે અને 20 ઓવરમાં 200 રન બનાવે તો આ સ્થિતિમાં તેમણે સીએસકેને 18 રનથી હરાવવું પડશે અને જો તેમને 200 રનનો ટાર્ગેટ મળશે તો તેમણે આ લક્ષ્યને 18.1 ઓવરમાં હાંસલ કરવું પડશે. આરસીબીની જીત બાદ તેમની નેટ રનરેટમાં 0.3નો વધારો થશે. હાલમાં આરસીબીની રનરેટ +0.387 છે જ્યારે સીએસકેની રનરેટ +0.528 છે.

વરસાદ પડશે તો ચેન્નાઈ પ્લેઓફમાં પહોંચી જશે

વરસાદના કારણે જો આ મેચ રદ થશે તો ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચી જશે. કારણ કે સીએસકેના 14 પોઇન્ટ છે અને વરસાદના કારણે રદ થાય તો તેના 15 પોઇન્ટ થઇ જશે. બીજી તરફ આરસીબીના 12 પોઇન્ટ છે અને તેને 1 પોઇન્ટ મળે તો તેને 13 પોઇન્ટ જ થશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ