IPL Flashback RCB vs SRH : આઈપીએલ 2024ની 30મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 15 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. સનરાઇઝર્સ હૈદરાહાદ આ સિઝનમાં 5 મેચ રમ્યું છે. જેમાં 3 મેચમાં વિજય મેળવ્યો છે અને 2 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો 6 મેચમાંથી 1 માં વિજય થયો છે અને 5 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો બન્ને ટીમનું સમાન પ્રભુત્વ જોવા મળે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ
આઈપીએલમાં બેંગલોર અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 23 મુકાબલા થયા છે. જેમાં 10 મેચમાં બેંગલોરનો વિજય થયો છે અને 12 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. એક મેચ રદ થઇ હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં બેંગલોરનો હાઈએસ્ટ સ્કોર 227 અને લોએસ્ટ સ્કોર 68 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 231 અને લોએસ્ટ સ્કોર 115 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે એક મેચ રમાઇ હતી. જેમાં બેંગલોરનો વિજય થયો હતો.
આ પણ વાંચો – આઈપીએલ 2024માં ગ્લેન મેક્સવેલનો 1 રન 19 લાખમાં પડ્યો, 12 સિઝનમાં સાતમી વખત કર્યા નિરાશ
હોમગ્રાઉન્ડમાં બેંગલોર અને હૈદરાબાદનો રેકોર્ડ
રોયલ ચેલેન્જર્સ બેંગલોરના હોમગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ મેદાનમાં બન્ને વચ્ચે 8 મેચો રમાઇ છે. જેમાં 5 મેચમાં બેંગલોરનો અને 2 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. એક મેચ રદ થઇ હતી. બીજી તરફ હૈદરાબાદના હોમગ્રાઉન્ડ રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 8 મેચ રમાઇ છે. જેમાં હૈદરાબાદનો 6 મેચમાં અને બેંગલોરનો 2 મેચમાં વિજય થયો છે.
તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બેંગલોર અને હૈદરાબાદ વચ્ચે 7 મેચો રમાઇ છે. જેમાં 4 મેચમાં હૈદરાબાદનો અને 3 મેચમાં બેંગલોરનો વિજય થયો છે.





