IPL Record : જીત, હાર, ફોર-સિક્સર, કેચ સહિત આ છે આઈપીએલના 23 મોટા રેકોર્ડ્સ

IPL 2024 : આઈપીએલ 2024ની સિઝન 22 માર્ચથી શરુ થશે. અત્યાર સુધીની 16 સિઝન દરમિયાન ઘણા રેકોર્ડ પણ જોવા મળ્યા છે. અહીં આઈપીએલના 23 સૌથી મોટા રેકોર્ડ્સ બતાવી રહ્યા છીએ

Written by Ashish Goyal
March 15, 2024 21:57 IST
IPL Record : જીત, હાર, ફોર-સિક્સર, કેચ સહિત આ છે આઈપીએલના 23 મોટા રેકોર્ડ્સ
IPL 2024 શરૂ થવામાં માત્ર એક સપ્તાહ બાકી છે (તસવીર - સોશિયલ મીડિયા)

IPL Record : IPL 2024 શરૂ થવામાં માત્ર એક સપ્તાહ બાકી છે. તમામ ટીમોએ અલગ-અલગ જગ્યાએ કેમ્પ લગાવીને તૈયારીઓ શરૂ કરી દીધી છે. છેલ્લી 16 સિઝનમાં ચાહકોને આ લીગમાં ઘણી એક્શન જોવા મળી છે. ક્યારેક બેટ્સમેનોએ પોતાની આક્રમક બેટિંગથી મેચ બદલી નાખી તો ક્યારેક બોલરોએ શાનદાર બોલિંગથી જીત અપાવી છે. આ દરમિયાન ઘણા રેકોર્ડ પણ જોવા મળ્યા છે. લીગની 17મી સિઝન 24 માર્ચ 2024થી શરૂ થવાની છે. આ સમયે જાણો અત્યાર સુધીના આઈપીએલના 23 સૌથી મોટા રેકોર્ડ્સ.

IPLના 23 મોટા રેકોર્ડ

-સૌથી વધુ મેચ રમનાર ટીમ – મુંબઈ ઈન્ડિયન્સ લીગમાં સૌથી વધારે 247 મેચ રમ્યું છે.

-સૌથી વધુ મેચ જીતનાર ટીમ – મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ 138 મેચ જીતી છે.

-સૌથી વધુ મેચ હારનાર ટીમ – દિલ્હી કેપિટલ્સ સૌથી વધુ 127 મેચ હારી છે.

-સૌથી વધુ સ્કોર બનાવનાર ટીમ – 2013માં પૂણે વોરિયર્સ સામે આરસીબીએ 263 રન બનાવ્યા હતા.

-સૌથી લોએસ્ટ સ્કોર બનાવનારી ટીમ – આરસીબીએ વર્ષ 2017માં કેકેઆર સામે 49 રન બનાવ્યા હતા.બનાવ્યું હતું.

-સૌથી વધુ સદી ફટકારનારી ટીમ – RCBએ 17 સદી ફટકારી છે જે લીગમાં સૌથી વધુ છે.

-સૌથી વધુ 50+ સ્કોર કરનારી ટીમ – RCBના ખેલાડીઓએ લીગમાં 213 વખત 50+ સ્કોર બનાવ્યો છે.

-સૌથી વધુ સિક્સર ફટકારનાર ટીમ – મુંબઈ ઈન્ડિયન્સે 1548 સિક્સ ફટકારી છે.

-સૌથી વધુ ફોર ફટકારનાર ટીમ – મુંબઈ ઈન્ડિયન્સે 3418 ચોગ્ગા ફટકાર્યા છે.

આ પણ વાંચો –  અત્યાર સુધીના ઓરેન્જ કેપ વિજેતાઓની યાદી, જાણો સૌથી વધારે કોણે જીતી છે આ કેપ

-સૌથી વધુ ડક – દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ 157 વખત ડક પર આઉટ થયા છે. કોઇપણ ટીમ કરતાં વધુ સંખ્યા છે.

-સૌથી વધુ મેઇડન ઓવર ફેંકનાર ટીમ – મુંબઈ ઈન્ડિયન્સે લીગમાં સૌથી વધુ 44 ઓવર મેઇડન નાખી છે.

-સૌથી વધુ ચાર વિકેટ લેનારી ટીમ – પંજાબ કિંગ્સના બોલરોએ સૌથી વધુ ચાર વિકેટ લીધી.વિકેટ લીધી છે.

-સૌથી વધુ પાંચ વિકેટ ઝડપનાર ટીમ – મુંબઈ ઈન્ડિયન્સના બોલરોએ સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી છે.

-સૌથી વધારે સિક્સર આ ટીમ સામે લાગ્યા છે – આરસીબી સામે હરિફ ટીમોએ 1499 સિક્સર ફટકારી છે.

-જે ટીમ સામે સૌથી વધુ સદી ફટકારવામાં આવી છે – મુંબઈ ઈન્ડિયન્સ સામે 13 સદી ફટકારવામાં આવી છે. જે લીગમાં સૌથી વધુ છે.

-સૌથી વધુ ખેલાડીઓને તક આપનાર ટીમ – RCB તરફથી અત્યાર સુધીમાં 157 ખેલાડીઓ રમી ચુક્યા છે.

-સૌથી વધુ કેચ પકડનાર ટીમ – મુંબઈ ઈન્ડિયન્સે લીગમાં અત્યાર સુધીમાં 948 કેચ પકડ્યા છે.

-સૌથી વધુ સ્ટમ્પિંગ કરનાર ટીમ- KKRએ સૌથી વધુ 50 સ્ટમ્પિંગ કર્યા છે.

-સૌથી વધુ સદીની ભાગીદારી કરનાર ટીમ – આરસીબી તરફથી સૌથી વધારે 46 સદીની ભાગીદારી થઈ છે.

-50+ ની સૌથી વધુ ભાગીદારી કરનાર ટીમ – ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૌથી વધારે 242 અડધી સદીની ભાગીદારી નોંધાઇ છે.

-સૌથી વધુ નોકઆઉટ મેચ જીતનાર ટીમ – ચેન્નઈ સુપર કિંગ્સે સૌથી વધુ 17 નોકઆઉટ મેચો જીતી છે.

-પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર ટીમ – મુંબઈ ઈન્ડિયન્સ પાવરપ્લેમાં સૌથી વધારે 365 વિકેટ લીધી છે.

-પાવર પ્લેમાં સૌથી વધુ સ્કોર – પાવર પ્લેમાં સૌથી વધુ સ્કોર કેકેઆરના નામે છે. તેણે 105 રન બનાવ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ