IPL 2024 KKR vs RCB Match : આઈપીએલ 2024 સિઝનમાં આજે આરસીબી પોતાના હોમ ગ્રાઉન્ડ પર કેકેઆર સામે પોતાની 8મી લીગ મેચ રમશે. તેમાં કોઈ શંકા નથી કે કેકેઆર આ સમયે શાનદાર ક્રિકેટ રમી રહ્યું છે અને આ ટીમને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવવું આરસીબી માટે સરળ રહેશે નહીં. આમ જોવા જઈએ તો આરસીબીને હવે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે કોઈ પણ ભોગે જીતવું જરૂરી છે.
જોકે આરસીબીની ટીમ નબળી નથી, પરંતુ આ ટીમમાં કેટલીક ખામીઓ છે અને તેને દૂર કરીને યોગ્ય વ્યૂહરચના સાથે આ ટીમ કેકેઆરને હરાવવામાં સફળ થઈ શકે છે. આરસીબી એ છેલ્લી 7 મેચમાંથી એકમાં જીત મેળવી છે, જ્યારે 6 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે કેકેઆરએ 6માંથી 4 મેચ જીતી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે.
સુનીલ નારાયણ પર લગામ લગાવવી ખૂબ જ જરૂરી
આ સમયે કેકેઆરની ટીમનું સૌથી મોટું હથિયાર સુનીલ નારાયણ છે, જે ઓપનિંગ કરતી વખતે શાનદાર બેટિંગ કરી રહ્યો છે અને પાવર પ્લેની અંદર વિરોધી ટીમના બોલરોને જબરદસ્ત રીતે ટક્કર આપવાનું કામ કરી રહ્યો છે. સુનીલ નારાયણે રાજસ્થાન સામે સદી ફટકારી હતી અને આ સમયે તેને રોકવો શક્ય નથી, પરંતુ આરસીબી એ આ કામ કોઈપણ સ્થિતિમાં કરવું પડશે. નરેને આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 7 મેચમાં 187.75ના અદભૂત સ્ટ્રાઇક રેટ સાથે 276 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને એક હાઇ સેન્ચ્યુરી છે. આરસીબી માટે નરેન ઉપરાંત ફિલ સોલ્ટ, આંદ્રે રસેલ અને નીચલા ક્રમે રિંકુ સિંહ નીચલા મુશ્કેલી બની શકે છે.
બોલિંગમાં સુધારો કરવો પડશે
આઈપીએલ 2024 સિઝનમાં બંને ટીમો વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં કેકેઆર એ આરસીબી ને તેના હોમ ગ્રાઉન્ડ પર 7 વિકેટે પરાજય આપ્યો હતો. આ મેચમાં આરસીબી એ પ્રથમ બેટિંગ કરતી વખતે 20 ઓવરમાં 6 વિકેટે 182 રન બનાવ્યા હતા, પરંતુ તે પછી કેકેઆર એ 16.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 186 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ મેચમાં આરસીબીની હારનું સૌથી મોટું કારણ આ ટીમનું બોલિંગ યુનિટ હતું, જેને જોરદાર પિટાઇ થઇ હતી.
આરસીબી પોતાની અન્ય મેચ પણ મોટાભાગે પોતાની બોલિંગના કારણે હારી રહી છે, જે નબળી લાગી રહી છે. આરસીબી એ પોતાના બોલરોની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરવી પડશે અને બોલરોએ પણ પોતાની જવાબદારી નિભાવવી પડશે. જો બોલર્સ જવાબદારી લે છે તો આરસીબી માટે કેકેઆરને હરાવવું મુશ્કેલ ન હોવું જોઇએ કારણ કે આ ટીમની બેટિંગ ઘણી સારી છે જેમાં કોહલી, ડુપ્લેસિસ, ગ્રીન, પાટીદાર, ગ્લેન મેક્સવેલ, અનુજ રાવત અને દિનેશ કાર્તિક છે.
આરસીબી ના સંભવિત પ્લેઇંગ ઇલેવન
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), કેમરુન ગ્રીન, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, અનુજ રાવત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક, અલઝારી જોસેફ, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.
આ પણ વાંચો | સૂર્યકુમાર કે બટલર નહીં , કેન વિલિયમ્સનના મતે આ ખેલાડી ટી-20 ક્રિકેટમાં બનાવી શકે છે 200 રન
કેકેઆર ના સંભવિત પ્લેઇંગ ઇલેવન
ફિલિપ સોલ્ટ (વિકેટ કીપર), સુનીલ નરેન, અંગકૃષ રઘુવંશી, શ્રેયસ અય્યર (કેપ્ટન), વેંકટેશ અય્યર, રિંકૂ સિંહ, આંદ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.





