IPL 2025 Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Head To Head Records : આઈપીએલ 2025ની 15મી મેચમાં કોલકાતા નાઇડ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 3 એપ્રિલના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો કેકેઆરનું પલડું ભારે છે.
કોલકાતા નાઇટ રાઇડર્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ
આઈપીએલમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 28 મુકાબલા થયા છે. જેમાં 19 મેચમાં કેકેઆરનો વિજય થયો છે. જ્યારે 9 મેચમાં એસઆરએચનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં કોલકાતાનો હાઈએસ્ટ સ્કોર 208 રન અને લોએસ્ટ સ્કોર 101 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 228 અને લોએસ્ટ સ્કોર 113 રન છે.
છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ
આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો કોલકાતા નાઇટ રાઇડર્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી કોલકાતાનો 3 મેચમાં વિજય થયો છે. જ્યારે હૈદરાબાદ એકપણ મેચ જીતી શક્યું નથી. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે 3 મેચ રમાઇ હતી અને ત્રણેય મેચમાં કેકેઆરનો વિજય થયો હતો. બન્ને છેલ્લી વખત આઈપીએલ 2024ની ફાઇનલમાં ટકરાયા હતા. જેમાં કેકેઆરે બાજી મારી હતી અને ચેમ્પિયન બન્યું હતું.
આ પણ વાંચો – CSK માં કેવી રીતે નક્કી થાય છે ધોનીનો બેટિંગ ઓર્ડર? ટીમ માટે કેમ જરૂરી છે 43 વર્ષનો આ ખેલાડી, જાણો
કોલકાતાના હોમગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બન્ને વચ્ચે 10 મેચો રમાઇ છે. જેમાં 7 મેચમાં કોલકાતાનો અને 3 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે.
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
કોલકાતા નાઈટ રાઈડર્સ : સુનીલ નારાયણ, ક્વિન્ટન ડી કોક, વેંકટેશ ઐયર, અજિંક્ય રહાણે, રિંકુ સિંહ, અંગક્રીશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, સ્પેન્સર જોન્સન, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી.
સનરાઇઝર્સ હૈદરાબાદ : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી.





