LSG vs CSK Head To Head : આઈપીએલ 2025, લખનઉ વિ ચેન્નઇ હેડ ટુ હેડ રેકોર્ડ, જુઓ રસપ્રદ ફેક્ટ

IPL 2025 LSG vs CSK Head To Head : આઈપીએલમાં લખનઉ અને ચેન્નઇ વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાંથી 3 મેચમાં લખનઉનો વિજય થયો છે જ્યારે 1 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી હતી

Written by Ashish Goyal
April 14, 2025 14:37 IST
LSG vs CSK Head To Head : આઈપીએલ 2025, લખનઉ વિ ચેન્નઇ હેડ ટુ હેડ રેકોર્ડ, જુઓ રસપ્રદ ફેક્ટ
LSG vs CSK Head To Head : આઈપીએલ 2025, લખનઉ વિ ચેન્નઇ હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Lucknow Super Giants vs Chennai Super Kings Head To Head Records : આઈપીએલ 2025ની 30મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 14 એપ્રિલના રોજ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો લખનઉનું પલડું ભારે છે.

લખનઉ સુપર જાયન્ટ્સ વિ ચેન્નઇ સુપર કિંગ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં લખનઉ અને ચેન્નઇ વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાંથી 3 મેચમાં લખનઉનો વિજય થયો છે જ્યારે 1 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં લખનઉનો હાઈએસ્ટ સ્કોર 213 અને લોએસ્ટ સ્કોર 180 રન છે. જ્યારે ચેન્નઇનો હાઇએસ્ટ સ્કોર 217 અને લોએસ્ટ સ્કોર 176 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો લખનઉ સુપર જાયન્ટ્સનો દબદબો છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં લખનઉનો વિજય થયો છે. જ્યારે એક મેચમાં ચેન્નઇનો વિજય થયો છે. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે 2 મેચ રમાઇ હતી અને બન્ને મેચમાં લખનઉનો વિજય થયો હતો.

આ પણ વાંચો – નિકોલસ પૂરને સિક્સર ફટકારી, બોલ સીધો ફેન્સના માથા પર વાગ્યો અને…, VIDEO વાયરલ

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

લખનઉ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, નિકોલસ પૂરન, ઋષભ પંત (કેપ્ટન), હિંમત સિંહ, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, આકાશ દીપ, અવેશ ખાન, દિગ્વેશ રાઠી, રવિ બિશ્નોઇ.

ચેન્નઇ સુપર કિંગ્સ : ડેવોન કોનવે, રાહુલ ત્રિપાઠી, રચિન રવિન્દ્ર, વિજય શંકર, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), આર અશ્વિન, નૂર અહમદ, અંશુલ કંબોજ, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ