IPL 2025, LSG Playing 11 : આઈપીએલ 2025ની મેગા હરાજી પૂરી થઈ ગઈ છે. તમામ ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમ બનાવી લીધી છે. લખનઉ સુપર જાયન્ટ્સે હરાજીમાં 19 ખેલાડીઓ ખરીદ્યા હતા. તેણે હરાજી પહેલા 5 ખેલાડીઓને રિટેન કર્યા હતા. આ રીતે તેણે મહત્તમ 25માંથી 24 ખેલાડીઓની ટીમ તૈયાર કરી હતી. લખનઉ સુપર જાયન્ટ્સે ઋષભ પંતને 27 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ઋષભ પંતને પણ કેપ્ટન બનાવવામાં આવે તેવી આશા છે.
ઋષભ પંત કેપ્ટન બનવા માટે તૈયાર!
હરાજી દરમિયાન ટીમના માલિક સંજીવ ગોએન્કાએ આ વાતનો સંકેત આપ્યો હતો. જો ઋષભ પંતને કેપ્ટન બનાવવામાં આવે તો આઇપીએલ 2025માં તેની પ્લેઇંગ ઇલેવન પસંદ કરવા માટે તેણે ઘણું મનોમંથન કરવું પડી શકે છે. જે બે ખેલાડીઓ પર ટીમે સૌથી વધુ રકમ ખર્ચ કરી છે તે બંને વિકેટકીપર (ઋષભ પંત અને નિકોલસ પૂરન) છે. લખનઉ સુપર જાયન્ટ્સે નિકોલસ પૂરનને 21 કરોડમાં જાળવી રાખ્યો છે.
બંને પ્લેઇંગ ઇલેવનમાં જ રહેવાના છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન ટી-20 ટીમનો કેપ્ટન મિચેલ માર્શ પણ ટીમમાં છે. દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન એડન માર્કરામ પણ ટીમમાં છે. જો કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવે તો ઋષભ પંત એડન માર્કરામ અને મિચેલ માર્શની જોડીને ઓપનિંગમાં ઉતારી શકે છે. તે પોતે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવી શકે છે.
આ પણ વાંચો – IPL 2025 માટે પંજાબ કિંગ્સની ટીમ સંપૂર્ણ બદલાઈ ગઈ, અહીં જુઓ સંપૂર્ણ સ્કોડ
ચોથા નંબર પર ઉતરી શકે છે નિકોલસ પૂરન
નિકોલસ પૂરન ચોથા અને ‘કિલર મિલર’ તરીકે જાણીતો ડેવિડ મિલર પાંચમા ક્રમે રમી શકે છે. ઋષભ પંત બે ઓલરાઉન્ડર અબ્દુલ સમદ અને શાહબાઝ અહમદને પણ ટીમમાં સામેલ કરી શકે છે. જોકે તેમાં અનુભવી પેસ બેટરીનો અભાવ છે. અવેશ ખાન ટીમનો સૌથી અનુભવી પેસર છે. મયંક યાદવ તેને સારો સાથ આપી શકે છે. મોહસિન ખાન અને રવિ બિશ્નોઈને પણ અંતિમ અગિયારમાં સ્થાન મળી શકે છે.
આઇપીએલ 2025માં એલએસજીની સંભવિત બેસ્ટ પ્લેઇંગ 11
એડન માર્કરામ, મિચેલ માર્શ, ઋષભ પંત, નિકોલસ પૂરન, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાહબાઝ અહમદ, અવેશ ખાન, મયંક યાદવ, મોહસીન ખાન, રવિ બિશ્નોઈ.
લખનઉ સુપર જાયન્ટ્સની ફુલ ટીમ
ઋષભ પંત, નિકોલસ પૂરન, મયંક યાદવ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, આકાશદીપ, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, આયુષ બદોની, મોહસીન ખાન, મિચેલ માર્શ, શાહબાઝ અહમદ, એડેન માર્કરામ, શમાર જોસેફ, મણિમારન સિદ્ધાર્થ, મેથ્યુ બ્રેટ્ઝકે, અર્શિન કુલકર્ણી, દિગ્વેશ સિંહ, પ્રિન્સ યાદવ, યુવરાજ ચૌધરી, આકાશ સિંહ, રાજ્યવર્ધન હંગરગેકર, આર્યન જુયાલ, હિંમત સિંહ.





