આઈપીએલ મેગા હરાજી : લખનઉ સુપર જાયન્ટ્સમાં રિટેન થવા માંગે છે કેએલ રાહુલ! માલિક સંજીવ ગોએન્કાને મળ્યો

IPL Mega Auction: ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલ 2025ની મેગા હરાજી અંગે હજુ સુધી રિટેન્શન પોલિસીની સત્તાવાર જાહેરાત કરી નથી. દરેક ટીમને કેટલા ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપવામાં આવશે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી

Written by Ashish Goyal
August 27, 2024 15:30 IST
આઈપીએલ મેગા હરાજી : લખનઉ સુપર જાયન્ટ્સમાં રિટેન થવા માંગે છે કેએલ રાહુલ! માલિક સંજીવ ગોએન્કાને મળ્યો
IPL Mega Auction: લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કા અને કેએલ રાહુલ (તસવીર - જિયોસિનેમા સ્ક્રીનગ્રેબ)

IPL Mega Auction: આઈપીએલ 2025ની મેગા હરાજી પહેલા ખેલાડીઓને રિટેન કરવાની વાત તેજ થઈ રહી છે. ત્યારે લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ સોમવારે ટીમના માલિક સંજીવ ગોએન્કાને મળવા માટે ફ્રેન્ચાઈઝીની કોલકાતા ઓફિસ પહોંચ્યા હતા. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. જાણકારી અનુસાર ભારતની ટી20 ટીમમાંથી બહાર રહેલા કેએલ રાહુલે સંજીવ ગોએન્કાને કહ્યું કે તે રિટેન થવા માંગે છે.

રિટેન થવા માંગે છે કેએલ રાહુલ

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના એક સભ્યએ નામ ન આપવાની શરતે કહ્યું કે હા, રાહુલ કોલકાતા આવીને આરપીજી મુખ્યાલયમાં સંજીવ ગોએન્કા સાથે મુલાકાત કરી હતી. તેણે સ્પષ્ટપણે કહ્યું છે કે તે રિટેન થવા માંગે છે. જોકે બીસીસીઆઇ જ્યાં સુધી રિટેન્શન પોલિસી તૈયાર નહીં કરે, ત્યાં સુધી એલએસજી મેનેજમેન્ટ પોતાની યોજના બનાવવા માગશે નહીં.

રાહુલ રિટેન્શન ઇચ્છે છે પરંતુ જ્યાં સુધી એલએસજીને ખબર ન પડે કે કેટલા ખેલાડીઓને રિટેન કરવાના છે અને નવું પર્સ કેટલું હશે, ત્યાં સુધી તે કોઈને રિટેન કરી શકશે નહીં. એલએસજી મેનેજમેન્ટ ટિપ્પણી માટે ઉપલબ્ધ ન હતું.

શું ફ્રેન્ચાઈઝી રાહુલને રિટેન કરશે?

જોકે રાહુલને એલએસજી દ્વારા જાળવી રાખવામાં આવે તો પણ તે હાલમાં અસંભવિત છે. તે પ્રથમ રિટેન્શન નહીં હોય. રાહુલ જેવા ખેલાડીને પ્રથમ વિકલ્પ તરીકે જાળવી રાખવાનો અર્થ એ થઈ શકે છે કે હરાજીના પર્સમાંથી 18-20 કરોડ રૂપિયા (જો ટીમ પર્સ વધારવામાં આવે તો) કાપવામાં આવશે. હાલ કોઈ ફ્રેન્ચાઈઝી એક્સ ફેક્ટરના ખેલાડીઓની શોધમાં નથી. તેઓ રાહુલમાં આટલું રોકાણ નહીં કરે.

આ પણ વાંચો – રોહિત શર્માની થશે છુટ્ટી? મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સહિત આ ખેલાડીઓને કરી શકે છે રિટેન

શું કેએલ રાહુલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં પરત ફરશે?

એવી પણ અટકળો કરવામાં આવી રહી છે કે કેએલ રાહુલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)માં પરત ફરી શકે છે, પરંતુ તેના વિશે કોઈ કન્ફર્મ જાણકારી સામે આવી નથી. જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેને પાછો લેવા માટે ગંભીર હોત તો તે કોલકાતા ન આવત. નોંધપાત્ર બાબત એ પણ છે કે હરાજી દરમિયાન ફ્રેન્ચાઈઝી ચોક્કસ પણે ખેલાડીને ખરીદી શકશે તેની ગેરંટી હોતી નથી.

રિટેન્શન પોલિસીની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે

ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલ 2025ની મેગા હરાજી અંગે હજુ સુધી રિટેન્શન પોલિસીની સત્તાવાર જાહેરાત કરી નથી. દરેક ટીમને કેટલા ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપવામાં આવશે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. વધુમાં રાઇટ ટુ મેચ (આરટીએમ) વિકલ્પ અન્ય એક ઓપ્શન છે, જે ટોપ રિટેન્શનને ફ્રેન્ચાઇઝીના નિર્ણયને પ્રભાવિત કરી શકે છે. રાહુલ સંજીવ ગોએન્કાને એવા સમયે મળ્યો છે જ્યારે સમાચાર આવ્યા હતા કે ઝહીર ખાન ફ્રેન્ચાઇઝી મેન્ટર બનાવવા પર વિચાર કરી રહી છે. ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવનાર છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ