IPL 2025 Auction Date: આઈપીએલ ઓક્શન 2025 માટે બીસીસીઆઈ એક મહત્વપૂર્ણ નિયમમાં ફેરફાર કરી શકે છે. અત્યાર સુધી દરેક ટીમને હરાજી પહેલા 3 ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી હતી પરંતુ હવે આ સંખ્યા 3 ના બદલે 5 થઈ શકે છે. આ નિયમના અમલનો અર્થ એ છે કે મુંબઈ ઈન્ડિયન્સ માટે મોટી સમસ્યા સમાપ્ત થઈ જશે.
આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓ 5-6 ખેલાડીઓને રિટેન કરવા ઉત્સુક
ઈન્ડિયન એક્સપ્રેસના એર રિપોર્ટ મુજબ બીસીસીઆઈ હેડઓફિસમાં હાલમાં જ એક મહત્વની બેઠક થઈ હતી જેમાં 10 આઈપીએલ ટીમોના માલિકો હાજર હતા. મોટા ભાગની આઈટીએમ ટીમના માલિકો 5 થી 6 ખેલાડીઓને રિટેન કરવાની ંજૂરી ઇચ્છતા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, આઈપીએલ ફ્રેન્ચાઇઝી માલિકોના કહેવા બાદ બીસીસીઆઇ એ આ માટે સંમતિ આપી છે. બોર્ડને લાગે છે કે, આમ કરવાથી આઈપીએલ ટીમની બ્રાન્ડ વેલ્યુ જળવાઈ રહેશે.
2022માં શું હતો નિયમ
વર્ષ 2022ન આઈપીએલ મેગા ઓક્શન વખતે દરેક ટીમને 4 – 4 ક્રિકેટ ખેલાડી રિટેન કરવાની છુટ આપવામાં આવી હતી. આ ચાર ખેલાડીઓમાંથી 3 થી વધુ ભારતીયો અને 2 થી વધુ વિદેશીઓ હોઇ શકે નહીં. બીસીસીઆઇ એ 5 ખેલાડીઓને રિટેન કરવાની સંમતિ આપી છે પણ તેમાં કેટલા ભારતીય અને વિદેશી ક્રિકેટરો હશે તે નક્કી નથી.
મુંબઈ ઈન્ડિયન્સની મુશ્કેલી દૂર થવા સંભવ
જો 5 ખેલાડીઓને રિટેન કરવાનો નિયમ આવે તો મુંબઈ ઈન્ડિયન્સની સમસ્યા દૂર થઈ શકે તેમ છે. છેલ્લા ઘણા વર્ષોથી ટીમના મુખ્ય ખેલાડીઓ ટીમમાં બનેલા છે. ગત વર્ષે હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ખેલાડી
વર્ષ 2022માં મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા (16 કરોડ), જસપ્રીત બુમરાહ (12 કરોડ), સૂર્યકુમાર યાદવ (8 કરોડ) અને કિરોન પોલાર્ડ (6 કરોડ)ને રિટેન કર્યા હતા. આ વખતે સૂર્યકુમાર યાદવ ભારતનો ટી-20 કેપ્ટન છે, જ્યારે બુમરાહે પણ પોતાને ઘણો મહત્વનો સાબિત કર્યો છે. આવી સ્થિતિમાં, તેમની રકમ બદલાઈ શકે છે. તેની સાથે સાથે આ આઈપીએલ ફ્રેન્ચાઈઝી આ મુખ્ય ખેલાડીઓની સાથે સાથે હાર્દિક પંડયાને પણ રિટેન કરી શકે છે.
આ પણ વાંચો | IPL 2025 ઓક્શન માં ગુજરાત ટાઇટન્સ રિટેન કરી શકે છે આ 3 ખેલાડી, જાણો કારણ
આઈપીએલ મેગા ઓક્શન 4 -5 વર્ષે યોજના વિચાર
બીસીસીઆઇની મિટિંગમાં અન્ય એક મુદ્દે ચર્ચા થઈ હતી. ફ્રેન્ચાઈઝીઓ ઈચ્છે છે કે, આ મેગા હરાજી ચાર-પાંચ વર્ષમાં એક વખત યોજાય. તેમનું કહેવું છે કે, મેગા ઓક્શનમાં એક વર્ષનો વિલંબ થતાં તેને તેના યુવા પ્રતિભાશાળી ખેલાડીઓને વધુ સપોર્ટ મળશે, જેમાં તે રોકાણ કરી રહ્યા છે. કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક શાહરૂખ ખાન નહોતા ઇચ્છતા કે આ વર્ષે હરાજી થાય.