KKR vs RCB IPL 2025 : આઈપીએલ 2025, વિરાટ કોહલીની આક્રમક અડધી સદી, આરસીબીની જીત સાથે શરૂઆત

KKR vs RCB Score, IPL 2025 : આરસીબીનો 7 વિકેટે વિજય. આરસીબી તરફથી વિરાટ કોહલી અને ફિલ સોલ્ટની અડધી સદી. અજિંક્ય રહાણેના 31 બોલમાં 6 ફોર અને 4 સિક્સર સાથે 56 રન

Written by Ashish Goyal
Updated : March 22, 2025 23:20 IST
KKR vs RCB IPL 2025 : આઈપીએલ 2025, વિરાટ કોહલીની આક્રમક અડધી સદી, આરસીબીની જીત સાથે શરૂઆત
KKR vs RCB Score, IPL 2025: આઈપીએલ 2025, કોલકાતા વિ આરસીબી મેચ

KKR vs RCB IPL 2025 Updates : વિરાટ કોહલી (59)અને ફિલ સોલ્ટની (56)અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 8 વિકેટે 174 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે 16.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આરસીબીએ જીત સાથે અભિયાનની શરૂઆત કરી છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

કોલકાતા નાઇટ રાઇડર્સ : વેંકટેશ ઐયર, ક્વિન્ટન ડી કોક, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, રિંકુ સિંહ, સુનિલ નારાયણ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, સ્પેન્સર જોન્સન.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફિલ સોલ્ટ , વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રસિક દાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, યશ દયાલ.

Read More
Live Updates

IPL 2025, KKR vs RCB Live : આરસીબી જીત સાથે શરૂઆત

IPL 2025, KKR vs RCB Live : આરસીબીનો 7 વિકેેટ વિજય

વિરાટ કોહલી (59) અને ફિલ સોલ્ટની (56) અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 8 વિકેટે 174 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે 16.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આરસીબીએ જીત સાથે અભિયાનની શરૂઆત કરી છે.

IPL 2025, KKR vs RCB Live : કોહલીના અણનમ 59 રન

વિરાટ કોહલીના 36 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 59 રન. લિયામ લિવિંગસ્ટોનના 5 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 15 રન.

IPL 2025, KKR vs RCB Live : રજત પાટીદાર 34 રને આઉટ

રજત પાટીદાર 16 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 34 રન બનાવી વૈભવ અરોરાની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 162 રને ત્રીજી વિકેટ ગુમાવી.

IPL 2025, KKR vs RCB Live : આરસીબીના 150 રન

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 14.5 ઓવરમાં 150 રન પુરા કર્યા.

IPL 2025, KKR vs RCB Live : કોહલીની અડધી સદી

વિરાટ કોહલીએ 30 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

IPL 2025, KKR vs RCB Live : પડ્ડીકલ 10 રને આઉટ

ઇમ્પેક્ટ પ્લેયર દેવદત્ત પડ્ડીકલ 10 બોલમાં 1 ફોર સાથે 10 રન બનાવી સુનીલ નારાયણની ઓવરમાં કેચ આઉટ થયો.

IPL 2025, KKR vs RCB Live : સોલ્ટ 56 રને આઉટ

ફિલ સોલ્ટ 31 બોલમાં 9 ફોર અને 2 સિક્સર સાથે 56 રન બનાવી વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો. આરબીબીએ 95 રને પ્રથમ વિકેટ ગુમાવી.

IPL 2025, KKR vs RCB Live : સોલ્ટની અડધી સદી

ફિલ સોલ્ટે 28 બોલમાં 8 ફોર અને 2 સિક્સર સાથે આક્રમક અડધી સદી ફટકારી.

IPL 2025, KKR vs RCB Live : વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ ઓપનિંગમાં ઉતર્યા

આરસીબી તરફથી વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ ઓપનિંગમાં ઉતર્યા. વૈભવ અરોરાની પ્રથમ ઓવરમાં 12 રન ફટકાર્યા.

IPL 2025, KKR vs RCB Live : ક્રુણાલ પંડ્યાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી

આરસીબી તરફથી ક્રુણાલ પંડ્યાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી. જોસ હેઝલુડને 2, યશ દયાલ, રસિક સલામ અને સુયશ શર્માને 1-1 વિકેટ મળી.

IPL 2025, KKR vs RCB Live : કેકેઆરના 20 ઓવરમાં 8 વિકેટે 174 રન

આઈપીએલ 2025ની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 8 વિકેટે 174 રન બનાવી લીધા છે. આરસીબીને જીતવા માટે 175 રનનો પડકાર મળ્યો છે.

IPL 2025, KKR vs RCB Live : અંગક્રિશ રઘુવંશી 30 રને આઉટ

અંગક્રિશ રઘુવંશી 22 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 30 રને યશ દયાલનો શિકાર બન્યો. હર્ષિત રાણા 5 રને હેઝલવુડની ઓવરમાં કેચ આઉટ.

IPL 2025, KKR vs RCB Live : રસેલ 4 રને આઉટ

આન્દ્રે રસેલ 3 બોલમાં 1 ફોર સાથે 4 રને સુયશ શર્માની ઓવરમાં બોલ્ડ થયો.

IPL 2025, KKR vs RCB Live : રિંકુ સિંહ 12 રને આઉટ

રિંકુ સિંહ 10 બોલમાં 1 ફોર સાથે 12 રને ક્રુણાલ પંડ્યાની ઓવરમાં બોલ્ડ થયો. કેકેઆરે 145 રને પાંચમી વિકેટ ગુમાવી.

IPL 2025, KKR vs RCB Live : વેંકટેશ ઐયર 6 રને આઉટ

વેંકટેશ ઐયર 7 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી ક્રુણાલ પંડ્યાની ઓવરમાં બોલ્ડ થયો. કેકેઆરે 125 રને ચોથી વિકેટ ગુમાવી.

IPL 2025, KKR vs RCB Live : અજિંક્ય રહાણે 56 રને આઉટ

અજિંક્ય રહાણે 31 બોલમાં 6 ફોર અને 4 સિક્સર સાથે 56 રન બનાવી કુણાલ પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો.

IPL 2025, KKR vs RCB Live : સુનીલ નારાયણ 44 રને આઉટ

સુનીલ નારાયણ 26 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે 44 રને રસિક સલામનો શિકાર બન્યો. કેકેઆરે 107 રને બીજી વિકેટ ગુમાવી.

IPL 2025, KKR vs RCB Live : કેકેઆરના 50 રન પુરા

કોલકાતાએ 5.4 ઓવરમાં 50 રન પુરા કર્યા. અજિંક્ય રહાણે અને સુનીલ નારાયણ રમતમાં છે.

IPL 2025, KKR vs RCB Live : પ્રથમ ઓવરમાં ડી કોક આઉટ

ડી કોક 5 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી હેઝલવુડની ઓવરમાં કેચ આઉટ થયો. પ્રથમ ઓવરમાં જ વિકેટ પડી. કેકેઆરે 4 રને પ્રથમ વિકેટ ગુમાવી.

IPL 2025, KKR vs RCB Live : ડી કોક અને સુનીલ નારાયણ ઓપનિંગમાં ઉતર્યા

આરસીબી તરફ જોશ હેઝલવુડ પ્રથમ ઓવરમાં બોલિંગ કરવા આવ્યો. કેકેઆર તરફથી ડી કોક અને સુનીલ નારાયણ ઓપનિંગમાં ઉતર્યા. ડી કોકે બીજા બોલે ફોર ફટકારી.

IPL 2025, KKR vs RCB Live : આરસીબી પ્લેઇંગ ઇલેવન

ફિલ સોલ્ટ , વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રસિક દાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, યશ દયાલ.

IPL 2025, KKR vs RCB Live : કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઇંગ ઇલેવન

વેંકટેશ ઐયર, ક્વિન્ટન ડી કોક, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, રિંકુ સિંહ, સુનિલ નારાયણ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, સ્પેન્સર જોન્સન.

IPL 2025, KKR vs RCB Live : આરસીબીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

આઈપીએલ 2025ની પ્રથમ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

IPL 2025 Opening Ceremony Live : વિરાટ કોહલીએ શાહરુખ ખાન સાથે કર્યો ડાન્સ

IPL 2025 Opening Ceremony Live : રિંકુ સિંહનો શાહરુખ ખાન સાથે ડાન્સ

IPL 2025 Opening Ceremony Live : દિશા પટણીનું પર્ફોમન્સ

IPL 2025 Opening Ceremony Live : કરણ ઓઝલાનું પર્ફોમન્સ

IPL 2025 Opening Ceremony Live : આઈપીએલ ઓપનિંગ સેરેમનીમાં શ્રેયા ઘોષાલનું પર્ફોમન્સ

IPL 2025 Opening Ceremony Live : આઈપીએલ ઓપનિંગ સેરેમની શરુ

આઈપીએલ 2025ની ઓપનિંગ સેરેમની શરુ થઇ ગઇ છે. શરૂઆત શાહરુખ ખાનના સ્વાગત ભાષણથી થઇ છે. શાહરુખે કહ્યું કે પાર્ટી પઠાનના ઘરે રાખશો તો પઠાન તો આયેગા હીં, સાથ મેં પટાખા ભી લાયેગા. આ પછી શ્રેયા ઘોષાલે પર્ફોમન્સ કર્યું હતું.

IPL 2025 Opening Ceremony Live : આઈપીએલ ઓપનિંગ સેરેમની

આઈપીએલની પ્રથમ મેચ પહેલા આઈપીએલ ઓપનિંગ સેરેમની યોજાશે. આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ પરફોર્મ કરે છે. જેમાં શાહરુખ ખાન, દિશા પટણી, શ્રેયા ઘોષાલ અને કરણ ઔજલા સામેલ છે.

IPL 2025 Opening Ceremony Live : આઈપીએલ 2025ની આજથી શરૂઆત થશે

આઈપીએલ 2025ની આજથી શરૂઆત થશે. પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ