PBKS vs CSK IPL 2025 Updates, Punjab Kings vs Chennai Super Kings: પ્રિયાંશ આર્યાની સદી (103)અને શશાંક સિંહની અડધી સદીની (અણનમ 52)મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2025માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 18 રને વિજય મેળવ્યો છે. પંજાબે 20 ઓવરમાં 6 વિકેટે 219 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 5 વિકેટે 201 રન બનાવી શક્યું હતું. ચેન્નઇનો સતત ચોથો પરાજય થયો છે.
ચેન્નઇ સુપર કિંગ્સ ઇનિંગ્સ
-જાડેજા 9 અને વિજય શંકર 2 રને અણનમ.
-ચેન્નઇ સુપર કિંગ્સે 19.5 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-ધોની 12 બોલમાં ફોર અને 3 સિક્સર સાથે 27 રને યશ ઠાકુરની ઓવરમાં કેચ આઉટ થયો.
-ડેવોન કોનવે 49 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે 69 રને રિટાયર્ડ હર્ટ થયો.
-શિવમ દુબે 27 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 42 રને ફર્ગ્યુસનની ઓવરમાં બોલ્ડ.
-ડેવોન કોનવેએ 37 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ચેન્નઇ સુપર કિંગ્સે 10.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ઋતુરાજ ગાયકવાડ 3 બોલમાં 1 રન ફર્ગ્યુસનની ઓવરમાં કેચ આઉટ થયો.
-રચિન રવિન્દ્ર 23 બોલમં 6 ફોર સાથે 27 રન બનાવી મેક્સવેલની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો.
આ પણ વાંચો – ધોનીની નિવૃત્તિની અટકળો પર સીએસકેના કોચ સ્ટિફન ફ્લેમિંગે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
પંજાબ કિંગ્સ ઇનિંગ્સ
-શશાંક સિહના 36 બોલમાં 2 ફોર અને 3 સિક્સરની મદદથી અણનમ 52 રન.
-માર્કો જેન્સનના 19 બોલમાં 2 ફોર અને 2 સિક્સરની મદદથી અણનમ 34 રન.
-શશાંક સિંહે 36 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-પંજાબ કિંગ્સે 18.3 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-પ્રિયાંશ આર્યા 42 બોલમાં 7 ફોર અને 9 સિક્સરની મદદથી 103 રન બનાવી નૂર અહમદની ઓવરમાં કેચ આઉટ થયો.
-પ્રિયાંશ આર્યાએ 39 બોલમાં 7 ફોર અને 9 સિક્સરની મદદથી સદી ફટકારી.
-પંજાબ કિંગ્સે 10.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ગ્લેન મેક્સવેલ 2 બોલમાં 1 રન બનાવી અશ્વિનનો બીજો શિકાર બન્યો.
-નેહલ વાઢેરા 7 બોલમાં 1 સિક્સર સાથે 9 રન બનાવી અશ્વિનની ઓવરમાં કેચ આઉટ.
-પ્રિયાંશ આર્યાએ 19 બોલમાં 5 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-માર્કોસ સ્ટોઇનિસ 7 બોલમાં 4 રન બનાવી ખલીલ અહમદનો શિકાર બન્યો.
-શ્રેયસ ઐયર 7 બોલમાં 1 સિક્સર સાથે 9 રન બનાવી ખલીલ અહમદની ઓવરમાં બોલ્ડ.
-પ્રભસિમરન સિંહ 2 બોલમાં ખાતું ખોલાયા વિના મુકેશ ચૌધરીની ઓવરમાં આઉટ થયો.
-પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, માર્કો જેન્સન, લોકી ફર્ગ્યુશન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
ચેન્નઇ સુપર કિંગ્સ : ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, આર અશ્વિન, નૂર અહમદ, મુકેશ ચૌધરી, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ.





