RCB vs GT IPL 2025 Updates, Royal Challengers Bengaluru vs Gujarat Titans : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ જોશ બટલરની અણનમ અડધી સદી (73)અને સાઇ સુદર્શનના 49 રનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. આરસીબીએ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 17.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો છે. આરસીબીનો આ સિઝનમાં પ્રથમ પરાજય થયો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, શાહરુખ ખાન, રાહુલ તેવટિયા, અરશદ ખાન, સાઇ કિશોર, રાશિદ ખાન, ઇશાંત શર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.





